ફૂલ ટેસ્ટી લચ્છા પરાઠા બનાવવાની રીત

0

ફૂલ ટેસ્ટી લચ્છા પરાઠા બનાવવા જરૂરી સામગ્રી:

  • ૫-૬ નંગ બાફેલા બટાકા
  • ૨ મોટી ચમચી ઝીણા સમારેલાં ધાણા
  • ૨ મોટી ચમચી કાપેલો ફુદીનો
  • ૧ મોટી ચમચી કાપેલું આદું
  • ૧-૨ નંગ કાપેલું લીલું મરચું
  • ૧ ચમચી ધાણાજીરૂ
  • ૧ નાની ચમચી હાથમાં મસળેલો અજમો
  • ૧/૨ ચમચી પાદરા સંચોરો
  • ૧ ચમચી લાલ મરચું પાઉડર
  • ૧ નાની ચમચી આમચૂર પાઉડર
  • ૧ નાની ચમચી દળેલું જીરૂં
  • સ્વાદ અનુસાર મીઠું
  • ૧/૪ કપ ઝીણા સમારેલાં કાંદા
  • પરાઠા નો લોટ બાંધવા માટેની સામગ્રી:
  • ૧ નાની ચમચી અજમો
  • સ્વાદ અનુસાર મીઠું
  • ૨ કપ ઘઉંનો લોટ
  • જરૂર મુજબ લોટ બાંધવા માટે પાણી
  • સર્વિંગ માટે:
  • દળેલું જીરૂ
  • મોળું દહીં

લચ્છા પરાઠા બનાવવા માટેની રીટ: એક બાઉલમાં બટાકા સ્મેશ કરી લો. ધાણા, ફુદીનો,‌ આદું, લીલા મરચાં અને બાકીના જે બીજા બધા મસાલા અને મીઠું નાખી બરાબર મિક્સ કરી લો. અજમો હાથેથી મસળીને નાખવો. કાપેલા કાંદા નાખી ફરીથી મિક્સ કરી લો. કાંદા એકદમ છેલ્લે જ નાખવા. બટાકા નું સ્ટફિંગ‌ તૈયાર છે. પરાઠા ના લોટ બાંધવા માટેની રીત: એક બાઉલમાં લોટ લઇ હાથથી મસળી ને અજમો નાખવો, મીઠું નાખી બરાબર મિક્સ કરી લો અને ધીમે ધીમે પાણી રેડી નરમ લોટ તૈયાર કરી લો. લોટ નો લુવો બનાવી ઉપર હાથ માં થોડું તેલ લઇ લગાવી દો. એક‌ ભીનો નો રૂમાલ અથવા તો એક‌ વાટકો ઉપર ઢાંકી દો. લોટ બિલકુલ કઠણ ના થવો જોઈએ. 30 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખવો. પરાઠા બનાવતા પહેલા લોટને ફરીવાર મસળી લેવો.

પરાઠા બનાવવાની રીત:. રેગ્યુલર રોટલી કરતા મોટો લુવો લઇ આખરીયા ઉપર ચોખાનો લોટ પાટલી ની સાઈઝ જેટલી રોટલી વણી લેવી. મીડીયમ પાતળી રાખવી. વણેલી રોટલી ઉપર પતલા લેયર નું બટાકા નું સ્ટફિંગ મૂકી દેવું. થોડો ઘી વાળો હાથ કરીને સ્ટફિંગ ને સ્પ્રેડ કરતા જવું. ત્યાર પછી એક સાઇડથી પરોઠાને ફોલ્ડ કરતાં જવું. ફોટા માં બતાવ્યા મુજબ કરવું. આખો ફ્લેટ રોલ જેવો વરી જાય એટલે ઉપરની સરફેસ ઉપર ઘી લગાવી દેવું.  એ ફ્લેટ રોલ ને એક સાઇડથી ફરીથી રાઉન્ડ પીંડુ જેવું વાળવું. ફોટામાં બતાવ્યું છે એ મુજબ વાળવું. વાળી દીધા પછી ઉપરથી હથેળી એ કરીને પહોળું કરવું અને ધીમે ધીમે હાથથી જ પરોઠા ને મોટો કરતાં જવું. હાથેથી નહીં ફાવે તો વેલણની મદદથી ધીમે ધીમે મોટો‌ કરવો. ચોખાનો લોટ બે-ત્રણ ચપટી લઈ શકો છો.  એક તાવી મીડીયમ તાપે ગરમ કરવી‌.

(તાવી કોરી જ રાખવી, હમણાં ઘી મુકવા નું નથી) વણાઈ ગયેલો પરોઠો તાવી ઉપર મૂકી દેવો. નીચેની સાઈડ શેકાઈ જાય એટલે પલટાવીને બીજી સાઈડ શેકી લેવી. બંને બાજુ સરસ શેકાઈ જાય એટલે પરાઠાની ઉપરની સાઈડ એ ઘી લગાવવું, અને પલટાવી નાખવો, ફરીથી ઉપરની સાઈડ લગાવી બરાબર શેકી લેવો. મીડીયમ ક્રિસ્પી રાખવો. બંને હાથોથી પરાઠાને ભેગો કરી લો. આલુ લચ્છા પરાઠા તૈયાર છે. આલુ લચ્છા પરાઠા ની ઉપર બટર મૂકી જીરા દહીં અથવા સાથે સર્વ કરો. (દહીંની ઉપર જીરૂં પાઉડર ભભરાવી દેવું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here