ફરાળી રેસીપી માટે અહી ક્લિક કરો, રાજગરાના લોટનો શીરો, શીંગના લાડુ, ફરાળી ભજીયા, ફરાળી નાનખટાઈ

0

તમે કોઇપણ તહેવાર પર ઉપવાસ કરો છો ત્યારે શું ફરાળ કરવો એ મોટો પ્રશ્ન ઉદભવે\છે તો આજે આપડે ફરાળી રેસીપી વિષે વધુ જાણશું

રાજગરાના  લોટ શીરો શીરો બનાવવા માટે જરૂરી સામગ્રી :    

  • 1 બાઉલ રાજગરાનો લોટ
  • 1/3 બાઉલ ખાંડ
  • 1/3 બાઉલ ઘી
  • 1 ચમચી ઈલાયચી પાઉડર
  • 2 બાઉલ ગરમ પાણી
  • 1 ચમચી બદામ પિસ્તાની કતરણ

રાજગરાના લોટ શીરો બનાવવાની રીત:

એક કઢાઈમાં ઘી રેડી ગેસ પર ગરમ કરો તેમાં રાજગરાનો લોટ ઉમેરી ધીમાં તાપે સાંતળો, તેમાં સુકી દ્વાક્ષ ઉમેરો. લોટ ગુલાબી રંગ નો શેકાય એટલે તેમાં ૧ કપ હુંફાળું ગરમ દુધ રેડી ને સતત હલાવતા રહો, પછી તેમાં ખાંડ નાખવી, ખાંડ નું પાણી બળી જાય એટલે ઘી છુટું પડે એટલે શીરો તૈયાર સમજવો. તેમાં જાયફળ, ઇલાયચી નો ભુક્કો નાખવો,ઉપર થી બદામ ની કતરણ ભભરાવી સર્વ કરો, ઉપવાસ માં ફરાળી રાજગરાનો શીરો પરંપરાગત મીઠાઇ પણ કહીં શકાય છે જે ખાવા માં સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે

શીંગના લાડુ: શીંગના લાડુ બનાવવા માટે જરૂરી સામગ્રી

  • 1 કપ શીંગદાણા
  • 1/2 કપ દળેલી ખાંડ
  • જરૂર પ્રમાણમાં ઘી
  • 1 ચમચી સૂંઠ પાઉડર
  • 1/2 ચમચી મરી પાઉડર
  • 1/2 ચમચી ઇલાયચી પાઉડર

શીંગના લાડુ બનાવવા માટેની રીત:

સૌ પ્રથમ સીંગદાણાને એક કડાઈમાં લઈ ધીમા ગેસ પર સેજ બદામી રંગનો શેકી લો અને ઠંડી થાય પછી તેના ફોતરા ઉતારી લો એક મિક્સર જારમાં સીંગદાણાને લઈ તેનો ભૂકો કરી લ્યો. હવે સીંગદાણાના ભૂકામાં દળેલી ખાંડ, સુઠ પાઉડર, મરી પાઉડર, ઇલાયચી પાઉડર ઉમેરી ધીમે ધીમે ઘી ઉમેરતા જાઓ અંદાજે 1/2 કપ જોઈશે.

ફરાળી ભજીયા:

  • ૧/૨ કપ પલાળેલા સાબુદાણા
  • ૨ ટેબલસ્પૂન શીંગદાણા નો ભૂકો
  • ૧ ટીસ્પૂન આદુ મરચા, ક્રશ કરેલા
  • ૧ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર
  • ૧ ટેબલસ્પૂન રાજગરાનો લોટ
  • ૨ ટેબલસ્પૂન દહીં
  • ૧ ટીસ્પૂન તલ
  • ૧/૨ ટીસ્પૂન જીરુ
  • સીંધવ આવશ્યકતા અનુસાર
  • તળવા માટે તેલ આવશ્યકતા અનુસાર

ફરાળી ભજીયા બનાવવા માટેની રીત: સૌપ્રથમ સાબુદાણાને ધોઈ અને તેમાં ડૂબે તેટલું જ પાણી નાખી અને ચાર કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ સાબુદાણાને એક ગરણીમાં મૂકી દેવા જેથી થોડુંક પણ પાણી હોય તો તે નીકળી જાય. એક બાઉલમાં સાબુદાણા લઈ લો તેને હાથની મદદથી મસળી લેવા.તેમાં શીંગદાણા નો ભૂકો તથા આદુ, મરચાં ક્રશ કરેલા નાખો હવે તેમાં દહીં, રાજગરો નાખી મિક્સ કરો ત્યારબાદ લીલા ધાણા એડ કરો હવે સિંધવ અને તલ નાખી મિક્સ કરો. હવે તેલ ગરમ કરો અને ગરમ તેલમાં આ લોટમાંથી ભજીયા ઉતારો. જ્યાં સુધી ભજીયા તેલમાં ઉપર ના આવે ત્યાં સુધી તેને ટચ કરશો નહીં. ભજીયા ઉપર આવે ત્યારબાદ જ તેને ટર્ન કરવા.સરસ ગોલ્ડન અને ક્રિસ્પી થવા દો. ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યારબાદ કાઢી લેવા.દહીં તળેલા મરચા સાથે સર્વ કરો

ફરાળી નાનખટાઈ:

  • ૧/૨ કપ રાજગરાનો લોટ
  • ૧/૪ કપ દળેલી ખાંડ
  • ૧/૪ કપ ઘી
  • ૧/૮ ટી સ્પૂન બેકિંગ પાઉડર
  • ૭-૮ બદામ

ફરાળી નાનખટાઈ બનાવવા માટેની રીત: સૌ પ્રથમ એક બાઉલ માં દળેલી ખાંડ અને ઘી લો.ત્યાર બાદ તેને ફેંટી લો.આ બંને મિશ્રણ એકદમ સફેદ અને ફ્લફી બને ત્યાં સુધી તેને ફેટવું.

ત્યાર બાદ તેમાં રાજગરા નો લોટ અને બેકિંગ પાઉડર નાખો.હવે તેને હળવા હાથે મિશ્રણ ને બરાબર મિક્સ કરી લો.એક ડો જેવું તૈયાર થશે. હવે તેમાંથી નાના નાના બોલ બનાવી ને તેને થોડા હળવા હાથે પ્રેસ કરી લો.હવે તેની ઉપર બદામ ના બે ભાગ કરી ને એક ભાગ તેના પર મૂકી ને થોડો પ્રેસ કરી લો જેથી તે બરાબર ચોંટી જાય.હવે તેને પ્રી હિટ કરેલા ઓવન માં ૧૭૦ ડિગ્રી ઉપર ૧૫ થી ૧૮ મિનિટ માટે બેક કરો. બેક કર્યા પછી તેને બહાર કાઢી ને ૧૦ મિનિટ માટે ઠરવા દો.ઠંડી થાય બાદ તેને એક પ્લેટ મા લઈ ને સર્વ કરો. તો તૈયાર છે વ્રત કે ઉપવાસ માં ખાઈ શકાય એવી ફરાળી નાનખટાઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here