તમારા બાળકને ખરાબ આદતથી છુટકારો મેળવવા જરૂર વાંચજો અને શેર કરજો

0

તમારું બાળક ફોન જોતા જોતા જ જમે છે ફોન વગર નથી જમતું: આ ફોનની આદત છોડાવવા માટે આટલું કરો સતત મોબાઈલની આદતને લીધે  બાળકને ડ્રાય આંખની સમસ્યા થઈ શકે છે. બાળકને નવી નવી  વાતો શીખવાડવા માટે મોબાઈલના  બદલે જુદા જુદા પુસ્તક પસંદ કરો. આજના માતા પિતાને પોતાના બાળકને પ્રેમથી જમાડવાનો સમય નથી હોતો આજના જમાના માતા પિતાના પ્રેમની જગ્યા ફોને લઈ લીધો છે  પેરેન્ટ્સને મોબાઈલથી એક પ્રકારની શાંતિ મળે છે જેનાથી બાળકના  કોઈ નખરાં કર્યા વગર બાળકને મોબાઈલ આપી દે છે એટલે બાળક ફોન લઈને જમી લે છે  આ આદત  બાળક માટે ખુબ ખતરનાક બને છે જે બાળકના માતાપિતા નથી જાણતા હોતા

આજના જમાનામાં માતાપિતા બંને નોકરી કરતા હોય છે. આજના નાના ફેમિલીમાં બાળકને ફેમિલીનો પ્રેમ નથી મળતો  પહેલાં બાળકને દાદા-દાદી વાર્તા સંભળાવી લાડ લડાવી જમાડતા હતા હવે આ જમાનો બદલાયો છે. આ દાદીના પ્રેમની જગ્યા હવે મોબાઈલ ફોને લઈ લીધી છે. મોબાઈલ ફોનમાં બાળકો એટલા મસગુલ થઈ જાય છે કે તેમને એ પણ ભાન નથી હોતું કે જમવાનું  પીરસાઈ રહ્યું છે! આજના બાળકોને  પરિવાર સાથે રહેવું, શેરિંગ, જલ્દી બોલતા ચાલતાં શીખી જવું આ બધી વસ્તુ  માં બોવ પાછળ રહી ગયા છે . બાળક જ્યારે વાર્તા સાંભળવાની જિદ્દ કરે અથવા રડે ત્યારે માતા પિતા તેને મોબાઈલ આપી દે છે. આમ કરવાથી બાળક લોકકથા, ઘરેલુ જ્ઞાનથી પાછળ રહી જાય છે. બાળકોને કોઈ લાડ લડાવી જમાડવાવાળું નથી હોતું.

મોબાઈલની આદત બાળકો માટે કેવી રીતે જોખમકારક સાબિત થઈ શકે છે તે જાણો

  • બાળકોને મોબાઈલની લત લાગી જાય છે તેનાં પર કન્ટ્રોલ કરી શકાતો નથી.
  • મોબાઈલ જોવાના ચક્કરમાં બાળકો ક્યારેક વધારે ખાઈ લે છે.
  • ભોજન કરતાં સમયે મોબાઈલના ઉપયોગથી તેમને ભોજનની ઓળખ જ નથી રહેતી.
  • મોબાઈલ ન મળે તો બાળક ચીડિયું બની જાય છે.
  • મનમાં ઉદભવતા સવાલોના જવાબ ન મળવાથી તેની ઉત્સુકતા ઓછી થઈ જાય છે.
  • આંખમાંથી પાણી નીકળે છે, દૃષ્ટિ નબળી પડે છે અને ડ્રાયનેસની સમસ્યા રહે છે.
  • મોબાઈલમાં વ્યસ્ત હોવાને કારણે યાદશક્તિ નબળી પડવા લાગે છે.
  • મૂંગા મોઢે બાળક ભોજન કરતું હોવાથી તેની બોલવાની ક્ષમતા પ્રભાવિત થાય છે.
  • મોબાઈલમાં વીડિયો જોવાને કારણે બાળકો ઓછાં એક્સપ્રેસિવ થઈ જાય છે.

તમારા બાળકને મોબાઈલથી આ રીતે દુર કરો: તમે તમારા જીવનકાળ અથવા નીકરી ઘંઘામાં ગમે એટલા વ્યસ્ત હોય છતાં તમારા બાળકને લાડ પ્રેમથી જમાડવું. રોજ નવી નવી વાર્તા સંભળાવતા સંભળાવતા તેમને ભોજન કરાવો,  જેથી તેમની જિજ્ઞાસા જળવાઈ રહે. ભોજન કરાવતી વખતે  ભોજનમાં બનાવેલ વસ્તુઓના નામ બાળકને જણાવો અને તે શા માટે જરૂરી છે એ પણ સમજાવો. દિવસમાં થોડો સમય બાળક સાથે પણ  પસાર કરો.  બાળક સાથે બાળક જેવા બની જાવ આ દરમિયાન માતા પિતાએ ફોન થી દુર રહેવું જોઈએ બાળકને નવી વાતો શીખવાડવા માટે ફોનના બદલે જુદા જુદા પુસ્તકની મદદ લો. આ તમારું બાળક ખુબ હોશિયાર થશે અને તમારું કહેવું માનશે કોઈ વાતની જીદ નહિ કરે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here