ક્રિસમસ ટ્રી ઓરિઓ ટ્રફલ: ઓરીયો બિસ્કિટમાંથી ક્રીસમસ ટ્રી બનાવવા માટે જરૂરી સામગ્રી:
- 7 નંગ ઓરિઓ બિસ્કીટ્સ (ઓરીજીનલ ફ્લેવર)
- 125 ગ્રામ ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ (સમારેલી)
- 100 ગ્રામ વહાઈટ કમ્પાઉન્ડ ચોકલેટ (સમારેલી)
- 20 ગ્રામ ફ્રેશ ક્રીમ
- 2 tbsp ચીઝ ક્રીમ
- 1 tsp વેનીલા એસેન્સ
- 2 tbsp મેલ્ટેડ બટર
- 8-10 ટીપા ગ્રીન ફૂડ કલર (જરૂર મુજબ)
- કલરફુલ સ્પ્રિંકલસ (જરૂર મુજબ ડેકોરેશન માટે)
- ગ્લેઝ્ડ ચેરી (ટોપિંગ માટે)
- દળેલી ખાંડ (ગાર્નિશિંગ માટે)
- પાણી જરૂર મુજબ (ચોકલેટ મેલ્ટ કરવા માટે)
- 3 પોપસ્ટિકસ
સૌ પ્રથમ 4 ઓરિઓ બિસ્કિટ ને મિક્સી જાર માં ગ્રાઈન્ડ કરી ને તૈયાર રાખો. હવે એક સોસ પેન માં પાણી બોઈલ કરો. ઉપર એક કાંચ નો હીટ રેઝિસ્ટન્ટ બાઉલ મૂકી તેમાં ડાર્ક ચોકલેટ નાખી ને હલાવતા જાઓ અને સ્લો ફ્લેમ પર મેલ્ટ કરો. આને ડબલ બોઇલર મેથડ કહેવાય છે. (નોંધ – માઇક્રોવેવ માં 30 સેકન્ડ રાખી ને પણ ચોકલેટ મેલ્ટ કરી શકાય છે). ગેસ બંધ કરી ને મેલ્ટ કરેલી ચોકલેટ બીજા બાઉલ માં ટ્રાન્સફર કરો. હવે મેલ્ટેડ ચોકલેટ માં ફ્રેશ ક્રીમ, ચીઝ ક્રીમ અને વેનીલા એસેન્સ નાખી મિક્સ કરો. ત્યારબાદ તેમાં ગ્રાઈન્ડ કરેલી ઓરિઓ બિસ્કિટ નાખો અને મિક્સ કરો. ત્યારબાદ તેમાં મેલ્ટેડ બટર ઉમેરી ફરી મિક્સ કરો. હવે તેને ફ્રિજ માં 30 મિનિટ માટે સેટ થવા મુકો.હવે ફ્રિજ માંથી કાઢશો એટલે મિક્સચર થીક ક્લે જેવું થઇ જશે. તેના 3 ભાગ કરો. દરેક ભાગ નો ગોળો બનાવી ને કોનિકલ આકાર આપો. હાથ માં વધુ પડતું રાખવું નહિ નહીંતર હાથ ની ગરમી થી ચોકલેટ મેલ્ટ થવા માંડશે. હવે તેમાં નીચે થી પોપસ્ટિક લગાવી ને ત્રણે કોન્સ ને ગ્લાસ માં ઉભી મૂકી ફરી ફ્રિજ માં 5 મિનિટ સેટ થવા મુકો અને ખ્યાલ રાખો કે તે ક્યાંય પણ અડે નહિ નહીંતર ચોકલેટ ચોંટી જશે. હવે આશરે 80 ગ્રામ વહાઈટ ચોકલેટ ને પણ ડબલ બોઇલર મેથડ થી મેલ્ટ કરો. ત્યારબાદ ગેસ બંધ કરી, મેલ્ટેડ ચોકલેટ માં ગ્રીન ફૂડ કલર ઉમેરો (જોઈએ તેવા શેડ પ્રમાણે કલર ઉમેરવો) અને મિક્સ કરો. હવે તેમાં ફ્રિજ માંથી કોન્સ કાઢીને ડીપ કરો એટલે ગ્રીન ચોકલેટ નું કોટિંગ થશે. ત્યારબાદ આંગળી થી ટેપ કરી રફ ટેક્સચર આપો (ટ્રી જેવું). આ રીતે બધા કોન્ઝ તૈયાર કરો. હવે બાકી રહેલી વહાઈટ ચોકલેટ મેલ્ટ કરી પાઇપિંગ બેગ માં ભરો અને પોપસ્ટીક્સ ની મદદ થી કોન્ઝ ને ફેરવતા જાઓ અને પાઇપિંગ બેગ થી કોન્ઝ ઉપર સ્વર્લ્સ બનાવો. વહાઈટ મેલ્ટેડ ચોકલેટ ના સ્વર્લ્સ જામી જાય એ પેહલા ઝડપ થી ઉપર કલરફુલ સ્પ્રિંકલસ પણ લગાવતા જાઓ જેથી સ્પ્રિંકલસ ચોંટી જાય. આ રીતે બધા કોન્ઝ તૈયાર કરો. હવે 3 ઓરિઓ બિસ્કિટ ઉપર તૈયાર કરેલી ગ્રીન મેલ્ટેડ ચોકલેટ લગાવો અને કોન્ઝ માંથી પોપસ્ટિકસ કાઢી ને ઓરિઓ બિસ્કિટ ઉપર બેસાડી દો. મેલ્ટેડ ચોકલેટ જામી જશે એટલે કોન બિસ્કિટ ઉપર ચોંટી જશે. આ રીતે બધા કોન્ઝ ને ઓરિઓ બિસ્કિટ ઉપર ચોંટાડી દો. હવે કોન ની ટોચ ઉપર પણ મેલ્ટેડ ગ્રીન ચોકલેટ લગાવી તેની ઉપર ગ્લેઝડ ચેરી ચોંટાડી દો. આ રીતે ત્રણે કોન્ઝ ઉપર ચેરી લગાવો.એકદમ આકર્ષક દેખાતા અને યમી એવા ક્રિસમસ ટ્રી ઓરિઓ ટ્રફલ તૈયાર છે. ઉપર દળેલી ખાંડ નું ડસ્ટીંગ કરો એટલે સ્નો જેવી ઈફેક્ટ આવશે. ઈચ્છા મુજબ ગાર્નિશ અને પ્લેટિંગ કરો.
