દરેક મહિલાઓને કામમાં આવે તેવી 14+ રસોઈ ટિપ્સ

0

દાળ અને સંભારનો સ્વાદ વધારવા માટે આટલું કરો દાળ કે સંભાર બનાવતી વખતે તેમાં બે-ત્રણ લવિંગ નાખશો તો દાળ લાંબા સમય સુધી બગડશે નહીં અને તેના સ્વાદ તથા સોડમમાં પણ વધારો થશે.

ભાતને સફેદ અને છુટા બનાવવા માટે ભાત રાંધતી વખતે તેમાં અડધું લીંબુ નીચોવી દેશો તો ભાત સફેદ અને છૂટો થશે.

મીણબત્તી લમ્બો સમય ચાલે એ માટે આટલું કરો મીણબત્તીને વાપરતાં પહેલાં થોડા કલાક રેફ્રિજરેટરમાં મૂકી દેશો તો તે લાંબા સમય સુધી પ્રકાશ આપશે.

જો તમને ચીકણા વાસણ સાફ કરવામાં કંટાળો આવે છે તો આટલું કરો વાસણ પણ સાફ થઈ જશે અને વાસણમાં ઘસડકા પણ નહિ થાય

ચીકણાં વાસણોને દવા પરનાં એલ્યુમિનિયમ ફોઇલથી સાફ કરવામાં આવે તો તે જલદી સાફ થઇ જશે. વળી તેનાથી વાસણો પર ઘસરકાં પણ નહીં પડે.

એક મોટાં ડિટર્જન્ટ સાબુને ચાર નાનાં ટુકડાંમાં કાપી, એક પછી એક ટુકડો વાપરવામાં આવે તો સાબુનો બગાડ નહીં થાય અને તે લાંબા સમય સુધી ચાલશે.

જો શાકમાં તેલ વધી ગયું હોઈ તો આ રીતે તેલ ઓછું કરો કોઇ ગ્રેવીમાં તેલ અથવા ઘી વધુ પડી ગયું હોય તો તેને થોડી વાર માટે ફ્રિઝ અથવા ફ્રિઝરમાં રાખી દેવાથી ગ્રેવી ઉપર તેલની પરત જામી જશે જેને સરળતાથી કાડી શકાય છે. 

સ્નાનના સાબુ ખલાસ થવા અને બિનુપયોગી થાય તો એ ટુકડાને સાંચવી રાખો. બે-ત્રણ ટુકડા ભેગા થયા બાદ તેને હુંફાળા પાણીમાં ઓગાલો અન એ પાણી લિકવિડ શોપની બોટલમાં ભરી દો અને તેને હેન્ડ વોશ તરીકે ઉપયોગમાં લો.

એક લીટર પાણીમાં આબળાન ાપાનને ઉકાળી આ પાણીથી દિવસમાં બે-ત્રણ વખત કોગળા કરવાથી મુખમાંના છાલામાં રાહત થાય છે.  

ફૂલના કુંડામાંથી જીવાત દૂર કરવા માટે ફૂલના કૂંડામાંથી જીવાત દૂર કરવા કાંદાને  છોલી પાણીમાં પલાળી તે પાણી છાંટવું.

ચાંદીને ચમકીલી બનાવવા માટે ચાંદીને ચમકીલી કરવા બાફેલા બટાકાના પાણીથી સાફ કરવી.

મોમાં વારંવાર ચાંદા પડે છે તો આટલું કરો મુખમાંના છાલાથી રાહત પામવા ચમેલીના પાન ચાવવા.

સાંધાના દુખાવા ચપટીમાં દૂર થશે આટલું કરો એરંડિયાના પાનને વાટી સાંધાના દુખાવા પર લગાડવાથી રાહત થાય છે.

ચોખા માં જીવાત નહિ પડે આટલું કરો ચોખામાં જીવાત ન પડે માટે ચોખા સાથે લીમડાના પાન રાખવા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here