October 18, 2021

આપણા રસોડામાં વપરાતા ઔસધના આયુર્વેદિક ઉપયોગ વિષે જાણો

લવિંગ: લવિંગ – વેદનાહર અવારનવાર પાતળા ઝાડા થતાં હોય તેમને લવિંગ નાખીને ઉકાળીને ઠંડું કરેલું પાણી આપવું . મરડો , ઝાડા , ઉદરશૂળ , આંકડી , ચૂંક આવવી , આફરો આ તકલીફોમાં લવિંગ ઉત્તમ છે . લવિંગમાં પેટની આંકડી – સ્પાઝમ , દમ – શ્વાસનો હુમલો વગેરે મટાડવાનો ગુણ છે . એટલે જ આધુનિક વિજ્ઞાન પણ લવિંગને ઉત્તમ “ એન્ટિસ્પાઝમોડિક ’ કહે છે . આયુર્વેદમાં તો લવિંગને વેદનાહર કહેવાયા જ છે . આ ગુણને લીધે જ દાંતના ડૉક્ટરો સડેલા દાંતના દુખાવામાં દાંત પર લવિંગના તેલનું પોતું – વાટ મૂકે છે . જો માથું દુખતું હોય તો કપાળ પર લવિંગ ચોપડવાથી તરત રાહત થાય છે . બે લવિંગ ચાવવાથી કફ – ઉધરસમાં રાહત થાય છે અને મોંઢાની દુર્ગધ મટે છે .

કાળીજીરી: ઔષધ કાળીજીરી આયુર્વેદિય ઔષષોમાં કાળીજીરી ’ એ એક ખૂબ જ ઉપયોગી ઔષધ છે . કાળીજીરી , એ કૃમિને મારતી નથી પણ કૃમિને મૂછિત કરીને મળની સાથે બહાર કાઢે છે અને એથી કૃમિ શરીરને નુકસાન કરતા બંધ થાય છે . કૃમિ , જીર્ણજ્વર , અશક્તિ , રક્તાલ્પતા , પેટ ફૂલી જવું , અજીર્ણ , અપચો , ગેસ , મંદાગ્નિ વગેરેમાં કાળીજીરી ખૂબ જ હિતાવહ છે . મોટી વ્યક્તિને પાથી અડધી ચમચી અને બાળકોને ચારથી પાંચ ચોખાભાર રોજ રાત્રે આઠથી દસ દિવસ લેવી . મધમાખી , ભમરી , કાનખજૂરો કે જીવજંતુ કરડે તો તે સ્થાન પર કાળીજીરી પાણીમાં લસોટીને લેપ કરવો . નળ ફૂલી ગયા હોય તો પા ચમચી કાળીજીરીનો ભૂકો એક કપ પાણીમાં ઉકાળો કરીને પીવો . તલના તેલમાં કાળીજીરી લસોટીને લગાવવાથી ખરજવું મટે છે .

સિંધાલુણ મીઠું: સિંધાલૂણ આપણે જેને સિંધાલૂણ કહીએ છીએ તેને આયુર્વેદમાં સંસ્કૃતમાં સિંધવ કહે છે . સિંધાલૂણ ખાણમાંથી કાઢવામાં આવે છે . એનો વર્ણ ઘણો જ શુભ – સફેદ હોય છે . તે બધાં જ ક્ષારોમાં શ્રેષ્ઠ છે . જ્યાં મીઠું ત્યાજ્ય – વર્ય હોય ત્યાં સિંધાલૂણ થોડું આહારમાં આપવું એ પથ્થકર છે . સિંધાલૂણ રુચિકર , કામશક્તિવર્ધક , આંખો માટે હિતકારી , અગ્નિદીપક , શુદ્ધ , સ્વાદુ , લઘુ , આહાર પચાવનાર , શીતળ , હૃધ , ત્રિદોષનો નાશ કરનાર છે . સિંધાલૂણ ઘી અથવા તલના તેલમાં મિશ્ર કરીને ચોળવાથી શીળસ બેસી જાય છે . તલના તેલમાં સિંધવ અને લસણ વાટીને નાખી , ગરમ કરી , ઠંડું પાડી તેના ટીપાં કાનમાં પાડવાથી કાનનો દુખાવો તરત મટે છે .

