ઉપયોગમાં આવે તેવી 16 કિચન ટીપ્સ

8

 (1) તમે બટાકા બાફો ત્યારે તેનો રાગ બદલાઈ જાય છે અને કાળાશ પર થઇ જતો હોય છે આમ બટાટા બાફો ત્યારે તેનો ર્નાગ બદલાઈ નહિ અને યથાવત રહે એ માટે આ નુસ્ખો જરૂર અજમાવજો બટાકાને બાફયા પછી તેનો રંગ થોડો શ્યામ થઈ જાય છે . બટાકા બાફતી વખતે તેમાં લીંબુના રસમાં થોડાં ટીપાં ઉમેરવાથી બટાકાનો સફેદ રંગ જળવાઈ રહેશે .

(2) ચણાના લોટના પકોડાને સ્વદીસ્ત બનાવવા માટે શું કરવું બસ આટલું વસ્તુ તે ઉમેરવાની છે તમારા પકોડા એકદમ ટેસ્ટી બનશે ચણાના લોટના પકોડા સ્વદિષ્ટ બનાવવા માટે તેમાં ઝીણી સમારેલી મેથી અને થોડુ લસણ નાખો .(3) ઢોકળા કે ઈદડાંનો સ્વાદ વધારવા તેને બાફવા મુકતા પહેલા તેના પર સાંભાર મસાલો ભભરાવો .આથી સ્વાદ બમણો થઇ જશે

(4) બજારમાં મળે એવા નાયલોન ખમણ એકદમ સોફ્ટ અને ફુલાય એ માટે ચણાની દાળના ખમણ નરમ બનાવવા તેમા બનાવતી વખતે લેમન ફ્રુટ સોલ્ટ નાખો આમ કરવાથી ખમણ એકદમ બજાર જેવું જ બનશે. (5) કોઈપણ લોટની વાનગી બનાવતી વખતે તેમા ગરમ – ગરમ ઘી – તેલનું મોણ નાખશો તો વાનગી વધુ સ્વાદિષ્ટ બનશે .

(6) ઘરે મલાઇમાંથી ઘી બનાવતી વખતે તેમાં થોડું પાણી છાંટી દો , ધી ખુબ સારુ બનશે . ઘીમાં વાસ પણ નહિ આવે (7) ભરેલા કેપ્સિકમ જલ્દી અને ઓછા તેલમાં બનાવવા હોય તો તેને બનાવતા પહેલા અડધો કલાક ગરમ પાણીમાં રહેવા દો . આથી કેપ્સીકમ તેલ વધારે નહિ પીવે

(8) ઢોકળાને નરમ બનાવવા તેમા આથો આપતી વખતે મલાઈ મિક્સ કરશો તો ઢોકળા પોચા બનશે . અને એકદમ ફૂલશે

(9) રસોઇ બનાવ્યા બાદ રસોડામાં ફિનાઇલનું પોતુ કરવું જોઈએ . જમવા ડાઇનિંગ ટેબલ પર બેસો કે જમીન પર , જમ્યા પછી તે ચાન પર ફિનાઇલનું પોતું જરૂર લગાવવું આવુ કરવાથી માખીઓ થતી નથી અને સ્વસ્થ રહે છે તમારું ઘર . (10) તમે રસોડામાં રોજ વાપરતા હોય તેવા ઈલેક્ટ્રોનિ ક ઉપકરણો જેવા કે મિક્સર , ઓવન , ઈલેક્ટ્રીક સગડી વગેરે વપરાશ પછી તરત પ્લગથી અલગ કરીની લૂંછી તેને જગ્યા એ મુકી દેવા . આવી વસ્તુઓની સફાઇ ન થતા તેન પર ડાધ પડશે કે પછી તેના પર વંદા કે કીડીઓ થશે .

(11) તમે જયારે નાસ્તો બનાવતા હોય અને તેલમાં તળવા નાખો ત્યારે તેલમાં ઉભરો આવે છે આમ કોઇ પણ વસ્તુ તળતી વખતે તેલમાં ઊભરો આવે તો આમલી નાખવી. આમ કરવાથી ઉભરો નહિ આવે (12) બાળકના દૂધની શીશી ધોવા માટે બાટલીમાં ઠંડુ પાણી તથા બે ચપટી સોડા નાખી ખૂબ હલાવવું. આથી બોટલ સરસ સાફ થઈ જશે અથવાતો તમારી પાસે રેતી હોય તો રેતી પણ શીશીમાં નાખીને શીશી સાફ કરી શકો છો

(13) રસોઇ બનાવતી વખતે કે જમતી વખતે જમીન પર કે ડાઇનિંગ ટેબલ પર ઢોળાયુ હોય તો તરત જ લૂછી નાખવું (14) બિસ્કિટ , સુકા નાસ્તા વગેરેના પેકેટને હવાચુસ્ત ડબામાં રાખવા જોઈએ અને ડબા કિચન કેબિનેટમાં રાખવા જોઈએ . જેથી ઝીણા ઝીણા વાંદા કે જીવડાં તેના પર ફરશે નહીં . (15) શાક અને ફળને સમારીને તેની છાલ કચરાપેટીમાં નાખવી જેથી કિચન સાફ રહે અને તેના પર મચ્છર – માખી બેસે નહીં .

(16) કિચનની રોજની વસ્તુઓના ડબ્બા વસ્તુ ખલાસ થાય ધોઇને તાપમાં સુકવી લેવી એકવાર પછી જ તેમાં વસ્તુ ભરવી . આમ કરવાથી દરેક ડબા વારાફરતી સાફ થઈ જશે . (16) રસોડા કે કિચન પ્લેટફોર્મ ધોવા માટે સારી ગુણવત્તાવાળો સાબુ કે પાવડર વાપરવો જેથી વાસણોમાં તે ચોંટે નહી આમ કરવાથી પાવડર વાસણમાં ચોંટશે નહિ આપણને ખાવામાં આવશે નહિ

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here