વડ કફ, પિત્ત, વ્રણ – ઘા, રતવા, દાહ ગર્ભાશય તથા યોનિરોગોનો નાશ કરે છે જાણો વડના અનેક ઉપાયો

વડનાં બધાં અંગો ઔષધરૂપે વપરાય છે . સંસ્કૃતમાં વડને વટ , ન્યગ્રોધ કે બહુપાદ કહે છે . વડ શીતળ , ભારે , ગ્રાહી , મળને બાંધનાર , વર્ણને સારો કરનાર અને તુરા રસને કારણે કફ , પિત્ત , વ્રણ – ઘા , રતવા , દાહ તથા ગર્ભાશય તથા યોનિરોગોનો નાશ કરે છે . વડની છાલ , પાન , વડવાઈ , ટેટા , દૂધ અને પાનમાં અંકુર ઔષધમાં ઉપયોગી છે . વડનું દૂધ વેદના – પીડા મટાડનાર અને ત્રણ રુઝવનાર છે . વડનાં કોમળ પાન કફનાશક અને છાલ મળને રોકનાર છે .

ઈસ્પિતાલો અને ડૉકટરો વધે તેવી સાચો સુધારો વધે છે એમ માનવાની જરૂર નથી . મહાત્મા ગાંધી

( ૧ ) અતિસાર – પાતળા ઝાડામાં વડની કોમળ વડવાઈઓ ચોખાના ઓસામણમાં સારી રીતે વાટી – લસોટી સાકર નાખી બે ચમચી માત્રામાં સવારે , બપોરે , અને રાત્રે લેવાથી અતિસાર મટી જાય છે . મળ સાથે ઝાડામાં લોહી પડતું હોય – રક્તાતિસાર હોય તો તે પણ મટી જાય છે .

( ૨ ) મૂત્રમાર્ગના રક્તસ્ત્રાવમાં પણ આ ઉપચાર સારું પરિણામ આપે છે . ( ૩ ) વડનાં પાકાં લાલ ફળ ( ટેટા ) બીજ સહિત ખાવાથી સારી શક્તિ મળે છે .

( ૪ ) હાડકું વધ્યું હોય , રસોળી વધી હોય તો વડનું દૂધ , કઠ ( ઉપલેટ ) અને સિંધવ ચોપડી ઉપર વડની મૂકી પાટો બાંધી રાખવો . ૧૦ થી ૧૫ દિવસમાં વધેલું હાડકું બેસી જશે . ગાંઠ હશે તો ઓગળી જશે . ( ૫ ) વડની કોમળ ટીશીઓ – નવા અંકુર અને મસૂરની દાળ દૂધમાં ખૂબ લસોટી – વાટીને લગાવવાથી મોં પરના ડાઘ મટે છે .

( ૯ ) વડની ટીશીઓ રોજ ગાયના દૂધમાં લસોટી પીવાથી સ્ત્રીને ગર્ભસ્થાપન થાય છે . આ પ્રયોગ પુષ્ય નક્ષત્રમાં કરવો હિતાવહ છે . વડની ટીશીઓ ઉત્તમ ગર્ભસ્થાપન છે . વારંવાર સુવાવડ થતી હોય , ગર્ભ સૂકાઈ જતો હોય તેમણે આ ઉપચાર કરવો .

( ૭ ) સડેલા દાંતોમાં વડનું દૂધ મૂકવાથી સખત દુઃખાવો પણ શાંત થાય છે . ( ૮ ) કમરના અને ઘૂંટણના દુઃખાવા ઉપર વડનું દૂધ લગાડવાથી ખૂબ રાહત થાય છે .

( ૯ ) વડના પાનનો રસ કાઢી પાણીમાં મેળવી પીવાથી ઊલટી મટે છે . ઊલટીમાં લોહી પડતું હોય તે પણ આ પ્રયોગથી મટે છે . ( ૧૦ ) વધુ પડતા ઝાડા થતા હોય , મરડો મટતો જ ન હોય તો વડની છાલનો ઉકાળો પીવો . જરૂર પડે તો તેમાં શેકેલા ઈન્દ્રજવનું ચૂર્ણ નાખવું .

