પેટના રોગો, ગેસ, ગરમી, દુખાવાથી રાહત મેળવવા માટે ઘરેલુ ઉપચાર વાંચો અને શેર કરો

પેટના રોગો : ( ૧ ) નાની એલચીનો પાઉડર દુધ કે પાણીમાં ઉકાળી સવાર – સાંજ હુંફાળું પીવાથી કબજિયાત . અપચો , ગેસ , એસિડીટી વગેરે પેટના તમામ રોગો મટે છે . ( ૨ ) કબજિયાત , અપચો , ગેસ ટ્રબલ , મરડો વગેરે પેટની કોઈપણ તકલીફમાં દરરોજ ઓછામાં ઓછું ૨૫૦ ગ્રામ પપૈયાનું સેવન કરવાથી રોગમુક્ત થવાય છે .

( ૩ ) ફુદીનાના તાજા રસનું મધ સાથે સેવન કરવાથી આંતરડાની ખરાબી અને પેટનાં દેદો મટે છે . ( ૪ ) તજ લેવાથી પેટની ચૂંક મટે છે . ( ૫ ) છાસમાં જવનો લોટ અને જવખાર મિશ્ર કરી , ગરમ કરીને ઠંડો પડ્યા પછી લેપ કરવાથી પેટની પીડા મટે છે . ( 6) ૫ ગ્રામ ફુદીનાનો રસ , ૫ ગ્રામ આદુનો રસ અને ૧ ગ્રામ સિંધવ મેળવી પીવાથી પેટનું શુળ મટે છે . પ્ર

માણિક માણસ કદી ગરીબ હોતો નથી . એ માણસ જાતનો સમ્રાટ છે . – બન્યું .

પેટ ફૂલી ગયેલું : ( ૧ ) પેટ ફૂલી ગયું હોય , શરીર શૂળ જણાતું હોય તો ૧ – ૧ ચમચી લીંડીપીપરનું ચૂર્ણ સવાર – સાંજ જાડી છાસ સાથે લેવું . ધીમે ધીમે ફરક પડશે .

( ૨ ) ૨૫૦ ગ્રામ ઉકળતા પાણીમાં ૧ ગ્રામ લવિંગનું ચૂર્ણ નાખી ગરમ ગરમ પાણી દિવસમાં ત્રણેક વખત પીવાથી ધીમે ધીમે ફૂલી ગયેલા પેટનો ઘેરાવો ઘટે છે .

પેટનો ગેસ : ( ૧ ) લવિંગ પાણીમાં ઉકાળી આઠમા ભાગનું પાણી બાકી રહે ત્યારે ગાળી પીવાથી અગ્નિમાંદ્ય , પેટનો ગેસ , પેટની ચૂંક , અજીર્ણ અને કોલેરામાં ફાયદો થાય છે . ( ૨ ) લીંબુના રસમાં વરિયાળી પલાળી ધીમે ધીમે ચાવીને નિયમિત ખાવાથી જમ્યા બાદ પેટ ભારે થવાની ફરિયાદ મટે છે ,

પેટની ગરમી : પેટની ગરમી હોય અને તેને લીધે પાચનતંત્ર પણ બરાબર કામ કરતું ન હોય તો ૧ ગ્લાસ પાણીમાં ૧ રામચી ગુલાબજળ નાખી હલાવીને દિવસમાં બે વાર પીવાથી પેટની ગરમી સમૂળી નષ્ટ થાય છે . પેટનો દુઃખાવો : ( ૧ ) ૫ – ૫ ગ્રામ આદુ અને ફુદીનાના રસમાં ૧ ગ્રામ સિંધવ નાખી પીવાથી પેટનું શુળ મટે છે .

( ૨ ) ૫૦૦ ગ્રામ પાકાં જાબું લઈ તેનો રસ કાઢવો . એને કપડાથી ગાળી છઠ્ઠા ભાગે બારીક વાટેલું સિંધવ મેળવવું . એને શીશીમાં ભરી મજબૂત બૂચ મારી એક અઠવાડિયા સુધી રાખી મૂકાવાથી જાંબુદ્રવ તૈયાર થાય છે . જાંબુદ્રવ ૫૦ – ૩૦ ગ્રામ દિવસમાં ત્રણ વાર પીવાથી ઉદરશૂળ મટે છે . |

( ૩ ) જો પિત્ત વગરનો પેટનો દુઃખાવો હોય તો રાઈનું ચૂર્ણ નાની પા ચમચી અને એક ચમચી સાકરનું ચૂર્ણ મિશ્ર કરી લેવાથી વાયુનું શમન થતાં ઉદરશુળ મટે છે .

( ૪ ) લસણ , ખાંડ અને સિંધવ સરખા ભાગે મેળવી , ચાટણ કરી , તેમાં બમણું થીજાવેલું ઘી મેળવી ચાટવાથી ઉદરશૂળ મટે છે . ( ૫ ) અજમો અને મીઠું વાટી તેની ફાકી લેવાથી પેટનું શૂળ મટે છે .

( 6) અજમો ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટની ચૂંક ) , મોળ , અજીર્ણ અને નળબંધ વાયુ મટે છે . ( ૭ ) આદુ અને લીંબુના રસમાં ૧ ગ્રામ મરીનું ચૂર્ણ નાખી પીવાથી ઉદરશૂળ મટે છે .

( ૮ ) એલચીનું ચૂર્ણ ૦ . ૭ ગ્રામ થી ૧ ગ્રામ અને શેકેલી હિંગ ૦ . 16 ગ્રામ લીંબુના થોડા રસમાં મેળવી લેવાથી ઉદરશુળ મટે છે .

( ૯ ) તજનું તેલ અથવા તજનો અર્ક લેવાથી ઉદરશુળ મટે છે .

બધા નિષ્ણાતોનો એક મત થાય , છતાં ખોટા હોઈ શકે – બનાર્ડ શો .

Leave a Comment