ચણાના અનેકગણા ફાયદા કમળો, માથાનો દુઃખાવો, રક્તપિત્ત, કફરોગ, પિત્તરોગ વગેરેમાં ફાયદાકારક છે

0

ચણા : ચણા ખૂબ પૌષ્ટિક છે . તે મીઠા , વાતકર , રોચક , લૂખા , હલકા , ઠંડા , ગડગડાટ કરનાર રંગ સુધારનાર અને બળવર્ધક છે . તે કમળો , માથાનો દુઃખાવો , રક્તપિત્ત , કફરોગ , પિત્તરોગ વાત વગેરેમાં ફાયદાકારક છે .

( ૧ ) રાત્રે પ૦ ગ્રામ ચણા કે ચણાની દાળ પલાળી સવારે નરણા કોઠે ખૂબ ચાવીને ખાવા , માત્ર એક મહિનાના પ્રયોગથી જ ખૂબ લાભ થશે . આ પ્રયોગ દરમિયાન બહુ ખાવું નહિ . વારંવાર કે આચરકુચર ખાવું નહિ . નહિતર ચણા પચશે નહિ અને ગેસ કરશે .

( ૨ ) કમળાના રોગમાં શેકેલા , બાફેલા કે પલાળેલા ચણા ખૂબ ચાવીને ખાવીથી તે દવાનું કામ કરે છે .

( ૩ ) કફવાળી ઉધરસમાં રાત્રે શેકેલા ચણા ખાઈ પાણી પીધા વગર સૂઈ જવાથી લાભ થાય છે . ( ૪ ) માથું દુઃખતું હોય તો શેકેલા ચણા ખાઈ ઉપર પાણી ન પીવું .

( પ ) રાત્રે પલાળેલા કે ફણગાવેલા ચણા કે ચણાની દાળ માત્ર દૂધ સાથે લેવાથી શરીર પુષ્ટ થાય છે , નબળાઈ દૂર થાય છે .

( 6 ) રાત્રે શેકેલા ચણા ખાઈ ઉપર દૂધ પીવાથી કફ દૂર થાય છે .

( ૭ ) ચણા ખાઈ ગરમ પાણી પીવાથી અવાજ ઊઘડે છે .

( ૮ ) ગોળ – ચણા ખાવાથી અવાજ ઊઘડે છે . ( પી .

( ૯ ) ગરમા ગરમ ચણા ખાવાથી દૂઝતા હરસનો રક્તસ્ત્રાવ મટે છે . ( ૧૦ ) ચણાને રાત્રે સરકામાં પલાળી રાખી સવારે ખાલી પેટે ખાવાથી કૃમિ , પેટનાં દર્દ તથા ઉદરશૂળ મટે છે .

( ૧૧ ) ચણાનો લોટ ચોળીને નાહવાથી પરસેવાની ગંધ તથા ખુજલી મટે છે . ( ૧૨ ) ચણાનો લોટ પાણીમાં પીસી મધ મેળવી લગાડવાથી અંડકોષનો સોજો મટે છે . .

કયઈ જવા કરતાં , ઘસાઈ જવું સારું – રિચાર્ડ કમ્બર લેન્ડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here