(1) લસણની 5 ગ્રામ કળીઓ ઘીમાં તળીને રોજ ભોજન પહેલાં ખાવાથી આમવાત પર ફાયદો થાય છે. (2) 100 ગ્રામ ખજુર પલાળી રાખી, મસળી, ગાળીને પાવાથી આમવાત પર ફાયદો થાય છે. (3) આદુનો 10 ગ્રામ રસ અને લીંબુના 10 ગ્રામ રસમાં 1.5 ગ્રામ સિંધવ મેળવી સવારે પીવાથી આમવાત મટે છે.
(4) એક સારી સોપારી રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે વાટી, જૂની આમલીનો જાડો કલ્ક કરી તેમાં વાટેવી સોપારી મેળવી ગોળી કરી ગળી જવાથી અને ઉપરા-ઉપરી થોડું ગરમ પાણી પાવીથી રેચ લાગી આમવાત મટે છે. (5) એરંડાનું મગજ અને સૂંઠ સરખા ભાગે લઇ તેમાં તેટલી જ ખાંડ નાંખી ગોળીઓ બનાવી આમવાતમાં સવારે લેવાથી ફાયદો થાય છે. (6) દર ચાર કલાકે લીંબુનો 60-60 ગ્રામ રસ આપવાથી આમવાત મટે છે.
(7) મેથી અને સૂંઠનું 4-4 ગ્રામ ચૂર્ણ સવાર-સાંજ ગોળમાં મેળવીને થોડા દિવસ સુધી લેવાથી કબજિયાત દૂર થાય છે અને યકૃત બળવાન બને છે. (8) મોટા કાચા પપૈયા પર ઊભા ચીરા કરી, તેમાંથી ટપકતું દૂધ ચિનાઇ માટીની રકાબી કે પ્યાલામાં ઝીલી લેવું. તેને તરત જ તડકામાં સૂકવી સફેદ ચૂર્ણ બનાવી સારા બૂચવાળી કાચની શીશીમાં ભરી લેવું. આ ચૂર્ણના સેવનથી આમવાત અને આંતરડાના રોગો મટે છે. એનાથી અપચો અને અમ્લપિત પણ મટે છે.
(9) આમવાતમાં સાધેસાધામાં સોજો આવે છે. ગૂમડુ પાકતું હોય તેવી વેદના થાય છે. આજે એક સાંધામાં તો કાલે બીજામાં, કોઇને એકમાં તો કોઇને સર્વ સાંધામાં દૂ:ખાવો થાય છે. એના ઉપાય માટે ધાણા, સૂંઠ અને એરંડાના મૂળ સરખા વજને લઇ અધકચરા ખાંડી બાટલી ભરી લેવી. બે ગ્લાસ પાણીમાં એક ચમચી ભૂકો નાખી બરાબર ઉકાળવું. જ્યારે એક કપ જેટલું બાકી રહે ત્યારે ઉતારી, ઠંડુ પાડી, ગાળીને પી જવું. આ ઉકાળો સવાર-સાંજ એકાદ મહિનો પીવો જોઇએ.
(10) રોજ સવારે 100 ગ્રામ પાણીમાં 2 ગ્રામ સૂંઠનુ ચૂર્ણ નાખી ધીમા તાપે ઉકાળી એક મોટો ચમચો દિવેલ નાખી હલાવીને નરણા કોઠે પા જવાથી આમવાતમાં ફાયદો થાય છે. (11) નગોડનાં પાનને વરાળથી બાફી તેનો રસ કાઢી દિવેલ સાથે લેવાથી આમવાત મટે છે.
(12) સિંહનાદ ગૂગળ હરડે, બહેડાં અને આમળાં દરેક 120 ગ્રામને અધકચરાં ખાંડી દોઢ લીટર પાણીમાં ઉકાળો કરી ગાળી તેમાં 40 ગ્રામ ગંધક અને 160 ગ્રામ દિવેલ (એરંડિયું) ઉમેરી ગરમ કરી પાક બનાવવો. ગોળી બની શકે તેવો પાક થાય એટલે ચણાના દાણા જેવડી ગોળીઓ વાળવી. એને સિંહનાદ ગૂગળ કહે છે. બે-બે ગોળી સવાર-સાંજ લેવાથી આમવાત સહિત બધા જ વાયુના રોગો, ઉદરરોગો વગેરે મટે છે.