ઘરે બનાવો અલગ અલગ વેરાયટીની સેન્ડવીચ

0

મિક્ષ વેજીટેબલ એન્ડ ચીઝ સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી: -૬ સ્લાઈસ બ્રાઉન બ્રેડ, -૩ ચીઝ સ્લાઈસ -૧ નાનું ટમેટું જીણું સમારેલું -૧ નાની કાકડી જીણી સમારેલી -૧ નાનું ગાજર જીણું સમારેલું -૧ ડુંગળી જીણી સમારેલી -૧/૪ ચમચી મારી પાવડર -ચપટી મીઠું કારણ કે આપડે ચીઝ સ્લાઈસ વાપરીએ છે -૨-૩ ચમચી બટર

મિક્ષ વેજીટેબલ એન્ડ ચીઝ સેન્ડવીચ બનાવવી રીત: -બધા શાક બાઉલ માં લઇ તેમાં મીઠું અને મરી નાખી મિક્ષ કરો
-બ્રેડ ની ઉપર ચીઝ સ્લાઈસ મુકો અને તેની ઉપર શાક  પથરો અને ત્યાર બાદ બીજી બ્રેડ થી કવર કરો -પેન માં બટર મૂકી સેન્ડવીચ ને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો અને ગરમ ગરમ પીરસો .

રશિયન સેન્ડવીચ” આ સેન્ડવીચને કોલ્ડ પણ ખવાય…મનગમતા વેજિટેબ્લ્સ અને ફ્રુટ પણ વાપરી શકાય …
સામગ્રી: 6 સ્લાય્સ બ્રેડ (વ્હાય્ટ અથવા બ્રાઉન બ્રેડ ), 1-1/2 કપ દહીંનો મસ્કો (અથવા થિક ક્રીમ અથવા મેયોનીઝ), 1 કપ બોઇલ્ડ વેજિટેબ્લ્સ (બટાટા,ગાજર,ફણસી વટાણા,કાકડી), 2 ટે સ્પૂન પાયનેપલ ટુકડા અને એપલ ટુકડા , ચીઝ
બટર, મરી પાવડર, મીઠુ,

રશિયન સેન્ડવીચ બનાવવાની રીત : દહીંને બાંધીને તેનો મસ્કો બનાવીલો. આ મસ્કાને થોડીવાર ફ્રીઝર માં 5-7 મિનીટ ઠંડુ કરો. બધાં વેજિટેબ્લ્સ જીણા સમારી બોઇલ કરીલો .બ્રેડની કિનાર કાપી લો. એક બાઉલમાં દહીંના મસ્કામાં સ્વાદ અનુસાર મીઠુ અને મરી નાંખીને મિક્ષ કરો. સાથે બધાં વેજિસ અને ફ્રુટસ અને ચીઝ પણ ઉમેરો. હવે બ્રેડની સ્લાય્સ ઉપર બટર લગાડો. તૈયાર મસ્કાનુ સ્ટફ પાથરો. અને મનપસંદ શેપમાં સેન્ડવીચ કટ કરીને તરતજ સર્વ કરો…

પરોઠા પનીર સેન્ડવિચ બનાવવા માટે જરૂરી સામગ્રી : પનીર ૧૦૦ ગ્રામ, ઘઉંનો લોટ 4 પરોઠા માટે, બટેટા બાફેલા અને છાલ ઊતરીને છુંદેલા બટેટા, મીઠુ સાવાદ અનુસાર, લીંબુનો રસ, 1/2 ચમચિ હળદર, 1ચમચિ લાલ મરચું, જીરૂ 1ચમચિ ચાટ મસાલો, (પાઉ ભાજી મસાલો) , ઓઈલ ફ્રાય ડીપ માટે : કોબીજ 1/4 નાનુ, ગાજર 1મધ્યમ, તાજી કોથમીર 2 ચમચી,

