સફેદ ચણોઠી: ચણોઠી ના વેલા થાય છે.વેલના પાંદડા બારીક અને લાંબા હોય છે.ચણોઠીમા ધોળી,લાલ અને કાળી અેવી ત્રણ જાતની હોય છે.ત્રણે ના વેલા સરખા જ હોય છે……..

જુના જમાનામાં સોનાનું વજન કરવાના ઉપયોગ માં આવે છે એક તોલા ભારની છનનું(૯૬) ચણોઠી થાય છે.એના પાંદડા વિષ નાશક છે.ચણોઠી નાં મૂળ પાણી માં ઘસીને નસ્ય આપવા માં આવે તો આધાશીશી તત્કાલીન દૂર થાય છે.અવાજ સાફ લાવવા માટે ધોળી ચણોઠી ના પાનનો રસ ગળતાજવુ અથવા ચાવવી…………

માથે ટાલ પડે તે ઉપર ચણોઠી ના મૂળ અથવા ફળ ભિલામાના રસ માં ઘસીને તેનો લેપ કરવો.અથવા મધ અગર ઘીમાં ખરલ કરીચોપડવી.માઢામા ગરમી થી ફોલ્લા પડે ત્યારે ધોળી ચણોઠી ના પાન,ચણોકબોબા, અને સાકર માંઢામા રાખી રસ ચુસવો ખરજવા ઉપર ધોળી ચણોઠી ના પાંદડા ના રસમાં જીરાની મૂકી નાખી પાવો.ઊધરસ ઉપર ધોળી ચણોઠી ના મૂળ ઘસીને પાવા.વિગેરે વિગેરે…………

મારા બગીચામાં ચાર પાંચ વેલા છે.વનૌષધી વેચતા વેપારી પાસેથી મળે.એક બીજ વાવવાથી પણ થાયછે.ચોમાસામાં ચણોઠીની મોટી વેલ થાય છે. એનાં પાન આમલી જેવાં જ પણ મીઠાં અને કોમળ હોય છે. તેની લાલ સફેદ અને કાળી એમ ત્રણ જાત થાય છે. ઔષધમાં સફેદ ચણોઠી ઉત્તમ ગણાય છે…..

ચણોઠીને શુદ્ધ કરવા માટે ત્રણ કલાક દુધમાં ઉકાળી ઉપરની છાલ દુર કરી પાણીથી ધોઈ તડકામાં સુકવી ચુર્ણ .. બનાવી વાપરવું ચણોઠીનાં મુળ,પાન અને ફળ પણ ઔષધમાં વપરાય છે.ચણોઠી કડવી, તુરી અને ગરમ છે. એ આંખ ચામડી વાળ કફ, પીત્ત, કૃમી, ઉંદરી, કોઢ,વ્રણ વગેરે રોગોમાં વપરાય છે. ચણોઠી વાજીકર અને બળકારક છે.
(૧) સફેદચણોઠીનું ચુર્ણ ચોપડવાથી માથાની ઉંદરી . ટાલમાં ફાયદોથાય છે(૨)સફેદ ચણોઠીના ચુર્ણથી પકવેલું અને ભાંગરા નોરસ નાખી સીદ્ધ કરેલું તલનુંતેલ માથામાં નાખવાથી દારુણક માથાનો ખોડો મટેછે(૩)ચણોઠીના મુળનું ચુર્ણ સુંઘવા થી માથા ના બધી જાતના દુ:ખાવા મટે છે.(૪) ચણોઠીનાં પાન વાટીને ચોપડવાથી પીત્તથી થતાં ગુમડાં-વીસર્પ મટે છે.(૫) ચણોઠીનાં મુળ પાણીમાં લસોટી સુંઘવાથી આધાશીશી મટે છે. (૬) સફેદ ચણોઠીનાં પાનખુબ ચાવીને ખાવાથીબેસી ગયેલો અવાજખુલી જાય છે.(૭) સફેદ ચણોઠીનાં પાન, ચણકબાબ અને સાકર સરખા ભાગે મોઢામાં રાખી ચુસવાથી મોઢાંનાં ચાંદાં મટી જાય છે.