ગુરુવારનું સ્પેશીયલ મેનુ આ રહ્યું નોંધી લો રેસીપી

દરેક મહિલાઓને રોજ એક જ પ્રશ્ન હોય છે આ જ રસોઈમાં શું બનાવવું જો કઈ મેનુ ફિક્સ હોય તો રસોઈ બનાવવામાં ખુબ સરળતા રહે છે.  તો આજે અમે તમારી સાથે મેનુ લઈને આવિયા છીએ

ગુરુવારે સવારે બનાવવાનો નાસ્તો: વાટેલી દાળના ખમણ બનાવવા જરૂરી સામગ્રી: 

  • 1/2 ચમચી રાઈ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • જરુર મુજબ કોથમીર
  • 400 ગ્રામ ચણાની દાળ
  • 1/2 ચમચી સજીનાં ફૂલ
  • 1/2 લીંબું નાં ફૂલ
  • 8-10 લીલાં મરચાં
  • 1 ચમચી તેલ
  • જરુર મુજબ ફ્રેશ અથવા ડ્રાય કોકોનટ છીણ
  • 5-7 નંગ લીમડા નાં પાન

વાટેલી દાળના ખમણ  બનાવવા માટેની રીત:  સૌ પ્રથમ એક બાઉલમાં ચણાની દાળ ને સાફ કરી 4 ક્લાક પાણીમાં પલાળી રાખવી. કરકરી વાટવી. ખીરમાં સજીનાં ફૂલ, લીંબુ નો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાં.  ખીરું હલાવીને થાળી માં બાફવા મુકવું. બફાય પછી થાળી ને બહાર કાઢી તેનાં પર થોડું તેલ ચોપડવું. મરચાંના ટૂકડા કરવા.એક વાસણમાં તેલ મૂકી રાઈ,ચપટી હીંગ,લીમડાનાં પાન નો વઘાર કરવો. થાળી પર વઘાર રેડવો અને જરૂર મુજબ કોથમીર અને કોકોનટ છીણ નાખવું. રેડી છે સ્વાદિષ્ટ આપણા વાટેલી દાળનાં ખમણ. બેસનની ચટણી,સેવ તથા તળેલા બોરીયા મરચાં સાથે સર્વ કરો.

ગુરુવારે બપોરે બનાવવાનું ભોજન :  ફ્લાવર કેપ્સીકમ શાક બનાવવા માટે જરૂરી સામગ્રી:

  • 2 ચમચી લાલ મરચું
  • 1 ચમચી ધાણાજીરું પાઉડર
  • 1 ચમચી ગરમ મસાલો
  • 4 કપ જીણુ સમારેલુ ફલાવર
  • 3 નંગ કાતરીવાલા કાંદા
  • 2 નંગ લાંબા સમારેલા બટેકા
  • 2 નંગ ટામેટા ના ટુકડા
  • 1 નંગ મોટા કેપ્સિકમ ના ટુકડા
  • 4 ચમચા તેલ
  • 2 ચમચી લસણની પેસ્ટ
  • 2 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  • 1/2 ચમચી હળદર
  • મીઠું સ્વાદાનુસાર
  • કોથમીર ભભરાવવા માટે

ફ્લાવર કેપ્સીકમ શાક બનાવવા માટેની રીત:  એક વાડકામાં તેલ ગરમ થાય એટલે તેમા હળદર નાખી કાંદા અને બટેકામા મીઠું નાખી હલાવી ચઢવા દેવા, બટેકા થોડા ચઢે એટલે તેમા લસણ અને લીલાં મરચાં ની પેસ્ટ ઉમેરી હલાવી લેવુ.  પછી તેમા ફલાવર નાખી હલાવી ઢાંકી ને ચઢવા દેવુ, ફલાવર ચઢે એટલે બધા મસાલા ઉમેરી દેવા, મસાલા મિક્સ કરી ટામેટા અને કેપ્સિકમ ઉમેરી ત્રણ થી ચાર મિનિટ થવા દેવુ, સબ્જી તૈયાર છે ઉપરથી કોથમીર ભભરાવી સર્વ કરવુ.

ગુરુવારે સાંજે બનાવવા માટેનું ભોજન: વડા પાઉં બનાવવા માટેની સામગ્રી:

  • વડાનાં બેટર માટે
  • ૧.૫ કપ બેસન
  • ૧/૪ ચમચી અજમો
  • ૧/૪ ચમચી હીંગ
  • ૧/૨ ચમચી શેકેલું જીરું પાવડર
  • ૧/૪ ચમચી બેકીંગ સોડા
  • મીઠું સ્વાદ અનુસાર
  • વડાનાં સ્ટફિંગ માટે
  • ૬ નંગ બટાકા
  • ૩ ચમચી તેલ
  • ૧/૨ ચમચી જીરું
  • ૨ ચમચી આદુ-મરચા-લસણની પેસ્ટ
  • ૬-૭ મીઠા લીમડાના પાન
  • ૧/૨ ચમચી હળદર
  • ૧/૪ ચમચી હીંગ
  • ૧/૨ ચમચી ગરમ મસાલો
  • ૩ ચમચી સમારેલી કોથમીર
  • ૧/૨ લીંબુનો રસ
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી જરૂર મુજબ

વડા પાઉં બનાવવા માટેની રીત: સૌપ્રથમ બટાકાને ધોઈ, બાફી તેની છાલ કાઢીને સ્મેશ કરી લો. હવે, મિકસર જારમાં આદુ, મરચા અને લસણ વાટી લો.  ત્યારબાદ, પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું ઉમેરો અને પછી તેમાં હીંગ, હળદર, ગરમમસાલો, મીઠો લીમડો અને આદુ-મરચા-લસણની પેસ્ટ ઊમેરી સાંતળી લો. અને છેલ્લે તેમાં સ્મેશ કરેલ બટાકા, કોથમીર અને લીંબુનો રસ ઉમેરી મિકસ કરી ગેસની ફ્લેમ બંધ કરી દો. આ મસાલો ઠંડો પડે પછી તેના ગોળા વાળી સહેજ પ્રેસ કરી લો.  હવે, એક બાઉલમાં બેસન, અજમો, હીંગ, જીરું પાવડર, સોડા, મીઠુ અને જરૂર મુજબ પાણી નાખી બેટર બનાવી લો. ત્યારબાદ, તળવા માટે તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે વારાફરથી બધા વડા બેટરમાં ડીપ કરી તળી લો અને છેલ્લે બેટરમાંથી નાની મમરી પાડી લો. હવે, પાવમાં કાપા પાડી તેમાં એકબાજુ વડાપાવની સૂકી ચટણી અને બીજી બાજુ લીલી ચટણી લગાવી લો. પછી તૈયાર કરેલ વડા, તળેલું મરચું અને બેસનની મમરી મૂકી સર્વ કરો.  તો વડાપાવ તૈયાર છે. ગરમાં ગરમ ચા સાથે તેની મજા માણો.

Leave a Comment