પરોઠા પનીર સેન્ડવિચ બનાવવાની રીત : 1. અેક વાસણમા પનીર લો. પછી તેમા બટેટા મીઠું, લીંબુનો રસ , જીરૂ, હળદર, લાલ મરચાનો પાવડર, અને ચાટ મસાલો નાખી મિક્સ કરો સરખુ. 2. કોથમીર કાપી લો અને તેમા મિક્સ કરી લો અને પછી તે મિક્સ્ડ માંથી લાબા કબાબ જેવો શેપ આપો . 3. એક નોન સ્ટીક કડાઇ ગેસ પર લો. પછી તેમા ઓઇલ નાખો. ઓઇલ ગરમ થાય એટલે કબાબ મુકો પછી સમય પ્રમાણે ફેરવો. 4. પછી એક ડિશમા જીણી જીણી કોબીજ કાપો અને ગાજરને પતલી ગોલ પતીકા કરો પછી બંનેને ડિશ અથવા વાટકામા કાઢો. 5. તેમા મીઠું અને ચાટ મસાલો નાખી થોડીવાર માટે ફ્રીજમાં મૂકી દો. 6. પછી કબાબ બરાબર ફ્રાય થઇ ગયા હોય તો એક ડિશમા કાઢી લો.
પછી, એક પછી એક પરોઠા ગરમ કરી પ્લેટમા લઈ લો.પછી પરોઠામા લીલી ચટણી અને ટમેટો સોસ લગાવી તેની ઉપર કબાબ રાખી અને પછી સલાડ પાથરી રૉલ વાળો અને પછી સેન્ડવીચ ટોસ્ટેરમા ગ્રિલ કરી ઉપર ચીઝ ખમણીને ગરમ ગરમ લીલી ચટણી અને ટમેટા સૉસ સાથે પીરસો.

કોર્ન સેન્ડવીચ પકોડા માટે જરૂરી સામગ્રી :- બાફેલા અમેરિકન મકાઈના દાણા – 1, 1/2 કપ, બાફેલા બટેટાનો માવો – 1/2 કપ, 16 સ્લાઈઝ સેન્ડવીચ બ્રેડ, બટર પ્રમાણસર, કોથમીરની ચટણી, કેચપ (ટમેટો સોસ), મીઠું સ્વાદ અનુસાર
હળદર – 1/2 ટી સ્પૂન,લાલમરચું પાઉડર – 1 ટી સ્પૂન, આદું – મરચાની પેસ્ટ – 1 ટી સ્પૂન, તજ – લવિંગ પાઉડર – 1/2 ટી સ્પૂન, ખાંડ – 1 ટી સ્પૂન, લીંબુનો રસ – 1 ટી સ્પૂન, તેલ

કોર્ન સેન્ડવીચ પકોડા બનાવવાની રીત :- (1) સ્ટફીંગ / પૂરણ બનાવવા માટે :- સૌ પ્રથમ કડાઈમાં 1 ટી સ્પૂન તેલ લઈ ગરમ થાય પછી જીરું નાંખી જીરું તતડે એટલે આદુ – મરચાની પેસ્ટ નાંખો. થોડું સેકાય એટલે બાફેલા અમેરિકન મકાઈના દાણા નાંખો. મીક્સ કરી બાફેલા બટેટાનો માવો નાંખો. પછી હળદર, લાલ મરચું પાઉડર, તજ-લવિંગ પાઉડર, ખાંડ, લીંબુનો રસ અને મીઠું નાંખી બધું સરખું મીક્સ કરી પૂરણ તૈયાર કરો. (2) કોથમીરની ચટણી બનાવવા માટે :- કોથમીર 1 કપ, લીલા મરચાં 2 નંગ, આદુનો ટુકડો 1 નાનો, સીંગદાણા 1 ટેબલ સ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, ખાંડ 1 ટેબલ સ્પૂન, લીંબુનો રસ 1 ટેબલ સ્પૂન, બરફ 2 ક્યૂબ. સૌ પ્રથમ એક મિક્ષચર જારમાં કોથમીર, લીલા મરચાના ટુકડા નાંખો, પછી આદુનો ટુકડો, શીંગદાણા, મીઠું, ખાંડ, લીંબુનો રસ અને બરફના 2 ક્યૂબ નાંખી ચર્ન કરી ચટણી તૈયાર કરો.

(3) ખીરું બનાવવા માટે :- મકાઈનો લોટ – 1 કપ, કોર્ન ફ્લોર – 2 ટી સ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, હળદર ચપટી, પેપ્રીકા – 1 ટી સ્પૂન, ખાવાના સોડા – ચપટી. એક બાઉલમાં મકાઈનો લોટ લો. પછી તેમાં કોર્ન ફ્લોર નાંખો, મીઠું, હળદર, પેપ્રીકા અને ખાવાના સોડા નાંખી બધું મીક્સ કરો. જરૂર પ્રમાણે પાણી નાંખી મિડીયમ બેટર બનાવો. બટેટા વડાના ખીરા જેવું ખીરું બનાવવું.