( ૧૧ ) દરેક જાતનો પ્રમેહ વડની છાલના ઉકાળાથી મટે છે . ( ૧૨ ) ડાયાબીટીસના રોગીએ વડની છાલનું ૧ ચમચી બારીક ચૂર્ણ રાત્રે પાણીમાં પલાળી રાખવું . સવારે તેને ગાળીને પી જવું . તેનાથી પેશાબમાં અને લોહીમાં ખાંડ ઓછી થાય છે .

( ૧૩ ) પેશાબમાં વીર્ય જતું હોય , પેશાબ કર્યા પછી ચીકણો પદાર્થ નીકળતો હોય તો વડની કૂણી કુંપળો અને વડવાઈનો અગ્ર ભાગ સૂકવી ચૂર્ણ બનાવી સેવન કરવાથી લાભ થાય છે .

( ૧૪ ) વડના તાજા અંકુરો પાણી સાથે પીસી ચટણી બનાવી ખાવાથી જે બહેનોને કોઠે રતવા હશે , વારંવાર ગર્ભપાત થઈ જતો હશે , શરીરની ગરમીને લઈ ગર્ભ ધારણ જ ન થઈ શકતો હશે તે દરેક અવસ્થામાં લાભ થશે અને ગર્ભધારણની શક્યતા વધી જશે . પ્રસૂતા પણ જો વડાકુરોની ચટણીનું નિયમિત સેનવ કરે તો તેના ગર્ભને ઉત્તમ પોષણ મળે છે , અને ગર્ભની વૃદ્ધિ સારી રીતે થાય છે .

( ૧૫ ) વડના ટેટાનું ચૂર્ણ સ્ત્રી – પુરુષ બંને નિયમિત સેવન કરે તો ગર્ભધારણની શકયતા વધે છે . સ્ત્રીનાં પ્રજનનાંગોની ગરમી દૂર થઈ તે ગર્ભધારણ માટે સક્ષમ બને છે . ( ૧૯ ) પેટની અને આંતરડાની ગરમી દૂર કરવા માટે વડની છાલનો ઉકાળો ઉપયોગી છે . ( ૧૭ ) શરીમાં બળતરા થતી હોય તો વડના દૂધમાં સાકર મેળવી સેવન કરવું . તે પિત્તપ્રકોપ શાંત કરશે . આંખની બળતરા , હાથપગના તળિયાની બળતરા , પેશાબની બળતરા , પેટની બળતરા વગેરે બધામાં તે ઉપયોગી થશે .

( ૧૮ ) લોહી બગાડમાં , વારંવાર ચામડીના રોગો થતા હોય તેમાં વડના નાના કૂણા પાનનો ઉકાળો કરીને પીવાથી લોહી શુદ્ધ થાય છે અને ચામડીના રોગો મટે છે . ( ૧૯ ) તમામ જાતની અશક્તિમાં વડનું દૂધ આપી શકાય . કામ કરતાં થાકી જવાય . સ્કૂર્તિનો અભાવ હોય , શરીરમાં નબળાઈ વર્તાતી હોય ત્યારે વડનું દૂધ પતાસામાં આપવું .

( ૨૧ ) વડના લીલા પાનને પાણીમાં પીસી ચટણી બનાવી ખાવામાં આવે તો પેશાબમાં પડતું લોહી અટકે છે . ( ૨૨ ) પેશાબમાં ધાતુ જતી હોય તો વડના મૂળની છાલનો ઉકાળો બનાવી પીવો .

( ૨૩ ) ભેંસના તાજા દૂધમાં વડનું થોડું દૂધ નાખી તેને બીજા પાત્રમાં રેડીને ઉકાળવું . આ દૂધના સેવનથી પ્રમેહ રોગ મટે છે . ( ૨૪ ) દાંત દુઃખતા હોય , હલતા હોય , પેઢામાંથી પરુ નીકળતું હોય એટલે કે પાયોરિયા થયો હોય તો વડનું દાતણ કરવું . વડના દાતણનો કૂચો કરી દાંત અને પેઢા ઉપર ખૂબ ઘસવું . લાંબો સમય વડનું દાતણ ચાવ્યા કરવું . આવી સ્થિતિમાં વડવાઈનું દાતણ પણ ખૂબ ચાવીને કરવું તથા પેઢા પર ઘસવું . વડના મૂળની છાલ , તેનાં પાન કે વડવાઈનો ઉકાળો બનાવીને મોંમાં ભરી રાખવો .