બાવચી : બાવચી આયુર્વેદના ગ્રંથોમાં બાવચીને સદ્દ ડાઘ ( લ્યુકોડર્મા ) ની ઉત્તમ દવા ગણાવી છે અને તેના ઉત્તમ પરિણામને લીધે જ સફેદ ડાઘ – કોઢના ઉપચારમાં હજારો વર્ષોથી આપણે ત્યાં વપરાતી આવી છે . સફેદ ડાઘના તો કેટલાય આયુર્વેદીય ઔષધો છે , પરંતુ આ ઔષધોના ઉપચારમાં પ્રયોગ વખતે તેની સાથે બાવચી તો હોવાની જ . બાવચીનો ખાવામાં અને લગાડવામાં એમ બંને રીતે ઉપયોગ થાય છે . સફેદ કોઢના દર્દીએ પાથી અડધી ચમચી બાવચીનાં બીજ અને એક ચમચી કાળા તલ ભેગા ખાંડી સવાર – સાંજ ખાવા અને બાવચીનું તેલ સફેદ ડાઘ પર લગાડીને સવારના તડકામાં અડધો કલાક બેસવું . આનાથી સફેદ ડાઘ પર દાહ થાય તો ગાયનું ઘી લગાડવું .

હળદર: હળદર આયુર્વેદમાં હળદરને ઉત્તમ કફદન કહી છે . કફન એટલે કફનો નાશ કરનાર . શ્વાસનળીઓ અને નાકની અંદરની શ્લેષ્મ – ચીકણી ત્વચામાંથી વધારે પડતી શ્લેષ્મ – કફ આવે છે ત્યારે મધ સાથે હળદર ચટાડવાથી આ શ્લેષ્મ ત્વચા રુક્ષા બને છે . એટલે કફનો સ્ત્રાવ ઓછો થાય છે . આપણે ત્યાં હજારો વર્ષોથી કફના રોગો જેવા કે શરદી – સળેખ , લૂ – કફજ જવ , ઉધરસ વગેરેમાં ગરમ દૂધમાં હળદર નાખીને પીવાની પરિપાટી ચાલી આવે છે તે શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક જ છે . કોરોના અને સ્વાઈન ફ્લેમાં પણ તે ફાયદાકારક છે . પ્રમેહમાં આ જ હળદર આમળાના રસ સાથે પીવાથી લાભ આપે છે અથવા આમળા અને હળદરનું સરખા ભાગે બનાવેલું ચૂર્ણ પણ લઈ શકાય .

રાઈ: રાઈ સંસ્કૃતમાં એને રાજિકા કહે છે . આપણા રસોડામાં રાઈનો સમાવેશ કરાયો છે અને દાળ – શાકના વઘારમાં ખાસ ઉપયોગ કરાય છે . આ ઉપરાંત રાયતાં , અથાણાં વગેરેમાં પણતેનો ઉપયોગ થાય છ . જે ખૂબ જ શાસ્ત્રીય અને આરોગ્યપ્રદ છ . રાઈ જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર અને આહારનું ઉચિત પાચન કરાવનાર છે . તે કફ તથા વાયુને હરના , તીક્ષ્ , ગર , રક્તપિત્તક , કુષ્ઠ , ખંજવાળ, શીળસ, કૃમિ , મંદાગ્નિ , અરુચિ , પેટનો ગેસ – આફરો વગેરેને મટાડનાર છ . રાઈ અને નમકનો લેપ કરવાથી મચકોડનો દુખાવો અને સોજો મટે છે. ગરમ પાણીમાં રાઈ નાખી કોગળા કરવાથી દાંતનો દુખાવો મટે છે .

આદુ: આદું આદુંને આયુર્વેદમાં આર્દક , શૃંગવેર , કટુભ અને આર્દિકા કહે છે . આદું આંતરડામાં ચોંટેલા મળને તોડનાર , પચવામાં ભારે , તીક્ષ્ણ , ઉષ્ણ , જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર , તીખું પણ પચી ગયા પછી તે મધુર ભાવમાં પરિણમે છે . તે રુક્ષ તથા વાયુ અને કફ્ત નષ્ટ કરે છે . જમતા પહેલાં આદુંના ટુકડા સિંધવ સાથે ખાવા ખૂબ હિતાવહ છે , કારણ કે આદું ભૂખ લગાડનાર અને આહાર પર રુચિ ઉત્પન્ન કરાવનાર છે . આદુંના ટુકડા મધ સાથે ચૂસવાથી ગળાની જીભ – મુખની શુદ્ધિ થાય છે . નાગરવેલના પાન પર આદુંના ટુકડા , હળદરના ટુકડા , તુલસીનાં પાન અને મધ મૂકી બીડું બનાવી ખૂબ ચાવીને ખાવાથી કફ્તા રોગો મટે છે .