(4) કોર્ન સેન્ડવીચ પકોડા બનાવવા માટેની રીત :- સૌ પ્રથમ એક બ્રેડ ઉપર બટર લગાવો. પછી તેની ઉપર કોથમીરની ચટણી લગાવવી. બટર લગાડેલી બ્રેડ તેના પર મૂકવી. ઉપરની સાઈડ પર ફરી બટર લગાડી 2 ટેબલ સ્પૂન મકાઈનું પૂરણ લગાવવું. ફરી બટર લગાવેલી બ્રેડ મુકવી. બ્રેડ ઉપર બટર લગાવી કેચપ લગાવવો. ફરી બટર લગાવેલી બ્રેડ તેના પર મુકવી.આમ કુલ ચાર બ્રેડ થશે. બનાવેલ મકાઈના લોટના ખીરામાં ડીપ કરી કોર્ન સેન્ડવીચને ગરમ તેલમાં તળવી. તેલ વધારે લેવું, આજુબાજુનું તેલ તેના પર નાંખતા જવું. આછા ગુલાબી રંગનું થાય એટલે નીચે ઉતારી કોર્નર ઉપરથી કાપી ચાર કટકા કરવા. આ પકોડાને ચટણી અને કેચપ સાથે ગરમ ગરમ સર્વ કરવું.

વેજ.ચીઝ સેન્ડવીચઃ
સામગ્રીઃ
-બ્રાઉન બ્રેડ ૮ સ્લાઇસ
-માખણ ૪ ચમચા
-ચીઝનું છીણ જરૂર મુજબ
-ડુંગળી સમારેલી ૧ નંગ-મઘ્યમ સાઇઝ સિમલા મરચા સમારેલા
-મઘ્યમ સાઇઝ ટામેટાં સમારેલાં ૧ નંગ
-લીલાં મરચાં સમારેલાં ૩ નંગ
-લીલી ચટણી અડધો કપ
-ટોમેટો કેચઅપ ચાર ચમચા
રીતઃ
બ્રેડ સ્લાઇસ પર માખણ લગાવો. ચીઝ, ડુંગળી, સિમલા મરચાં, ટામેટાં, લીલી ચટણી એક બાઉલમાં મિકસ કરો. થોડું કેચઅપ નાખી મિકસ કરો. થોડાં લીટસનાં પાનને ઝીણાં સમારી આ મિકસચરમાં નાખો. બાકી વધેલાં લીટસમાં પાન અડધાં કરી ચારબ્રેડ સ્લાઇસ પર મૂકો. મિકસચરને તેની ઉપર પાથરી ફરીથી બાકીની બ્રેડ સ્લાઇસ મૂકો, થોડું દબાવો. તમારી સેન્ડવીચ તૈયાર છે. તેને બે પીસમાં કાપીને ખાઓ.

બોમ્બે સેન્ડવીચ બનાવવા માટે જરૂરી સામગ્રી: બ્રેડ, ટમેટા સ્લાઈસ,કાકડી સ્લાઈસ, બાફેલ બટેકા સ્લાઈસ, બાફેલ બીટ સ્લાઈસ, ડુંગળી સ્લાઈસ, લીલી ચટણી, ચીઝ, બટર, ચાટ મસાલો

બોમ્બે સેન્ડવીચ બનાવવાની રીત : – સૌ પ્રથમ ત્રણ બ્રેડ પર બટર લગાવી ઉપર લીલી ચટણી લગાવી દેવી.
– હવે એક બ્રેડ પર કાકડીની સ્લાઈસ મૂકી ઉપર બટેકાની સ્લાઈસ મૂકી બ્રેડ કવર કરવી. – પછી ટમેટાની સ્લાઈસ, ડુંગળી સ્લાઈસ મૂકી ઉપર બીટની સ્લાઈસ રાખી બ્રેડ કવર કરી દેવી. – પછી ગ્રીલરમા ગ્રીલ કરી દેવી. – ઉપર ચીઝ છીણી, ટોમેટો સોસ જોડે સર્વ કરવી. – તો તૈયાર છે બોમ્બે સેન્ડવીચ.

નોંધ: – આપ આ સેન્ડવીચને પ્લેન પણ ખાઈ શકો છો. – ચીઝ છીણવાની બદલે ચીઝ સ્લાઈસ પણ મૂકી શકાય કે ચીઝ લવર લોકો બને કરી શકે. – બીટ ન નાખવું હોય તો પણ ચાલે. – કેપ્સીકમ નાખવું હોય તો પણ ચાલે. – એક જ લેયર કરવું હોય તો પણ ચાલે. – કેપ્સીકમ અને ડુંગળી ઝીણું સુધારી તેમાં ચીઝ છીણી એક મિશ્રણ બનાવી લેવાનું પછી જયારે બીજી બ્રેડ મૂકી ત્યારે આ મિશ્રણ જ મૂકી, બીટની સ્લાઈસ રાખી ત્રીજી બ્રેડ કવર કરી દેવાની. – ટુંકમાં આપને જે ગમે તે અને ગમે તેટલું, જરૂર મુજબ લેવાનું, આમાં કશું માપ નહિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here