આલુ મટર મસાલા

આલુ મટર મસાલા
સામગ્રી

-1/2 અડધો કિલો વટાણા

-2 બટાટા સમારેલા

-2 ડુંગળી સમારેલી

-2 ટામેટાં સમારેલા

-1 ટીસ્પૂન આદું-લસણની પેસ્ટ

-2 લીલા મરચાં સમારેલાં

-11/2 ટીસ્પૂન લાલ મરચું પાઉડર

-11/2 ટીસ્પૂન ધાણાજીરું પાઉડર

-1/2 ટીસ્પૂન હળદર

-1/2 ટીસ્પૂન ગરમ મસાલો

-1 ટેબલસ્પૂન ઘી

-મીઠું સ્વાદાનુસાર

-તેલ જરૂર મુજબ

-કોથમીર

રીત

સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખીને સાંતળો. ડુંગળી એકદમ લાઈટ બ્રાઉન રંગની થાય એટલે તેમાં આદું-લસણની પેસ્ટ નાખઈને સાંતળો. લગભગ એકાદ મિનિટ સાંતળ્યા બાદ તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, થોડી કોથમીર, ટામેટાં અને લીલા મરચાં નાખીને બરાબર મિક્સ કરો. પેસ્ટમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમાં બટાટા અને વટાણાં નાખીને બરાબર મિક્સ કરીને પાંચથી દસ મિનિટ સુધી ઢાંકીને ચઢવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો. જો જરૂર લાગે તો થોડું પાણી છાંટો. વટાણાં અને બટાટા બંને ચઢી જાય ત્યાં સુધી ઢાંકીને ચઢવા દો. છેલ્લે ગરમ મસાલો અને ઘી નાખીને બરાબર મિક્સ કરીને એકાદ મિનિટ સુધી ચઢવા દો. હવે કોથમીરથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ આલુ મટર મસાલા સર્વ કરો.

Leave a Comment