આંબળાની કટકી અને આંબળાની ચટણી બનાવવાની રીત

0

આંબળા ની કટકી

  • 500g આંબળા
  • 500g સુગર
  • 1ટી સ્પૂન ઈલાયચી દાણા
  • 1/2 ટી સ્પૂન વાટેલી ઈલાયચી
  • 20 તાર કેસર
  • 5 નાના ટુકડા તજ
  • 6 લવિંગ
  • 7 દાણા મરીયા
  • 50ml પાણી
  • 1/2 સિંધવ મીઠું
  • 1ટી સ્પૂન સુંઠ પાવડર
  • 1/2 ગંઠોડા પાઉડર

રીત: આંબળા ના નાના ટુકડા કરી લો પછી અધકચરા બાફી લો (જેમ ઢોકળા બનાવીએ એમ) પાણી માં નથી બાફવાના બફાઈ જાય પછી થોડા ઠંડા પડવાદેવા હવે સુગર માં પાણી ઉમેરી 5 મીનીટ મધ્યમ તાપે ઉકાળો હવે એમ આંબળા ઉમેરો હવે 10 મીનીટ ઉકળવાદો હલાવતા રહેવું ચાસણી ના થઇ જાય એ જોતાં રહો બફાયેલા આંબળા માં બહુ પાણી નથી હોતું એટલે પાણી નો ભાગ બળતા વાર નથી લાગતી ગેસ બન્ધ કરી તરત બધો મસાલો ઉમેરી દેવાનો ઠંડુ થાય એટલે કાચની જાર માં ભરી લેવું.શિયાળા માં હેલ્થી અને ટેસ્ટી પણ ઉપવાસ માં પણ રાજગરાની પુરી સાથે મસ્ત ટેસ્ટી લાગે છે.

Aamla chatany આંબડાની ચટણી

  • સામગ્રી:
  • ૩ થી ૪ આંબળા
  • ૨ થી ૩ મરચા
  • ૧ કપ ધાણા ભાજી
  • ૫ થી ૭ કળી લસણ
  • આદુ નો ટુકડો
  • ૧ ચમચી લીંબુ નો રસ
  • સ્વાદ અનુસાર મીઠું
  • ૧/૨ ચમચી સંચળ
  • ૧ ચમચી સેકેલ જીરૂ પાઉડર
  • ૧/૪ ચમચી હિંગ

રીત : આંબળા ના ટુકડા કરો. મિકસર જર માં આંબળા,લીલા મરચા,લસણ આદુ નો ટુકડો,ધાણા ભાજી,લીંબુ નો રસ,મીઠું,સંચળ,જીરૂ પાઉડર,હિંગ નાખી ગ્રાઈન્ડ કરો.આંબળા ની ચટની તૈયાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here