જો તમે ટામેટાનો સૂપ ઘરે બનાવતા હોય અને સૂપનો સ્વાદ સારો આવે અને કલર પણ સારો આવે માટે શું કરશો? સૂપ બનાવતી વખતે આ ટીપ્સ follow કરશો તો તમારો સૂપનો સ્વાદ ક્યારેય બગડશે નહિ તો જનો સૂપ બનાવવાની સાચી રીત ટામેટાંના સૂપમાં એક ચમચી , લીંબુનો રસ મિક્સ કરવાથી સૂપનો સ્વાદ વધુ ખુબ સારો લાગશે.
તમે ઘરે દાળ ઢોકળી બનવો છો પરંતુ ઢોકળી એકબીજા સાથે ચોંટી જાય છે અને ઘરમાં કોઈને ભાવતી નથી પરંતુ આ રીતે ઢોકળી બનાવશો તો દાળ-ઢોકળીની ઢોકળી એકદમ છૂટી બનશે આથી દાળ-ઢોકળી બનાવતી વખતે ઢોકળીને કાચી ‘પાકી શેકીને દાળમાં નાખવાથી તે એકબીજાને ચોંટશે નહિ.
પુલાવ બનાવતી વખતે એકદમ છુટા છુટા બનાવવા માટે પુલાવ બનાવતી વખતે ચોખા અડધા ચડી જાય ત્યારે એક ચમચી ખાંડ નાખી
પાણી પૂરીને પૂરી ઘરે બનાવતી વખતે એકદમ ફૂલેલી બનાવવા માટે પાણીપૂરીની પૂરી બનાવતી વખતે ઝીણો રવાનો લોટ અને પીવાની સાદી સોડાથી લોટ બાંધવામાં આવે તો પૂરી એકદમ ફૂલેલી અને રેકડીની પૂરી જેવી જ બનશે
હવાઈ ગયેલા બિસ્કીટને ફરી તાજા કરવા માટે ચોમાસાની સિઝનમાં બિસ્કીટ હવાઈ જાય અને બિસ્કીટને ફરી તાજા કરવા માટે બિસ્કીટ પર દૂધ લગાવી ધીમા / તાપે ઓવનમાં રાખવાથી બિસ્કીટ કડક, તાજા અને કરકરા થશે. શાકની ગ્રેવી ઘટ્ ટકરવા માટે મસાલાની સાથે તેમાં થોડું છીણેલું નાળિયેર નાખવાથી શાક સ્વાદિપષ્ટ બનશે સાથે સાથે સાકની ગ્રેવી પણ ઘટ્ટ બનશે સાબુદાણાને બનાવતી વખતે ફૂલેલા બનાવવા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખો સાબુદાણાને બનાવતા પહેલાં એને દૂધમાં પલાળીને મૂકવાથી એ એકદમ ફૂલેલા બનશે.
સ્પ્રાઉટ્સને ફિઝમાં રાખતી વખતે તેમાં અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરો. સ્પ્રાઉટની સ્મેલ ફ્રિઝમાં નહીં ફેલાય. નુડલ્સને બાફી લીધા બાદ તેમાં ઠંડુપાણી નાખવામાં આવેતો નુડલ્સ એકબીજા સાથે ચોંટશે નહિ બચેલા ભાતને દહીં સોજી,મીઠું તથા ગરમપાણી નાખીને વાટી લો. હવે તેનાથી મજેદાર ઈડલી બની શકે છે.
કસ્ટર્ડનો સ્વાદ બગડે નહીં તે માટે કાયમ ક્સ્ટર્ડ પાઉડરને કાચા દૂધમાં ઓગાળો. પરાઠાને વધુ સ્વાદિષ્ટ અને ખુબ ટેસ્ટી બનાવવા માટે પરોઠાના લોટમાં બે ચમચી દહીંનું મોણ નાખવાથી પરોઠા વધારે નરમ અને સ્વાદ્િષ્ટિ બનશે.
જો શાકમાં મીઠું વધારે પડી ગયું હોય તો તેમાં લોટની ગોળી બાંધીને મૂકવાથી વધારા નું મીઠું શોષાઈ જરો. અને શાકમાંથી વધારાની ખારાશ દુર થશે બ્રેડની સ્લાઇસની કડક કિનારીઓ ફેંકી ન દેતાં, તેને છાયડાંમાં સૂકવીને તેના પાઉડરનો ઉપયોગ કટલેસ બનાવવામાં અથવા શાકના રસને ઘટ્ટ બનાવવામાં કરી શકાય છે. કોઈપણ જાતનાં ભજિયાં બનાવતી વખતે તેના ખીરામાં હિંગ અને અજમો નાખવાથી તે સ્વાદિષ્ટ તો બને જ છે તથા જલ્દી પચી પણ જાય છે.