આ છોડનુ દરેક અંગ દવા છે જાણો ખંજવાળ માટે તો સર્વ શ્રેષ્ઠ મનાય છે

0

આકડો એક વનસ્પતિ છે જેને મદાર પણ કહેવાય છે. આંકડાનો ક્ષુપ છત્તાદાર હોય છે અને એનાં પર્ણો વડનાં પાંદડાં સમાન જાડાં હોય છે. લીલાં સફેદ રુવાંટીવાળાં પાંદડાં પાકી જાય ત્યારે પીળા રંગનાં થઇ જાય છે. એનાં ફૂલ સફેદ નાનાં છત્તાદાર હોય છે. ફૂલ પર રંગીન પાંખડીઓ હોય છે, જેનો આકાર આંબાનાં પર્ણ જેવો હોય છે. ફળમાં નરમ, સુંવાળું, પોસું, રેશમી રૂ હોય છે. આંકડાની શાખાઓમાંથી દૂધ નિકળે છે. આ દૂધ વિષ તરીકે કાર્ય કરે છે. આકડો ઉનાળાના દિવસો દરમિયાન રેતાળ ભૂમિ પર થાય છે. ચોમાસાનાં દિવસો દરમિયાન વરસાદ વરસે ત્યારે તે સૂકાઇ જતો હોય છે.આંકડો સામાન્ય રીતે બે પ્રકારનો હોય છે. એક સફેદ ફૂલ વાળો અને બીજો આછા જાંબુડી રંગનાં ફૂલ વાળો.

આંકડાના મૂળને પાણીમાં ઘસીને લગાવવાથી નખનો રોગ મટી જાય છે. આંકડાના મૂળને છાંયડામાં સુકવીને પીસી લેવો અને એમાં ગોળ મેળવીને ખાવાથી શીત જ્વર શાંત થઇ જાય છે. આંકડાના મૂળ ૨ શેર વજન જેટલા લઇ એને ચાર શેર પાણીમાં ઉકાળો. જ્યારે અડધું પાણી રહી જાય ત્યારે આ મૂળ કાઢી લેવાં અને પાણીમાં ૨ શેર ઘઉં નાખી દેવા. જ્યારે ઘઉં બધું પાણી શોષી લે ત્યારે આ ઘઉં કાઢી લઇ સુકવી લેવા. આ ઘઉંનો લોટ દળીને આ લોટની બાટી અથવા રોટલી બનાવી એમાં ગોળ તથા ઘી મેળવી દરરોજ ખાવાથી ગઠિયા બાદ દૂર થાય છે. ઘણા દિવસોથી હેરાન કરતો ગઠિયાનો રોગ ૨૧ દિવસમાં મટી જાય છે. આંકડાના મૂળના ચૂર્ણમાં મરી પીસીને મેળવી અને ૨-૨ રતી વજનની ગોળીઓ બનાવવી. આ ગોળીઓ ખાવાથી ખાંસી દૂર થાય છે. આંકડાના મૂળની છાલના ચૂર્ણમાં આદુનો અર્ક તથા મરી પીસીને મેળવી અને ૨-૨ રતીની ગોળીઓ બનાવી આ ગોળીઓ લેવાથી હૈજાનો રોગ દૂર થાય છે. આંકડાની રાખમાં કડુઆનું તેલ મેળવીને લગાવવાથી ખંજવાળ મટી જાય છે.
યોગ્ય પધ્ધતિથી જો ઉપયોગ કરાય તો આંકડો ઉત્તમ ઔષધિ છે નહી તો માણસના મૃત્યુનું કારણ પણ બની શકે છે..

આયુર્વેદમાં તેનો ઝેરી વનસ્પતિ તરીકે ઉલ્લેખ કરાયો છે. તેનું સફેદ કલરનું દૂધ જેવુ પ્રવાહી ઝેરી હોય છે. તેનો સીધો જ ઉપયોગ કરવો જોખમી સાબિત થાય છે અને તે માણસના મૃત્યુનું કારણ પણ બની શકે છે. પણ જો આયુર્વેદમાં બતાવેલી પધ્ધતિથી નિષ્ણાંતો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે તો તો દમ, અસ્થમા સહિત વિવિધ પ્રકારની બીમારી માટે ઉત્તમ ઔષધિ તૈયાર થાય છે. પુરાણમાં કથા છે કે આંકડાનું સેવન કરવાથી મહર્ષિ ધૌમ્યના શિષ્ય ઉપમન્યુને અંધાપો આવી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here