ઉપયોગમાં આવે તેવી ૧૧ ઘરગથ્થુ ટીપ્સ | રસોઈ ટીપ્સ

4

(1) કમરનો દુખાવો દુર કરવા માટે દરરોજ આ ખજુરનો ઉકાળો પીવાથી કમરનો કોઇપણ દુખાવો દુર થઇ જશે તો ખજૂરની પાંચ પેશીનો ઉકાળો કરી તેમાં અર્ધો તોલો મેથી દાણા નાંખી પીવાથી કમરનો દુખાવો મટે છે. આમ કમરના દુખાવા માટે દવા દારૂ અને જ્યાં ત્યાં રખડવાની જરૂર નથી

(2) પગના તળિયામાં બળતરા થતી હોય કે પગના તળિયામાં ખંજવાળ આવતી હોય તો આ ઉપાય ચોક્કસ અજમાવજો પગમાં તળિયે આવતી ખંજવાળથી રાહત પામવા ગરમ પાણીમાં એબ્સમ સોલ્ટ ભેળવી 15 20 મિનીટ પગ ડૂબાડવા આમ કરવાથી પગમાં રાહત મળશે.

(3) તમારી ત્વચા પર આછા રેસિષ થયા હોય કે ત્વચા પર ડાઘ થયા હોય તો  તો સ્નાનના પાણીમાં તુલસી ભેળવી સ્નાન કરવાથી ફાયદો થાય છે.

(4) આમલીની ચટણી બનવાતી વખતે આમલીનો રસ કાઢતાં પૂર્વે તેને ૧૫-૨૦ મિનિટ ગરમ પાણીમાં પલાળી રાખવી. અથવા તો તમે આખા વવર્ષ માટે આમલી સ્ટોર કરવા માંગતા હોય તો આમલીના બીજ કથી તડકે સુકવી દેવી એકદમ સુકાયને કડકડતી થઈ જાય ત્યારબાદ તેને મિક્સરમાં પીસી પાઉડર બનાવી લેવો અને આખા વર્ષ દરમિયાન સ્ટોર કરી શકાય છે. આમ કરવાથી તમારે તત્કાલીન ચટણી બની જશે

(5) ગ્રેવી બનાવતી વખતે બળી જાય તો તેમાંથી બળેલાની ગંધ દૂર કરવા ગ્રેવીને બીજા વાસણમાં ઠાલવી ચપટી સાકર ભેળવી દેવી આમ કરવાથી શાકમાં બળેલ વાસ આવશે નહિ. (6) કોલેરા થય ગયા હોય તો ફૂદીનાનો રસ પીવાથી કોલેરા મટે છે. કાંદાનો રસ પીવાથી કરમથી છૂટકારો થાય છે.

(6) કાનમાં સબાકા આવતા હોય કે કાનમાં દુખાવો થતો હોય તો દવા લેવાની જરૂર નથી પર્નાતું  તેલમાં લસણની કળી કકળાવીને તે તેલના ટીપાં કાનમાં નાખવાથી કાનના સણકા દૂર થાય છે.

(7) તમારી ત્વચાને ખુબસુરત બનાવવા માટે બજારના મોંઘા મોંઘા પ્રોડક્ટ લેવા કરતા આ ઘરગથ્થું ઉપચાર જરૂર કરજો બસૂરત ચમકીલી ત્વચા મેળવવા માટે બજારના રસાયણયુક્ત ફેસપેક ઉપયોગમાં લેવાની બદલે ઘરગત્થુનો વપરાશ વધુ ફાયદાકારક રહે છે. 

(8) તમે કેળાને અન્ય ફળો સાથે રાખવા નહીં કારણ કે કેળામાંથી એક પ્રકારનો ગેસ છૂટતો હોવાથી જેનાથી અન્ય ફળો જલદી પાકી જાય છે. અથવા તો બગળી જાય છે આથી કેળાને અન્ય ફળો સાથે ક્યારેય ન રાખશો

(9) તમે પૂરીને મુલાયમ બનાવવા માંગતા હોય તો પૂરીનો લોટ બાંધતી વખતે તેમાં થોડું દૂધ નાખવાથી પૂરી મુલાયમ બને છે. અને ખુબ સરસ ટેસ્ટ આવશે

(10) મરચાને ઝડપથી વાટવા માટે અથવા મરચાને બારીક વાટવા અને લાંબા સમય સુધી ટકે એ માટે બારીક મરચાંને વાટતી વખતે તેમાં મીઠું નાખવાથી બારીક વટાશે તેમજ લાંબા સમય સુધી બગડશે નહીં.

(11) તમે દહીમાંથી ઘરે લચ્દછી બનાવતા હોય તો તમે આ રીત થી લચ્છી બનાવજો ખુબ સ્વાદિષ્ટ અને બજારમાં મળે એવી જ બનશે તો તમારે લસ્સી બનાવતી વખતે લાચ્છીમાં પાણી ઉમેરતા હોય તો હવે પાણી ના સ્થાને દૂધ નાખવાથી લસ્સી સ્વાદિષ્ટ લાગે છે. અને એકદમ બજારમાં મળતી લચ્છી જેવો જ સ્વાદ આવે છે

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here