( ૨૫ ) ઝાડામાં લોહી પડતું હોય તો વડની છાલનો ઉકાળો લેવો . કૂણી વડવાઈઓ કે કૂણા પાનનો ઉકાળો કરીને પીવાથી પણ ફાયદો થાય છે . ( ૨૩ ) હરસમાં લોહી પડતું હોય , નસકોરી ફૂટતી હોય કે મોંમાંથી લોહી પડતું હોય તો વડની છાલ , ફૂડ્યાં પાન , કૂણી કૂંપણોનો ઉકાળો પીવાથી લાભ થાય

( ૨૭ ) વડના ટેટાનું શાક કે અથાણું પૌષ્ટિક છે . ( ૨૮ ) પેટમાં કૃમિ હોય તો વડવાઈના કૂમળા અંકુરનો ઉકાળો કરીને પીવો . ( ૨૯ ) પેશાબ ઓછો આવતો હોય , બળતરા સાથે આવતો હોય , અટકીને આવતો હોય તો વડના સૂકાં પાદડાંનો ઉકાળો પીવો .

( ૩૦ ) પરસેવો ઓછો આવતો હોય , વાસ મારતો આવતો હોય , પરસેવાના પીળા ડાઘા કપડા પર રહી જતા હોય તો વડના પાકેલા પીળાં પાંદડાંનો ઉકાળો કરીને પીવો . ( ૩૧ ) તાવનો રોગી અસ્વસ્થ હોય , શરીર કળતું હોય , બળતું હોય , આંખો બળતી હોય , માથું દુઃખતું હોય ત્યારે વડના પાનનો ઉકાળો કરીને પાવાથી રાહત થશે .

( ૩૨ ) વડની સૂકી છાલના ચૂર્ણમાં સમભાગે સાકર મેળવી સવાર – સાંજ દૂધ સાથે ૧-૧ ચમચી લેવાથી શક્તિ અને પોષણ મળે છે . ( ૩૩ ) વધારે પડતી ઊંઘ આવતી હોય તો વડના પાનનો ઉકાળો પીવો . ( ૩૪ ) મોં આવી ગયું હોય , મોંમા ચાંદાં પડ્યાં હોય , કાંઈ પણ ખાતાં મોંમાં બળતરા થતી હોય તો વડની છાલનો ઉકાળો મોંમાં ભરી રાખવો . મુખપાકની સ્થિતિમાં વડનું કે વડવાઈનું દાતણ કરવાથી પણ લાભ થાય છે .

( ૩૫ ) આંખમાં ફુલું પડ્યું હોય તો વડના દૂધમાં મધ કે કપુર ઘંટી આંજણ જેવું બનાવી આખમાં આંજવું . ( ૩૯ ) ઘા રુઝવવા , ઘાનો પાક રોકવા માટે ઘાને વડની છાલના ઉકાળાથી ધોઈ , વડની છાલનું ચૂર્ણ ઘામાં ભરી પાટો બાંધવો . ઘામાં જીવાત પડી જાય , પરુ સાથે કૃમિ પણ થઈ જાય તો વડના દૂધને ઘામાં ભરી પાટો બાંધવો . દિવસમાં બેત્રણ વાર આ રીતે ઘા ધોઈ વડનું દૂધ ભરવું .

( ૩૭ ) ચામડીનો રોગ હોય , શરીરે ખંજવાળ આવતી હોય તો વડની છાલના ઉકાળાથી સ્નાન કરવું . ( ૩૮ ) હરસમાં લોહી પડતું હોય તો વડના સૂકાં પાનની રાખ માખણમાં કાલવી મળમાર્ગે લેપ કરવો .

( ૩૯ ) ખીલના કાળા ડાધ વડના દૂધને મસૂરની દાળમાં પીસી લેપ કરવાથી મટે છે . ( ૪૦ ) પગના વાઢિયા – પગના ચીરામાં વડનું દૂધ ભરવાથી મટે છે . ( ૪૧ ) શ્વેતપ્રદરના રોગીને વડની છાલના ઉકાળાનો ફૂશ આપવો . ( ૪૨ ) લોહીવામાં વડની છાલના ચૂર્ણની સ્વચ્છ કપડામાં પોટલી બનાવી યોનિમાં મૂકવી .

( ૪૩ ) ગરમીના દિવસોમાં માથે ઠંડક રહે , લૂ ન લાગે , માથું તપી ન જાય તે માટે વડનાં મોટાં પાન માથા મૂકી ટોપી , હેટ , સ્કાર્ફ કે હેમલેટ મૂકવી . સૂર્ય ગમે તેટલો તપતો હશે તો પણ માથે ઠંડક રહેશે .