લસણ: લસણ આયુર્વેદનાં ગ્રંથોમાં લસણના કેટલાક નામ આ પ્રમાણે છે . લશુન , રસોન , ઉગ્રગંધ , મહીષધ અર્થાત્ મહાન ઔષધ , અરિષ્ , મ્લેચ્છકં , યવનેષ , રસોનક વગેર . આયુર્વેદમાં લસણને ધાતુવર્ક , વીર્યવર્ધ , સ્નિગ્ધ , ઉષ્ણ , આહારને પચાવનાર , મળને સરકાવનાર , કંઠના અને કહ્ના રોગોમાં હિતાવહ , પિત્ત અને લોહીને વધારનાર , શરીરમાં વૃદ્ધિ – મેધા અને બળ તથા નેત્રજ્યોતને વધારનાર છે . આયુર્વેદના તમામ ગ્રંથોમાં લસણને ઉત્તમ રસાયન કહ્યું છે . સાંધાનો વા , હૃદયરોગ , રસોળી , ગાંઠો, સોજો, મંદવર, કમરનો દુખાવો , કબજિયાત , મળની દુર્ગધ , ગેસ , આફ્રો , શરીરની જડતા, અરુચિ , ઉધરસ, મસા, કૃમિ, દમ, ક્ષય વગેરે અનેક રોગોમાં વપરાય છે .

તજ: પાતળી તજ ઉત્તમ ગણાય છે. તે તીખી, મધુર, કડવી, સુગંધીદાર, વીર્યને વધારનાર, શરીરનો રંગ સુધારનાર તેમ જ વાયુ, પિત્ત, મુખણુષ્કતા અને તરસ મટાડનાર છે. તેની અતિશય વધારે માત્રા નપુસંકતા લાવે છે. પા ચમચી તજનું ચૂર્ણ સવાર-સાંજ પાણી સાથે લેવાથી અજીર્ણ, ઊલટી, પેટની ચૂંક, આફરો વગેરે પેટનાં દર્દી મટે છે. ગર્ભાશયનું સંકોચન કરનાર હોવાથી પ્રસૂતિ પછી હિતકારી છે. તમાલપત્ર એ મધુર, ગરમ, તીક્ષણ, ઉત્તેજક, વાતહર અને પચવામાં હલકાં છે. તમાલપત્ર કફ, વાયુ, હરસ, ઊલટી-ઊબકા, અરુચિ અને સળેખમ મટાડે છે. એ સર્વ પ્રકારના કફરોગો, અજીર્ણ, અપચો, પેટનો દુ:ખાવો અવાર-નવાર થતા ઝાડા વગેરે પાચનતંત્રના રોગો દૂર કરે છે. પ્રસૂતિ પછી ગર્ભાશયમાં કોઈ દોષ રહી ગયો હોય તો તમાલપત્ર અને એલચીદાણાનું સમભાગે બનાવેલ ચૂર્ણ અડધી અડધી ચમચી સવાર-સાંજ લેવાથી મટે છે. તલ કાળા, સફેદ અને રાતા એમ ત્રણ પ્રકારના થાય છે. એમાં કાળા તલ શ્રેષ્ઠ ગણાય છે. બધા જ પ્રકારના તલ મધુર, તીખા, કડવા, તુરા, સ્વાદિષ્ટ, ચીકણા, ગરમ, કફ અને પિત્ત કરનારા, બળ આપનારા, વાળ માટે હિતકર, ધાવણ વધારનારા, બુદ્ધિપ્રદ, દાંત માટે હિતકારી તેમ જ મળને બાંધનારા છે. વહેલી સવારે એકાદ મુઠ્ઠી તલ ચાવીને ખાવાથી દાંત એવા મજબૂત બને છે કે લાંબા સમય સુધી હલતા, દુ:ખતા કે પડતા નથી.

1 thought on “આપણા રસોડામાં વપરાતા ઔસધના આયુર્વેદિક ઉપયોગ વિષે જાણો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *