ભાદરવા માં રોગો ની વણઝાર થી બચવા આટલું કરવું

સામાન્ય રીતે ભૌગોલિક પરિસ્થિતિ આધારિત વાતાવરણમાં થતાં ફેરફારની અસર શરીર પર થાય. , તેના આધારિત દોષોની વિકૃતિ કે નડવાની તીવ્રતાનો આધાર રહે છે. વાત-પિત્ત, પિત્ત-કફ, વાત-પિત્ત-કફ પ્રકૃતિ ધરાવતી વ્યક્તિઓને ભાદરવા દરમ્યાન તકલીફ થવાની સંભાવના વધુ રહે છે. ભાદરવાની શરૂઆત થાય એટલે તાવ, શરદી, ચક્કર આવવા જેવી તકલીફ થાય છે. 

ભાદરવાનાં તાપથી થતા નુકશાન વિષે વધુમાં જાણો આંખ લાલ રહેવી, બળતરા થવી માથું તપી જવું, ચક્કર આવવા, માઇગ્રેન, સાયનોસાયટિસ, માથાનો દુઃખાવો થવો. શરીર ભારે અનુભવાવું, ઝીણો તાવ રહેતો હોય તેવું લાગવું. માસિક વધુ આવવું, પીળો-બળતરા યુક્ત યોનિસ્ત્રાવ થવો. હાથ-પગના તળિયામાં દાહ થવો, હથેળી-તળિયાની ચામડી રૂક્ષ થઇ ઉતરવી, ચીરા પડવા-બળતરા થવી. અરુચિ, અપચો, ભૂખ ન લાગવી, એસિડીટી, પિત્તનાં ઝાડા, છાતીમાં બળતરા. પેશાબ ઓછો થવો,પેશાબમાં બળતરા થવી.

ભાદરવામાં બીમારીથી બચવા શું કાળજી લેશો ?

  • ભાદરવાનાં તાપથી બચવા માથે ટોપી, છત્રી વગેરેથીતમારું  માથું ઢાકવું જરૂરી છે .
  • તાપમાં બહાર ફરવાનું વધુ થતું હોય તેઓએ નિયમિત અંતરે પાણી એટલે પાણી પીવાનું વધારે રાખવું જોઈએ, તેમજ લીંબુનું સાકરવાળું શરબત, શતાવરી-સાકરવાળું દૂધ કે મોળી-ખાટી ન હોય તેવી છાશમાં સાકર નાંખી બનાવેલી લસ્સી, ખસ-ગુલાબનું શરબત, ધાણા-વરિયાળી-સાકરનું શરબત પીવાનું રાખવું. લીંબુ પાણી પણ વધારે પીવું જોઈએ 
  • સવારના નાસ્તામાં તીખા, તળેલા, મસાલેદાર પદાર્થોને બદલે ઘઉંના ફાડા, દૂધ, ખજૂર, બદામ, સાકરથી બનાવેલી પોરીજ કે પછી સાકર નાંખી મીઠું કરેલું દૂધ તાજી રોટલી, પરોઠું જેવો નાસ્તો કરવો.
  • ઘરની સાફ-સફાઈ, ગાદલા-ગોદડા તપાવતા દરમ્યાન ધાબે કે સૂર્યતાપમાં ખુલ્લા માથે ઉભા ન રહેવું. સમયાંતરે પાણી-શરબત પીતાં રહીને ઘરની સાફ-સફાઈની પ્રવૃત્તિ કરવી.
  • ભૂખ લાગતી ન હોય તો પણ ખાલી પેટે વ્યવસાય-વિદ્યા અંગે કે અન્ય કામે બહાર જવાને બદલે કેળાં, સફરજન, નાસપતિ જેવા ફળો, ખજૂર-અંજીરનો નાસ્તો કરવો. જે પચવામાં સરળ રહે તથા બિલકુલ ન ખાવાથી ખાલી પેટે થતી એસિડીટી-બળતરાને રોકશે.

ભાદરવાનો તાપ ઘરનાં બાવા-ઝાળા, જીવાંત, ભેજની વાસ દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે પરંતુ સફાઈ દરમ્યાન ઉડતી ધૂળ-રજકણ અને સૂર્યતાપથી સ્વયંનું રક્ષણ કરવું. ભાદરવા પછી શરદી, ખાંસી, શ્વાસ, તાવ જેવા રોગથી પીડાતા દર્દીઓની લાઈન લાગવાના કારણોમાં સાફ-સફાઈ, રંગરોગાનમાં ઉડતી ધૂળ-રજકણ અને તાપ પણ ભાગ ભજવે છે. જીર્ણ તાવ, ઇમ્યુનીટીનાં અભાવથી થતાં રોગ વારંવાર થતાં હોય તેઓ કડુ, કરિયાતું, ગળો, સારીવા જેવા ઔષધો યોગ્ય માત્રા-વિધિથી લઇ શકે.

શરદઋતુ ને રોગો ની માતા કહી છે કારણ કે આ ઋતુ માં બીજી બધી ઋતુ ઓ કરતા વધુ રોગો થાય . એટલે શતમ જીવેમ શરદ ” એવા આર્શીવાદ આપવામાં આવતા . ભાદરવામાં તુરીયા , ખાટી છાશ તાવ લાવે.માટે એનું સેવન ન કરવું . ઉપાય- પિત્ત શમન માં દુધપાક શ્રેષ્ઠ છે . શ્રાધ્ધ એટલે આપના પૂર્વજો ને યાદ કરવા ના દિવસો .

આપને ત્યાં દુધપાક , દુધ ભાત , દુધપૌંવા ખાવાનો રીવાજ છે . દુધ શું કામ ? કારણ કે , દુધ આરોગ્ય ની દ્રષ્ટી એ પિત્ત શમન માં શ્રેષ્ઠ છે . દેશી ગાય ના દુધ નો ઉપયોગ કરવો કારણ કે દેશી ગાય નુ દુધ જીવનીય ગુણ અર્થાત જીવન આપનાર છે , રસાયન , મેઘા વર્ધક , સપ્તધાતુ વર્ધક , મૂદુ રેચક છે . થાક દુર કરનાર , બળ આપનાર છે . માટે દુધપાક માં સાકર ઇલાયચી અને દેશી ગાય નુ દુધ લેવું વધુ ઉતમ છે .

 કોને દુધ નાં પીવું -કફ ની તકલીફ હોય , સોજા હોય , ઝાડા થયા હોય , ભૂખ ના હોય , અગ્નિ મંદ હોય , ક્રિમી હોય એને દુધ ના પીવું . આમ આપણા બધા ધાર્મીક પ્રસંગ સ્વાથ્ય જાળવણી સાથે જોડાયેલા છે . શરદઋતુ માં વિરેચન કર્મ શ્રેષ્ઠ છે પિત્ત ની આ ઋતુ માં વિરેચન કર્મ થી પિત્ત નો નિકાલ એટલે કે શરીર શુધ્ધી કરણ કરાવાની શ્રેષ્ઠ ઋતુ છે.જેથી જુના પિત્ત જન્ય રોગો ઝડપ થી અને જડમૂળ થી નિકળી જાય છે .

નિષ્ણાંત વૈદ્ય ની દેખરેખ માં જ કરાવવું . આ માહીતી તમને ગમે તોહ અચૂક શેર કરવી . –

Leave a Comment