મફતમાં પથરી મટાડતા આ ગુજરાતી દાદા, 12MMની પથરી ભૂક્કો થઈને બહાર કાઢે છે

આજે અમે તમને બતાવીશું કચ્છના અંજાર તાલુકામાં આવેલા જૂની દૂધઈ ગામના વતની એવા ભૂરાભાઈ પટેલનો પથરી મટા ડવાનો અનોખો પ્રયાસ …છેલ્લા બે જ વર્ષમાં અંદાજે 4,500 લોકોની પથરી નીકાળી ચૂકેલા આ દાદા તેમના ઘરે ના જઈ શકતા લોકોને આ પાવડર સાવ મફતમાં કુરિયર પણ કરે છે. એક સમયે આણંદમાં વસતા કોઈ મહાત્મા પાસેથી તેમણે આ પાવડર બનાવવાની રીત જાણી હતી. જેના માટેની બે શરતોનું તેઓ આજે પણ પાલન કરે છે. તે મહાત્માની પહેલી શરત એ હતી કે આ પાવડર લોકોને સાવ મફતમાં આપવો અને બીજી શરત એ હતી કે કોઈને પણ તેને બનાવવાની રીત ના કહેવી.

જો તમે પણ પથરીની બિમારીથી પીડાતા હોય કે તમારું કોઈ ઓળખીતું પથરીના દર્દથી હેરાન થતું હોય તો ચોક્કસ ઉપરના વીડિયોમાં જોઈ લો આ ગુજરાતી ભૂરાદાદાનો મોબાઈલ નંબર પણ.જો દાદાની સફળતાની વાત કરીએ તો અંજાર વિસ્તારના અનેક ડૉક્ટર્સ પણ જો તેમની દવાથી કોઈ દર્દીની પથરી ના નીકળે તો ભૂરાદાદા પાસે મોકલી દે છે.

સરનામું : ભૂરાદાદા, મું- જુની દુધઈ તાલુકો- અંજાર, જીલ્લો- કચ્છ, -9979324971

આ પાવડરનો ઉપયોગ કરવાની પણ રીતની જો વાત કરીએ તો તેને નવ ભાગમાં વહેંચીને 3 દિવસ સુધી ત્રણ ટાઈમ લેવાનો હોય છે. આ રીતે માત્ર ત્રણ જ દિવસમાં 12એમએમની પથરી નીકળી જશે તેમજ જો તેના કરતાં મોટી પથરી હશે તો તે છ દિવસની દવામાં નીકળી જશે.

Related Articles

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles