સાબુદાણાની ચટપટી ખીચડી બનાવવાની રીત

0

સાબુદાણાની ચટપટી ખીચડી બનાવવા જરૂરી સામગ્રી – 200ગ્રામ સાબુદાણા, 250 ગ્રામ બટાકા, 100ગ્રામ સીંગદાણા, લીલા મરચાં 5 થી 6 નંગ, જીરું એક ચમચી, ખાંડ બે થી ત્રણ ચમચી, લીંબુનો રસ, ઝીણા સમારેલા લીલા ઘાણા એક કપ, મીઠા લીમડાના પાંચ છ પાન મીઠુ સ્વાદ મુજબ અને તેલ.
સાબુદાણાની ચટપટી ખીચડી બનાવવાની રીત – સાબુદાણાને રાત્રે પલાળી રાખવા , તેમાં અડધો કપ જેટલુ જ પાણી રહેવા દેવુ. સવારે સાબુદાણા ફૂલી જશે. સીંગદાણા સેકીને છોલી લો અને તેને મિક્સરમાં વાટી લો. બટાકાને બાફીને છોલી લો અને તેને મધ્યમ સાઈઝમાં કાપો સાબુદાણાની અંદર સીંગદાણાનો ભૂકો, મીઠુ અને ખાંડ મિક્સ કરી રાખો. એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેમા જીરુ અને લીમડો તતડાવો. પછી તેમા સમારેલા લીલા મરચા નાખી સૌ પ્રથમ બટાકા નાખો. બટાકા સાધારણ સાંતળ્યા પછી તેમા સાબુદાણાનુ મિશ્રણ નાખી દો. સાધારણ પાણીનો છટકાવ કરીને સાબુદાણા 5 મિનિટ માટે ઢાકી રાખવા.ત્યારબાદ તેમાં  લીંબુનો રસ નાખી હલાવો અને સમારેલા ધાણાભાજી  ભભરાવી ગેસ પરથી ઉતારી લો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here