ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • મોડર્રન કિચન બનાવવા માટે કિચન ટીપ્સ | રસોડામાં કિચન ની ડિઝાઇન | રસોઈ ટીપ્સ | કિચન ટિપ્સ

    રસોડું કેવી રીતે ડિઝાઇન કરવું, રસોડામાં ફર્નિચરની ડીઝાઇન કેવી હોવી જોઈએ, વાસ્તુ શાસ્ત્ર મુજબ રસોડું ની ગોઠવણી કેવી હોવી જોઈએ તેની મહત્વની ટીપ્સ રસોડું (કિચન) ડિઝાઇન કરવું એ માત્ર દેખાવ માટે નહીં પરંતુ સુવિધા, સુરક્ષા અને રોજિંદા ઉપયોગ માટે ખૂબ મહત્વનું છે. નીચે હું તમને ત્રણ ભાગમાં સરળ રીતે સમજાવું છું: 🏡 1. રસોડું કેવી…

  • ઉપવાસના દિવસોમાં ખાય શકાય તેવી ફરાળી રેસીપી બનાવવાની રીત | ગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ

    ફરાળી પૂરી અને દહીંની ચટણી બનાવવાની રીત ફરાળી પૂરી બનાવવાની રીત 🧂 સામગ્રી 👩‍🍳 બનાવવાની રીત 👉 ગરમાગરમ ફરાળી પૂરી તૈયાર. 🥣 દહીંની ચટણી બનાવવાની રીત 🧂 સામગ્રી 👩‍🍳 બનાવવાની રીત 👉 ટેસ્ટી ફરાળી દહીં ચટણી તૈયાર. 💡 સર્વિંગ ટિપ: ગરમ ફરાળી પૂરી સાથે ઠંડી દહીં ચટણી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે — ખાસ કરીને…

  • પ્રેશર કૂકર સાથે સંબંધિત આ ટિપ્સ જે 99% લોકોને ખબર નહીં હોય

    પ્રેશર કૂકર સાથે સંબંધિત આ ટિપ્સ જે 99% લોકોને ખબર નહીં હોય કૂકરના ઢાંકણામાંથી ફીણ આવવું ઘણી વખત એવું બને કે પ્રેશર કૂકરમાં રસોઈ રાંધતી વખતે ઢાંકણમાંથી ફીણ નીકળવા લાગે છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ખાધપદાર્થો બનાવતી વખતે આવું વારંવાર થાય છે. કઠોળ અને ચોખા રાંધતી વખતે ઘણી વાર ફીણ નીકળે છે.…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles