દાદીમાના આયુર્વેદીક ઘરેલુ ઉપચાર એકવાર અચૂક વાંચજો અને શેર કરજો

બે ગ્રામ મેથીનું ચૂર્ણ દહીં સાથે ત્રણ દિવસ લેવાથી પેટમાં ચૂંક આવતી હોય તો ફાયદો થાય છે .

ખજૂરનું શરબત પીવાથી પેટમાં થતી બળતરા ઓછી થઇ જાય છે .

દરરોજ રાત્રે નવશેકા પાણીમાં ચપટી મીઠું નાખીને પીવાથી આંખમાંથી નીકળતું પાણી બંધ થઇ જશે.

જાંબુના પાન ચાવવાથી મોમાંથી આવતી દુર્ગંધ દુર થાય છે .

અરડૂસીના પાન ખુબ ચાવીને તેનો રસ ગળે ઉતારવાથી મોમાં પડેલા ચાંદા મટી જશે .

પેઢા નબળા પડી ગયા હોય તો ફટકડીનો પાવડર ઘસવાથી પેઢા મજબૂત બને છે .

સતત હેડકી આવતી બંધ કરવા એક ગ્લાસ નવસેકું પાણી પીવો .

ઊંઘ બરાબર ના આવતી હોય તો રાત્રે સૂતા પહેલા હાથપગના તળિયે ઘી લગાવો ઊંઘ સારી આવશે.

પથરીની તકલીફ હોય તો મૂળાનો રસ પીવાથી અને એના પાન ખૂબ ચાવીને ખાવાથી 1-1/2 મહિનામાં પથરી ઓગળી જશે .

શરદી થઈ હોય તો થોડી ખજૂર ખાઈ ઉપર પાંચ ઘૂંટડા ગરમ પાણી પીવાથી રાહત થાય છે .

ખીચડી વધારે ખવાઈ ગઈ હોય તો બે ચપટી સીધાલૂંણ ખાવાથી જલ્દી પચી જશે .

અવાજ બેસી ગયો હોય તો જમ્યા પછી મરીનો પાવડર ઘી સાથે ચાટવાથી અવાજ ખુલી જાય છે .

કફની ખાંસી થઈ હોય તો હૂંફાળા પાણીની સાથે અજમો ખાવાથી ફાયદો થશે .

તુવેરના પાન બાળી તેની રાખ દહીંમાં મેળવી ચોપડવાથી ખસ, ખરજવું અને દાદર મટે છે.

વધારે ઉધરસ થઇ હોય તો મીઠાનો આખો ગાંગડો મોમાં રાખીએ તો ઉધરસ બિલ્કુલ બેસી જશે.

કેરીની સૂકાયેલી ગોટલીનું બારીક ચૂર્ણ કરી તેને શરીરે ચોળીને માટલાંના ઠંડા પાણીથી સવાર-સાંજ સ્નાન કરવાથી અળાઈ અને ગુમડા મટે છે .

દાડમના દાણાના એક કપ જેટલા રસમાં અડધી ચમચી મસૂરનો શેકેલો લોટ મિક્ષ કરી પીવાથી ઉલટી મટે છે.

કારેલાનો રસ સવાર-સાંજ પીવાથી તાવ અને કૃમિ બન્ને દૂર થાય છે.

નાગરવેલના પાનમાં બે લવિંગ મૂકીને ખૂબ ચાવીને ખાવાથી શ્વાસનળીનો સોજો ઉતરે છે .

સફરજનના રસમાં ખડી સાકર ભેળવીને પીવાથી સૂકી ઉધરસ મટી જાય છે .

રાઈના તેલમાં ડુંગળીનો રસ ભેળવી માલિશ કરવાથી સંધિવાનો દુઃખાવો મટે છે.

અજમાનું ચૂર્ણ અને સંચળ ખાવાથી કબજિયાત મટી જાય છે.

નવશેકું પાણી દર ત્રણ કલાકે પીવાથી અપચાના રોગમાં ઘણો ફાયદો થાય છે.

બે ચમચી કોથમીર પાણીમાં નાખી ઉકાળી લઇ એ પાણી પીવાથી મરડામાં થતા પેટના દુઃખાવામાં તરત જ લાભ થાય છે.

એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી આદુંનો રસ મેળવી કોગળા કરવાથી મોની દુર્ગંધ દુર થાય છે.

ઓછુ સંભળાતું હોય તો રોજ આદુંનો રસ અને મધ મેળવી,એમાં થોડું મીઠું મેળવી, આ મિશ્રણના બેથી ચાર ટીપાં કાનમાં નાખવાથી ઘણો ફાયદો થાય છે.

મરીનું ચૂર્ણ ઘી અને સાકરમાં લેવાથી ચક્કર આવતાં બંધ થાય છે .

પીપરીમૂળના ગંઠોડા અને ગોળ મેળવીને ખાવાથી ઊંઘ સારી આવે છે.

નિયમિત કરેલાનો રસ છાશ સાથે પીવાથી પથરી ઓગળીને નીકળી જાય છે.

મીઠા લીમડાના પાનને પાણી સાથે પીસી ગાળી પીવાથી હરસ-મસા મટે છે.

ફ્લુના તાવમાં 3 ગ્લાસ પાણી સાથે 1 લીંબુનો રસ દિવસમાં ચાર-પાંચ વાર પીવાથી ફ્લુનો તાવ ઉતરે છે.

કોઈ પણ જીવડું કરડી ગયું હોય તો ત્યાં હળદર ગરમ કરી ચોપડવાથી દુઃખાવો મટી જાય છે.

સરસિયાના તેલની માલિશ કરી આખા શરીરે ચોપડવાથી શરીર પર આવતી ચળ મટી જાય છે.

આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવીને પીવાથી પાચન ક્રિયા બળવાન બને છે.

એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ અને થોડી સાકાર ઓગાળીને પીવાથી પિત્ત દુર થાય છે.

મીઠું અને ખાવાનો સોડા મિક્ષ કરીને ઘસવાથી પીળા દાંત સફેદ થશે.

આ પણ વાંચો

ગરમ પાણીથી કે વરાળથી દાઝી જવાય તો તે ભાગ પર ચોખાનો લોટ ભભરાવવાથી રાહત થાય છે.

ગરમ પાણીમાં લસણનો રસ નાખી કોગળા કરવાથી ગળું સાફ થઇ જાય છે.

દિવસ દરમ્યાન ચાર-પાંચ ટામેટા ખાવાથી કે ટામેટાનો એક ગ્લાસ રસ વહેલી સવારે પીવાથી પંદર દિવસમાં હાથ-પગ અને સાંધાનો દુઃખાવો મટી જાય છે.

શેરડી ચૂસવાથી કે શેરડીનો તાજો રસ પીવાથી કમળાના દર્દીને રાહત મળે છે.

તાવ હોય ત્યારે પરસેવો વધારે થતો હોય, હાથ-પગ ઠંડા લાગતા હોય તો સૂંઠના ચૂર્ણને હળવે હાથે હાથ-પગના તળિયે લગાવવાથી રાહત મળે છે.

સફેદ ડુંગળી કચરીને સુંઘાડવાથી આંચકીમાં રાહત મળે છે…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles