દરેક મહિલાઓને કામમાં આવે તેવી 12+ ટિપ્સ અને ટ્રિક્સ

ગોડની ચાસણી તળિયે ચોંટે નહીં એ માટે આટલું કરો ગોળની ચાસણી બનાવતી વખતે વાસણમાં પહેલા  ઘીનો હાથ લગાડવાથી ચાસણી ચોંટશે નહીં. 

દહીં વડા પોચા અને મુલાયમ બનાવવા માટેની ખાસ ટીપ્સ દહીં વડા બનાવતી વખતે અદડની દાળની પેસ્ટમાં થોડો રવો ભેળવીને ફીણીને વડા ઉતારવાથી વધુ મુલાયમ થાય છે. 

પરાઠાને સ્વાદિષ્ટ અને નરમ બનાવવા માટે આટલું જરૂર કરજો પરાઠા બનાવવાના લોટમાં એક બાફેલું બટાટુ ઉમેરી દેવાથી  પરાઠા સ્વાદિષ્ટ થાય છે. 

બટાકાના ભજીયા સ્વાદિષ્ટ બનાવવા માટે બટાકાના ભજિયા પર ચાટ મસાલો ભભરાવીને ખાવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે. પકોડી બનાવતી વખતે ચણાના ઘોળમાં એરક ચપટી આરા લોટ ભેળવી દેવાથી પકોડી ક્રિસ્પી થાય છે. 

વાળને સફેદ થતા અટકાવવા માટે કાળી કલર નાખવાની બદલે આટલું કરો વાળ સફેદ થતાં અટકાવવા માટે મહેંદી, અરીઠાં, શિકાકાઇ, આમળાં અને મુલતાની માટીના મિશ્રણની પેસ્ટ વાળ પર લગાવો. સુકાયા બાદ વાળ ધોઇ નાખો.

તુલસીના પાન અને મરીને ચાવીને ખાવાથી તાવ મટે છે. ખીલ, ચામડી પરના ડાઘ પર લીલી હળદરનો લેપ કરો. સુકાયા બાદ મોં ધોઇ નાખો. આનાથી ચહેરો સ્વચ્છ બની ખીલી ઊઠશે.

તાવ પછી આવતી અશક્તિને દૂર કરવા બે ચમચી જીરાને રાત્રે અડધા કપ પાણીમાં પલાળી રાખી સવારે તેમાં બે ચમચી ખાંડ નાખીને પીવો. અવાજ બેસી ગયો હોય ત્યારે ગરમ પાણીમાં હીંગ નાખીને પીવાથી અવાજ ખુલી જાય છે.

કોઈ રીતે બંધ ન થતી હેડકીને બંધ કરવા માટે મૂળાનો રસ પીવાથી વારંવાર આવતી હેડકી થોડા સમયમાં બંધ થઇ જાય છે. શેરડીનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.

રાત્રે કાંદા કે કાંદાનું રાયતું ખાવાથી સરસ ઊંધ આવે છે. અવાજની શુદ્ધતા અને ચહેરાની માંસલતા વધારવા તલના તેલના કોગળા કરવા.

વધુમાં આ પણ વાંચો:

Leave a Comment