પથરી, શ્વાસની તકલીફ, તાવને જડમૂળથી મટાડવા રોજ દૂધમાં આ 1 વસ્તુ નાખીને પીવો

0
  • દૂધ આપણાં શરીરમાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે
  • દૂધના વધુ ફાયદા મેળવવા તેમાં મિક્સ કરો તુલસના પાન
  • આવું દૂધ ઈમ્યૂનિટી વધારશે અને શરીરમાં તકલીફો કરશે દૂર

વાયરલ ફ્લૂ :સીઝનમાં આવતાં ફેરફારને કારણે શરદી, ખાંસી, તાવની સમસ્યામાં રેગ્યુલર તુલસીવાળું દૂધ પીવાથી ઈમ્યૂનિટી વધે છે. તેનાથી વાયરલ ઈન્ફેક્શન અને ફ્લૂની સંભાવના ઘટે છે.

કેન્સર : તુલસીમાં એન્ટીબાયોટિક અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોવાથી તેને દૂધની સાથે લેવાથી તે કેન્સર સેલ્સને વધતાં રોકે છે. જેનાથી કેન્સરનો ખતરો ટળે છે.

સ્ટ્રેસ : તુલસી અને દૂધમાં રહેલાં તત્વ બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. જેનાથી સ્ટ્રેસ ઓછું કરવામાં મદદ મળે છે અને માઈન્ડ રિલેક્સ રહે છે. તુલસીમાં એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી હોવાથી તે માઈગ્રેન અને માથાનો દુખાવો દૂર કરે છે.

હેલ્ધી હાર્ટ :રેગ્યુલર સવારે ખાલી પેટ તુલસીવાળું દૂધ પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે અને હાર્ટની નળીઓમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. તેનાથી હાર્ટ ડિસીઝ સામે રક્ષણ મળે છે.

હેલ્ધી સ્કિન :તુલસીમાં એન્ટીબેક્ટેરિ6યલ અને એન્ટીસેપ્ટિક ગુણ હોય છે. જેથી તેને રેગ્યુલર સવારે ખાલી પેટ દૂધની સાથે લેવાથી સ્કિન ઈન્ફેક્શનની પ્રોબ્લેમ દૂર થાય છે અને સ્કિન હેલ્ધી બને છે.

કિડની સ્ટોન:કિડની સ્ટોન થવા પર રેગ્યુલર સવારે તુલસીવાળું દૂધ પીવો. તેનાથી કિડની સ્ટોન ઓગળીને નીકળી જાય છે અને કિડની હેલ્ધી રહે છે

શ્વાસની તકલીફ : રેગ્યુલર સવારે ખાલી પેટ તુલસીવાળું દૂધ પીવાથી બોડીમાં કફની પ્રોબ્લેમ દૂર થાય છે. જેનાથી શ્વાસ લેવામાં થતી તકલીફ અને અસ્થમામાં રાહત મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here