( ૪૪ ) આંખો સૂજી જાય , લાલ થઈ જાય , બળે , તેમાં ખટકો થાય તો વડની છાલના ઉકાળાથી આંખો ધોઈ આંખમાં વડના દૂધનાં ટીપાં મૂકવાં . ( ૪૫ ) સંધિવાનો સોજો હોય કે આમવાતનો સોજો હોય તેના ઉપર વડનું દૂધ લગાડવાથી આરામ થાય છે . ( ૪૬ ) ગરમીથી માથું દુઃખતું હોય તો કપાળ ઉપર વડનું દૂધ લગાવવાથી માથાનો દુઃખાવો મટે છે .

( ૪૭ ) સ્તન ઢીલા અને પોચા પડી ગયા હોય તો વડવાઈ પાણીમાં પીસી સ્તન ઉપર જાડો લેપ કરવો . ( ૪૮ ) પ્રસૂતા સ્ત્રીને સ્તનપાક થાય , સ્તનમાં ગાંઠો પડે તો વડના દૂધમાં કઠ ( ઉપલેટ ) નું ચૂર્ણ મેળવી લેપ કરવો

( ૪૯ ) ધાવણ ઓછું આવતું હોય તો સ્તન ઉપર વડના દૂધ અને વડવાઈની કૂણી કુંપણ પીસી લેપ કરવો . ( ૫૦ ) કાનમાંથી પરુ વહેતું હોય અને તે મટતું જ ન હોય તો કાનમાં વડના દૂધનાં ટીપાં નાખવાં .

( ૫૧ ) વીંછી કરડે , ઉંદર કરડે , મધમાખી કરડે , કોઈ જીવજંતુ કરડે અને સોજો આવી જાય . બળતરા થાય , દુઃખાવો થાય ત્યારે દંશસ્થાને વડનું દૂધ લગાવવું . ( ૫૨ ) ઝાડા સાથે લોહી પડતું હોય તો વડવાઈનો અગ્ર ભાગ અને તાજી કુંપળો પીસીને દૂધમાં ઉકાળી તેનું સેવન કરવું .

૫૩ ) ઝાડામાં વધુ પડતું લોહી પડતું હોય તો વડની કૂણી વડવાઈને વાટીને પાણીમાં પલાળી રાખવી . બીજે દિવસે તેને ઉકાળી . તેમાં ચોથા ભાગનું ઘી અને આઠમાં ભાગે સાકર ઉમેરી ઘી પકવવું , ઘી પાકી જાય ત્યારે મધ સાથે સેવન કરવું .

( ૫૪ ) ઊંડાં ઘારાં પડ્યાં હોય , કેમે કરી રુઝાતા ન હોય , તેમાંથી પરુ નીકળતું હોય તો ઘારાને સાફ કરી વડનાં કૂણાં પાનને લસોટી ખૂબ ઝીણી બનાવેલી ચટણી ઘરામાં ભરી પાળો બંધવો . ( ૫૫ ) સગર્ભા સ્ત્રીનો ગર્ભ ફરતો હોય તો વડની છાલનો ઉકાળો દૂધ સાથે પીવો .

( ૫૬ ) વાતાવરણની શુદ્ધિ માટે એટલે કે ઘરમાંથી જીવજંતુઓનો નાશ કરવા વડની છાલનો હોમ કરવો . ( ૫૭ ) વંધ્યા મહિલાને ગર્ભસ્થાપન માટે વડની કૂંપળોનો ઉકાળો દૂધ સાથે પાવો . અથવા કૂણી કૂંપળો કે વડવાઈની તાજી કૂંપળો દૂધમાં લસોટી નસ્ય આપવું .

( ૫૮ ) પુસ્કળ ઝાડા થતા હોય તો વડનાં કોમળ પાન ખૂબ લસોટી અડધો કપ રસ કાઢવો . રસથી બમળી છાસમાં સવાર – સાંજ પીવાથી ઝાડા મટી જાય છે . રસ તાજે તાજો જ વાપરવો . ( ૫૯ ) વડની વડવાઈનું દાતણ કરવાથી હાલતા દાંત મજબૂત થાય છે .

( ૬૦ ) વડનું દૂધ લગાડવાથી ખરજવું મટી જાય છે .

Leave a Comment