ક્રિસ્મસ શુગર કૂકીઝ બનાવવા માટે જરૂરી સામગ્રી:
- 1.5 કપ મેંદો
- 1/2 ટીસ્પૂન બેકિંગ પાઉડર
- 1/8 ટીસ્પૂન મીઠું
- 1/2 કપ બટર
- 1/2 કપ દળેલી ખાંડ
- 1 ટીસ્પૂન વેનિલા એસેન્સ
- 2 ટેબલસ્પૂન દૂધ
- આઈસીંગ માટે –
- 2 કપ આઈસીંગ ખાંડ
- 1.5 ટેબલસ્પૂન લીંબુનો રસ
- 1.5 ટેબલસ્પૂન દૂધ
- ફૂડ કલર
ક્રિસ્મસ શુગર કૂકીઝ બનાવવા માટેની રીત: સૌ પ્રથમ મેંદો બેકિંગ પાઉડર અને મીઠું ભેગું કરી ચાળી લેવું. એક વાસણમાં બટર અને દળેલી ખાંડ ઉમેરીને વ્હિસ્ક ની મદદથી બે થી ત્રણ મિનિટ સુધી બરાબર ફેંટવું. આખી ખાંડ વાપરવી હોય તો ઈલેક્ટ્રીક બીટર ની મદદથી ખાંડ અને બટર ક્રિમી થાય ત્યાં સુધી મિક્સ કરવું. હવે તેમાં વેનિલા એસેન્સ નાખીને ફરી એકવાર બરાબર મિક્ષ કરી લેવું. હવે દૂધ ઉમેરીને મિક્સ કરવું. હવે તેમાં મેંદાનું મિશ્રણ ઉમેરીને મિક્સ કરતા જવું. બધો મેંદો ઉમેરી બરાબર મિક્સ કરીને લોટ બાંધી લેવો. બહુ મસળવું નહીં. લોટ બરાબર ભેગો થઈ જાય પછી એને ઢાંકીને 30 મિનીટ માટે ફ્રીઝ માં મૂકી રાખવું. હવે લોટ માંથી થોડો જાડો રોટલો વણી પસંદગી મુજબના કુકી કટરથી કૂકીઝ બનાવી લેવી. આ રીતે બધી કુકીઝ તૈયાર કરી ગ્રીસ કરેલી બેકિંગ ટ્રે પર ગોઠવી લેવી. તૈયાર થયેલી કૂકીઝ ને પ્રિહીટેડ ઓવનમાં ૧૮૦ ડિગ્રી પર ૧૦ થી ૧૨ મિનીટ સુધી બેક કરવી. બેકિંગ નો સમય કૂકીઝ ની જાડાઈ પર આધારિત છે કેમકે જો કૂકીઝ જાડી હશે તો બેકિંગ નો સમય થોડો વધારે લાગશે. કૂકીઝ ને હલકા ગુલાબી રંગ ની બેક કરવી, વધારે પડતી બેક થવા દેવી નહીં. બેક થયેલી કૂકીઝ ને ધ્યાન રાખીને ચપ્પુની મદદથી બેકિંગ ટ્રે માંથી વાયર રેક પર ગોઠવી ઠંડી થવા દેવી. એકદમ ઠંડી થયેલી કૂકીઝ પર જ આઈસીંગ કરવું. કૂકીઝ આગલા દિવસે પણ તૈયાર કરીને રાખી શકાય. આઈસીંગ માટે એક વાસણમાં આઈસીંગ ખાંડ, લીંબુનો રસ અને દૂધ ભેગું કરી બરાબર હલાવી લેવું. આઈસીંગ એકદમ જાડું કે એકદમ પાતળું હોવું જોઈએ નહીં. પાઈપિંગ બેગમાં ભરીને પાઈપ કરી શકાય એવું આઈસીંગ રાખવું. હવે તૈયાર કરેલા આઈસીંગ ને અલગ અલગ વાડકીમાં વહેંચી એમાં પસંદગી મુજબના ફૂડ કલર ઉમેરવા. તૈયાર કરેલા કૂકીઝ પર આઈસીંગ ની મદદથી જુદા જુદા પ્રકારની ડિઝાઈન કરી ને સજાવવા. બધા કૂકીઝ ને અલગ-અલગ ગોઠવીને લગભગ છ થી આઠ કલાક સુધી આઈસીંગ સેટ થવા દેવું. શુગર કૂકીઝ એરટાઈટ કન્ટેનરમાં દસ થી પંદર દિવસ માટે સ્ટોર કરી શકાય.