- મગની દહીવાળી ચટપટી ખીચડી બનાવવાની રેસીપી અચૂક વાંચજો
- અને શેર કરજો
- સામગ્રી
- ૩/૪ કપ ઘટ્ટ દહીં
- મીઠું , સ્વાદાનુસાર
- ૧ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
- ૧ ટેબલસ્પૂન ઘી
- ૧ ટીસ્પૂન જીરૂ
- ૫ કડી પત્તા
- ૨ ટેબલસ્પૂન પીળી મગની દાળ , ધોઇને નીતારી લીધેલી
- ૧ કપ ચોખા , ૧૫ મિનિટ પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલા
- ૧/૪ ટીસ્પૂન હળદર
- મિક્સ કરીને કાંદા અને ટમેટાનું કચુંબર તૈયાર કરવા માટે
- ૧ કપ ઝીણા સમારેલા કાંદા
- ૧ કપ ઝીણા સમારેલા ટમેટા
- ૧ ૧/૨ ટીસ્પૂન જીરા પાવડર
- ૨ ટીસ્પૂન સાકર
- ૨ ટીસ્પૂન લીંબુનો રસ
- મીઠું , સ્વાદાનુસાર
- વિધિ
એક પ્રેશર કુકરમાં ચોખા, હળદર,પીળી મગની દાળ, મીઠું અને ૨ કપ પાણી મેળવી લો ત્યારબાદ સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો આ વાતનું ખ ધય્ન રાખજો.એક ઊંડા બાઉલમાં દહીં, લીલા મરચાંની પેસ્ટ અને ૧ ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી તેમાં ચોખા અને મગની દાળનું મિશ્રણ ઉમેરીને તેને સારી રીતે જેરી લીધા પછી બાજુ પર રાખો.એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ અને કડી પત્તા મેળવો.જ્યા રે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં ભાત-મગની દાળ-દહીંનું મિશ્રણ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.કાંદા અને ટમેટાના કચુંબર સાથે તરત જ પીરસો.