દમ-શ્વાસની તકલીફ હોય તો કરો આ અકસીર ઉપાય
- દમનો હુમલો થયો હોય તો એક પાકું કેળું લઈ તેને દિવાની જયોત પર ગરમ કરી પછી તેને છોલીને મરીનો ભુકો ઉપર ભભરાવીને ખાવાથી આરામ થાય છે.
- ઘી સાથે દળેલી હળદર ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી દમમાં આરામ થાય છે.
- રોજ ગાજરનો રસ પીવાથી દમનો રોગ જડમૂળથી મટે છે.
- હળદર, મરી અને અડદ એ ત્રણેને અંગારા પર નાંખી ધુમાડો લેવાથી દમમાં તરત રાહત મળે છે.
- દસ પંદર લવીંગ ચાવીને તેનો રસ ગાળવાથી દમ મટે છે.
- દરરોજ થોડો ખજુર ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈ બહાર નીકળી જાય છે અને દમ મટે છે.
- બે ત્રણ સુકા ખજુર સવારે અને રાત્રે દૂધમાં ગરમ કરીને ખાવાથી કફનું પ્રમાણ ઘટે છે અને દમ મટે છે.
- નગરવલના પાનમાં બે રતીભાર જેટલી ફુલાવેલી ફટકડી ખાવાથી દમ મટે છે.
- અજમો ગરમ પાણી સાથે લેવાથી શ્વાસમાં રાહત થાય છે.
- પંદર વીસ મરી વાટી મધ સાથે રોજ ચાટવાથી શ્વાસ મટે છે.
- હળદર અને સુંઠનું ચુર્ણ મધ સાથે લેવાથી શ્વાસ મટે છે.
- ફુલાવેલી ફટકડી અને સાકર સરખે ભાગે લઈ દિવસમાં ચાર વખત અર્ધો તોલો જેટલો ફાકવાથી દમ મટે છે.
- આમળાનો રસ અઢી તોલામાં એક તોલો મધ અને તોલો પીપરનું ચુર્ણ મેળવી લેવાથી શ્વાસ મટે છે.
RELATED ARTICLE
લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો અપનાવો આ ટીપ્સ
નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા અપનાવો આ ટીપ્સ
એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા અપનાવો આ ટિપ્સ
કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા અપનાવો આ ટીપ્સ
પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો થતો હોય આ આર્ટીકલ વાચો