ભૂંગળા બટાકા દરેકને ખુબ પસંદ હોય છે ધરે બનાવો ચટપટા ……રેસીપી વાંચવા વિનંતી
સામગ્રી :300ગ્રામ બટાકા
15થી 20નંગ ભૂંગળા
2ચમચી મરચું પાવડર
1ચમચી હળદર પાવડર
2ચમચી ધાણાજીરું પાવડર
મીઠું સ્વાદ અનુસાર
2ચમચી તેલ
ચપટી હિંગ , કોથમીર
બનાવવાની રીત :સૌ પ્રથમ એક કૂકર માં બટાકા લઇ 4થી 5સિટી વગાડી બટાકા બાફી દો. અને બટાકા સમારી દો. અને પછી એક તપેલી માં તેલ નાખી તેમાં હિંગ નાખી બટાકા નાખી દો. અને બધા મસાલા નાખી મીક્સ કરી દો. 5મિનિટ થવા દો. અને એક પ્લેટ માં કોથમીર નાખી સર્વ કરો. ભૂંગળા તળી લો. તો તૈયાર છે ભૂંગળા બટાકા.