ઉપયોગમાં આવે તેવી 14 કીચન ટીપ્સ

2

કરમાઈ ગયેલ કોથમીરને કલાકમાં તાજી કરવા માટે, પીતળના વાસણ ચમકાવવા માટે, કાચ પરના ડાઘ દુર કરવા, મરચાં સમારવાથી હાથમાં બળતરા થાય છે, સ્ટીલના વાસણ પરથી ડાઘ દુર કરવા માટે

(1) પીતળના વાસણ ચમકાવવા માટે અને ઝડપથી સાફ કરવા માટે લીંબુંની છાલથી પિત્તળના વાસણ સાફ કરવાથી પિત્તળ ચમકી ઉઠશે…………..અને પીતળના વાસણ સાફ કરવામાં વધુ સમય નહિ લાગે ઝડપથી સાફ થઇ જશે (2) ઘી બનાવ્યા બાદ તેનું કીટું ક્યારેય ફેંકી ન દેતાં તેમાં આમલીનું પાણી નાખી રસમ બનાવવાના માટેના ઉપયોગમાં લઇ શકાય અથવા તો કરીવાળા શાકમાં નાખવાથી પણ શાકનો સ્વાદ તથા શાકની સોડમ બમણી થઇ જશે. (3) તમે બ્તાતાની ચિપ્સ બનાવો ત્યરે ચિપ્સ સફેદ અને ક્રિસ્પી બનાવવા માટે પોટેટો ચિપ્સ બનાવતી વખતે તેમાં એક ચપટી ફટકડી ભેળવવાથી ચિપ્સ સફેદ બનશે.

(4) કરમાઈ ગયેલ કોથમીરને કલાકમાં તાજી કરવા માટે કોથમીર કરમાઈ ગઈ હોય અને તેને તાજી કરવા માટે આટલું કરો કોથમીરની ઝૂડી કરમાઇ ગઇ હોય તો તેને દાંડી તરફથી ગરમ પાણીથી ભીંજવવી કલાકમાં તાજી થઇ જશે………….. (5) કાચના ગ્લાસ અઠવાથી કોઇપણ કાચ પરના ડાઘ દુર કરી કાચને ચમકાવવા માટે આટલું કરો કાચ પરના ડાઘા દૂર કરવા તેને સરકાના પાણીમાં થોડી વાર ભીંજવીને ધોવા………….. આમ કરવાથી કાચ પરના ડાઘ દુર થશે અને કાચ ચમકી ઉઠશે (6) અજીર્ણની તકલીફ દૂર કરવા માટે ફૂદીનાનો રસ પાણીમાં ભેળવીને દરરોજ પીવાથી રાહત થાય છે. અને અજીર્ણની બીમારી દુર થાય છે

(7) દાળ-શાકમાં મીઠું વધુ પડી ગયું હોય તો ગભરાશો નહિ ખરાશ દુર કરવા માટે દાળ- શાકમાં લીંબુ નીચોવી દેવું જેથી ખારાશ ઓછી થઇ જશે. અને તમારી દાળ-શાકમાં મીઠું વધી જવાની સમસ્યા દુર થઇ જશે (8) ઈંડાને ૧૦ મીનીટમાં બાફવા માટે ઇંડાને ઉકળતા પાણીમાં બાફવાથી ૧૦ થી ૧૨ મિનિટમાં જ બફાઇ જશે………. (9) બાફેલા બટાકા વધ્યા હોય તો બગડે નહિ એ માટે તેને છાલ સાથે જ રેફ્રિજરેટરમાં મૂકી દેવાથી જલદી બગડતા નથી. અને સારા રહે છે  (10) ભેળ-સેવપૂરીવધારે સ્વાદિષ્ટ બનાવવા માટે ભેળ-સેવપુરી માં થોડા તળેલા સીંગદાણા અથવા તો ખારી સીંગ નાખવાથી ભેળ વધારે સ્વાદિષ્ટ લાગશે અને બધાને ભાવશે…….

(11) લોખંડના વાસણો સાફ કરવા ડિટર્જન્ટને બદલે મીઠાથી સાફ કરવાથી લોખંડના વાસણની ચમક ડલ નહિ પડે અને વ્યવસ્થિત સાફ થઇ જશે. (12) મરચા સુધારવાથી તમારા હાથમાં તીખાસ બેસી જાય છે તમારી ઘરમાં કોઈ નાનું બાળક હોય તો તમે મોટા ભાગે મરચા સુધારવાનું ટાળતા હોય છો અથવા તો હાથ તીખા થવાથી તમારા મોં પર હાથ અડાડવાથી તમારા મોં પર બળતરા થવા લાગે છે આથી મરચાં સમારતા પહેલાં આંગળી પર થોડું તેલ ચોપડી દેવાથી મરચાંથી હાથમાં બળતરા થતી નથી. (13) ફળ તથા ટામેટાંને રેફ્રિજરેટમાં ક્યારેય ન મુકવા રાખવા નહીં. તેનાથી ફળની કુદરતી સુગંધ નાશ પામે છે. અને સ્વાદ પણ બદલી જાય છે……… (14) સ્ટીલના વાસણ પરથી ચા-કોફીના ડાઘ અથવા કોઈ અન્ય ડાઘ દુર કરવા માટે સ્ટીલના વાસણ પર ચા-કોફીના ડાઘા દૂર કરવા મીઠાના પાણીથી સાફ કરવા. આમ સ્ટીલના વાસણ પરથી ડાઘ દુર થશે અને વાસણ ચમકી ઉઠશે

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here