દરેક મહિલાને કામમાં આવે તેવી સૌંદર્ય ટીપ્સ

0

જો તમારા ઘરમાં માખીનો ત્રાસ વધી ગયો છે તો પાણીમાં મીઠું ભેળવીને ઘરમાં તથા રસોડાના પ્લેટફોર્મ પર પોતું કરવાથી માખીનો ત્રાસ ઓછો થશે. ચહેરા અને ગરદન પરનો મેલ દુર કરવા માટે બે ચમચા મુલતાની માટી, એક નાનો ચમચો બદામનું તેલ, એક મોટો ચમચો મધ ભેળવી પેસ્ટ બનાવી આ પેસ્ટને 20 મિનિટ સુધી મોં પર લગાડી રાખવું. સુકાયા બાદ મોં ધોવાથી ત્વચા કાંતિમય બનશે. અઠવાડિયામાં એક વખત આ પેક મોં પર લગાડી શકો છો. જેથી તમારો ચેહરો નીખરી ઉઠશે તેમજ એક ચમચી મધને એક ચમચી પાણી સાથે ભેળવી ચહેરા પર અને ગરદન પર લગાડો. સુકાય પછી ઠંડા પાણીથી ધોવાથી ચહેરાની ત્વચા ખીલી ઊઠશે.

નખને એકજ અઠવાડિયામાં ચમકીલા અને મજબૂત બનાવવા માટે નખને ચમકીલા અને મજબુત બનાવવા માટે બે ચમચી ગ્લિસરિનમાં અડધા લીંબુનો રસ ભેળવો. આ મિશ્રણથી નિયમિત નખ પર માલિશ કરવામાં આવે તો નખ એક અઠવાડિયામાં ચમકીલા અને મજબૂત બનશે.

વાળ કાળા અને લાંબા કરવા માટે આંબાની ગોટલી અને આમળાને પાણીમાં પલાડી ચોળીને માથામાં લેપ કરવાથી વાળ કાળા અને લાંબા થાય છે.

ચહેરા પરની કરચલીઓ દુર કરવા માટે જાયફળ વાટીને ચહેરા પર લગાડવાથી ચહેરા પરની કરચલીમાં રાહત રહેશે. નિયમિત પેટ સાફ આવે એ માટે ઈસબગુલનું સેવન કરવાથી પેટ તો સાફ રાખે છે તે ઉપરાંત શ્વસન રોગમાં ઉપયોગી છે. હેડકી કોઈ રીતે બંધ ન થતી હોય તો આ ઉપાય કરો તાત્કાલિક હેલકી બંધ થઇ જશે ગરમ પાણી સાથે બે લવિંગ ખાવાથી હેડકી આવતી બંધ થઈ જાય છે.

આંખમાં સોજો ઉતારવા માટે સવારે ઊઠતાંની સાથે આંખો સૂજેલી હોય તો બરફ્નાં પાણીમાં રૂ ભીંજવીને આંખો પર લગાડવાથી સોજા દૂર થાય છે.

જો તમને કાયમી ગેસની સમસ્યા રહેતી હોય તો રોજિંદી રસોઈમાં હિંગનો વપરાશ કરવાથી પાચનક્રિયા સારી રાખે છે. અને ગેસની સમસ્યા થતી નથી. પેટના ગેસ પર કે ગઠિયા વા પર મેથીની ભાજીનું નિયમિત સેવન ફાયદાકારક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here