રાજકોટની ફેમસ ચટણી સામગ્રી: 1 કાચી કેરી (અંદાજે 200 ગ્રામ), 50 ગ્રામ સિંગદાણા, 2-3 લીલા મરચા, 1/4 ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું
ચટણી બનાવવાની રીત: સૌપ્રથમ સિંગદાણાને થોડા શેકી ફોતરાં કાઢી લો. હવે આ સિંગદાણાને 10 મિનિટ માટે પાણીમાં પલાળી દો. સિંગદાણા પલળે ત્યાં સુધીમાં કાચી કેરીને ધોઇને છાલ ઉતારી નાના-નાના કટકા કરી લો.
ત્યારબાદ મિક્સરના જારમાં સૌપ્રથમ પલાળેલા સિંગદાણા પાણી નીતારીને નાખો. ત્યારબાદ સમારેલાં લીલાં મરચાં નાખો. ત્યારબાદ ઉપર કાચી કેરીના કટકા નાખી હળદર નાખો. હવે છેલ્લે સ્વાદ અનુસાર મીઠું નાખી મિક્સરમાં બરાબર પીસી લો.
તૈયાર છે રાજકોટની ફેમસ ખાટી-તીખી ચટણી. આ ચટણીમાં જરા પણ પાણી કે બીજુ કોઇ પ્રવાહી ન નાખવું ચટણીને ફ્રીઝરમાં 3-4 મહિના સુધી સ્ટોર પણ કરી શકાય છે. એરટાઇટ ડબ્બામાં મૂકી ફ્રીઝરમાં મૂકવી ચટણી.

તો તૈયાર છે રાજકોટની ફેમસ ગ્રીન ચટણી બનાવવાની રેસીપી વધુમાં વધુ લોકો સુધી શેર કરો જેથી કરીને આ રેસીપી દરેક વ્યક્તિ સુધી પહોંચી જાય