ઉપયોગ આવે તેવી ઘરગથ્થુ 12 કિચન ટીપ્સ

0

બરણીમાં બારેમાસ અથાણું સાચવી રાખવા માટે, દૂધ ફાટી જાય તો તેનો ઉપયોગ શેમાં કરવો, ફળોનો સ્વાદ કુદરતી જળવાઇ રહે માટે, હેરડાઇ લગાડતી વખતે શરીર પર ડાઘ લાગે નહિ એ માટે

(1) તમારા વાળ પર હેરડાઇ (hair dry) લગાડતી વખતે શરીર પર અથવા તમારા કપડા પર તેના ડાઘ ઘણીવાર પડી જતા હોય છે તેવું ન થાય માટે હેરડાઇ લગાડતા પહેલા તમરી ગરદન પર વેસેલીન લગાવવું જોઈએ તેમજ ગરદન, કપાળ વગેરે ભાગ પર વેસેલીન લગાડી દેવાથી હેરડાઇ વેસલીન પર ચોટશે નહીં અને તમારી ત્વચા બગડશે નહિ . તેથી હેરડાઇના ડાઘા શરીર પર લાગશે નહીં.

(2) તમે તમારા વાળ પર મહેંદી લગાવો છો ત્યારે મહેંદીમાં સરખા પ્રમાણમાં હળદર ભેળવી જરૂરીયાત પ્રમાણમાં પાણી ઉમેરી પેસ્ટ બનાવી તમારા વાળમાં નાખવાથી તમારા વાળમાં મહેંદીનો રંગ સારો આવશે તેમજ હળદરથી તમારા વાળમાં થતા ખોડાથી પણ મુક્તિ મળશે. આમ મહેંદી સાથે હળદર ભેળવી ને જ નાખવી આમ એક સાથે બે ફાયદા થશે.

(3) પનીરને લાંબા સમય સુધી તાજું રાખવા માટે એક પ્લાસ્ટિકની થેલીમાં અંદરના ભાગમાં સરકો લગાડી વ્યવસ્થિત સાફ કપડાથી લૂછી નાખી તેમાં પનીર મુકવાથી પનીર લાંબો સમય સુધી તાજું રહે છે. પનીરની થેલી ફ્રિજમાં રાખવી. આમ કરવાથી પનીર લાંબા સમય સુધી તાજું રહે છે

(4) સાકર તથા ચોખા રાખ્યા હોય તે ડબાની આસપાસ અજમો ભરેલી પોટલી રાખવાથી ડબાની આસપાસ કીડી ફરકશે નહીં તેથી ચોખા કે સાકરમાં કીડી ચડવાની સમસ્યા નહીં થાય.

(5) ચહેરા પરથી ખીલના ડાઘ દુર કરવા માટે અડધો ગ્લાસ ગાજરના રસ કાઢી તેમાં અડધો કપ ટામેટા અને બીટનો રસ ભેળળી દરરોજ સવારે પીવાથી ખીલથી રાહત થાય છે અને ધીમે ધીમે છુટકારો મળે છે .અને ચહેરા પરની ઝાંય પણ દૂર થાય છે.

(6) ફળોને ફ્રીજમાં રાખવાથી ફળનો સ્વાદ બે સ્વાદ થઇ જાય છે આમ ફળોનો સ્વાદ કુદરતી જળવાઇ રહે માટે ફળોને ફ્રિજમાં રાખવા નહીં.બહાર જ રાખવા જોઈએ આમ ફળનો સ્વાદ યથાવત રહે છે

(7) ફણસીનું સૂકું શાક વધ્યું હોય તો તેમાં ગરમ મસાલો, આદુ-મરચાં થોડું સલણ, સાકર તથા લીંબુનો રસ નાખી બરાબર ભેળવી તેનું પૂરણ બનાવવું. અને મેંદા કે ઘઉંના લોટની કચોરી કે ઘૂઘરા બનાવી શકાય છે. આ જ રીતે ચોળીનું શાક વધ્યું હોય તો પણ આ રીતે કચોરીમાં ઉપયોગ કરી શકાય.

(8) કબજીયાતથી કાયમી છુટકારો મેળવવા માટે નયણે કોઠે દરરોજ હુંફાળું પાણી પીવાથી કબજિયાતથી રાહત થાય છે. (9) તમારા દાંતને મજબુત કરવા માટે તમે જાત જાતના ટુથ પેસ્ટ વાપરી લીધા હોય તો હવે કોઈ પ્રકારના ટુથ પેસ્ટ વાપરવાની જરૂર નથી પરંતુ મફતમાં મળતા આ દાતણ તમારા દાંતને ચમકાવી દેશે અને મજબુત પણ કરી દેશે કડવા લીમડાની ડાળીથી દાતણ કરવાથી દાંત મજબૂત થાય છે.

(10) મેથી સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે મેથી કડવી હોવાથી મેથીનું શાક અથવા ભાજી બોવ ઓછા લોકોને ભાવે છે આમ મેથીના પરાઠા બનાવીને ખાશો તો ખુબ સ્વાદિષ્ટ લાગશે મેથીના પરાઠા મુલાયમ બનાવવા માટે મેથીના પરાઠા બનાવતી વખતે લોટમાં દહીં નાખવાથી પરાઠા મુલાયમ બનશે.

(11) બરણીમાં બારેમાસ અથાણું સાચવી રાખવા માટે અથાણાં ભરવાની બરણીને બરાબર ધોઇ નાખવી ત્યારબાદ બરણી બરાબર કોરી કરી તડકામાં એકાદ-બે દિવસ સુકવવી . જેથી બારમાસી અથાણાં બગડે નહીં. અને તાજું રહેશે

(12) જયારે તમારું દૂધ ફાટી જાય અથવાતો બગલી જાય તો તમે ફેકશો નહિ તેમાંથી તમે આ બે વસ્તુ બનાવી શકશો એક તો પનીર અને ફાટેલા દુધના પાણીમાંથી ચાંદીના વાસણ અને ઘરેણા સાફ કરવા માટે ફાટેલા દૂધના પાણીને ફેંકવું નહીં. તેનાથી ચાંદીના વાસણ કે ઘરેણાં સાફ કરવાથી તે ચમકીલા થશે. અથવાતો પનીર બનાવી શકશો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here