આ વનસ્પતિ દેખી જાવ તો તરત લઇ લેજો ફાયદા અનેકગણા છે

કૂબો ,દ્રોણપુષ્પી (ગુમ્મા) દ્રોણપુષ્પી જેને આપણે ગુમ્મા ના કે કુબા નાં નામથી ઓળખીએ છીએ. તે આપણા મોટા ભાગનાં વિસ્તારમા જોવા મળે છે.તેને ગુજરાતીમાં કુબા નાં નામ થી અને ર્હિન્દીમાં ગુમ્મા, સંસ્કૃતમાં દ્રોણપુષ્પી. નામથી ઓળખવામાં આવે છે.દ્રોણપુષ્પી(કુબા) નો છોડ બે થી ચાર ફૂટ લાંબો અને ચાર પાંચ ડાળીઓ વાળો ઘૂંઘટ આકારનો હોય છે. દ્રોણપુષ્પી (ગુમ્મા) ના છોડ ઉપર સફેદ રંગના નાના નાના દાણા હોય છે. તેના પાંદડા 2-3 ઇંચ લાંબા અને અણીદાર છેડા વાળા હોય છે. તેના ફૂલ કપ જેવા આકારના સફેદ અને ઘટાદાર હોય છે. ફૂલના દરેક ગુછા ઉપર બે પાંદડા જોડાયેલા હોય છે. તેની ડાળીઓ પાતળી અને 5 થી 6 ઇંચ લાંબી હોય છે. જેની ગંધ તીવ્ર હોય છે. તેના ઉપયોગથી ઘણા રોગો દુર થઇ શકે છે. જેવા કે ઉદર રોગ, વિશ દોષ, યકૃત વિકાર, પક્ષઘાત વગેરે માં ખુબ ફાયદાકારક ઔષધી છે.ઝેર, જ્વર માટે કુબા કે દ્રોણપુષ્પી ની ડાળીઓ કે પાંદડાને વાટીને પોટલી બનાવી લો અને તેને જમણા હાથની નાડી ઉપર કપડાની મદદથી બાંધી દો. તેનાથી રોગીનું જ્વર ખુબ જ વહેલા ઠીક થઇ જાય છે.સુકા રોગમાં – સુકા રોગ ખાસ કરીને નાના બાળકોને થાય છે. ગુમ્મા ની ડાળીઓ કે પાંદડાને વાટીને સુદ્ધ ઘી માં તાપ ઉપર પકાવી લો અને ઠંડુ થાય એટલે આ ઘી થી બાળકોના શરીર ઉપર માલીશ કરો. આ સુકો રોગ ખુબ જ જલ્દી દુર થઇ જાય છે.

સાંપ કરડવા ઉપર : જયારે કોઈ વ્યક્તિને સાપ કરલે ત્યારે ખુબ ડરી જાય છે અને તેનું ઝેર આખા શરીરમાં પ્રસરી જાય તો વ્યક્તિ મૃત્યુ પામે છે પણ જયારે કોઇપણ વ્યક્તિને સાપ કરલે ત્યારે ગભરાશો નહિ પરંતુ આ ઔષધિની ચોકસ ઉપાય કરજો કોઈપણ વ્યક્તિને કેટલો પણ ઝેરીલો સાંપ કરડ્યો હોય તેને દ્રોણપુષ્પી ના પાંદડા કે ડાળીઓ ખવરાવવા જોઈએ કે તેના 10 થી 15 ટીપા રસ પીવરાવવો જોઈએ. જો વ્યક્તિ બેહોશ થઇ ગઈ હોય તો ગુમ્મા દ્રોણપુષ્પી નો રસ કાઢીને તેના કાન, મોઢા અને નાક દ્વારા ટીપા નાખી દો. તેનાથી મૃત્યુ ન પામેલ હોય તો ચોક્કસ રીતે ઠીક થઇ જશે. ઠીક થયા પછી થોડા સમય માટે ઊંઘવા ન દો. નોંધ:-આ વિશે વૈદ્યની જાણકારી લેવી જરૂરી છે.

શ્વાસના દર્દી માટે પણ ફાયદેમંદ છે : દ્રોણ પુષ્પીના ફૂલ અને કાળા ધતુરાના ફૂલને ચલમ ભરીને ધુમ્રપાન કરવાથી શ્વાસ ધીમો પડી જાય છે. દ્રોણપુષ્પીના  રસમાં આદુંનો રસ એન મધ સાથે ભેળવીને સેવન કરવાથી  શ્વાસના રોગોમાં લાભ થાય છે. દ્રોણપુષ્પીના પાંદડાનો અડધો ભાગ સિંધવ મીઠું સાથે  ભેળવીને દાટી દીધા બાદ તેની રાખનું ચૂર્ણ બનાવીને ૩-૩ ગ્રામ લઈને તેમાં મધ અને આદુનો રસ ભેળવીને સેવન કરવાથી શ્વાસ લેવામાં તકલીફ હોય તો  ફાયદો થાય છે. 5 ml દ્રોણપુષ્પીના પાંદડાના રસમાં બરાબર માત્રામાં મધ ભેળવી દેવું આ પાણી પીવાથી ખાંસી અને શરદી તેમજ ઉધરસમાં સારો લાભ થાય છે.

સોજા દુર કરવા મદદરૂપ : દ્રોણ પુષ્પીના પંચાંગ 25 gramનો કવાથ બનાવીને મધ સાથે ભેળવીને સેવન કરવાથી સોજો મટી જાય છે. દ્રોણપુષ્પીના પાંદડા તથા લીમડાના પાંદડા બંનેને પાણીમા સાથે ઉકાળીને તેનો શેક લેવાથી સોજો ઉતરી જાય છે. જો ગાંઠ થઇ હોય તો ગાંઠ પણ બેસી જાય છે.

લીવર અને બરોળના  વિકારમાંપણ આ ઔષધી  દ્રોણપુષ્પીના મૂળનું ચૂર્ણ બનાવી લો ખુબ ફાયદાકારક નીવડશે . આ ચૂર્ણ સાથે  એક ભાગ પીપળી ચૂર્ણ ભેળવી દો. 1 થી 2 ગ્રામની માત્રામાં નિયમિત સેવન કરવાથી લીવર અને બરોળમાં ખુબ  લાભ થાય છે. આ ઔષધી સોજો મટાડવાના પણ ગુણ ધરાવતી હોવાથી તે બરોળ અને યકૃતનો સોજો મટાડવામાં મદદ કરે છે.

કમળો હોય તો પણ આ ઔષધી ફાયદાકારક છે : દ્રોણપુષ્પીના 10 ml રસમાં કાળા મરીના 6 દાણા અને સિંધવ મીઠું 2 gram ભેળવીને દિવસમાં ત્રણ વખત લેવાથી કમળામાં લાભ થાય છે. દ્રોણપુષ્પીના પાંદડાના રસને આંખોમાં નાખવાથી આંખની પીળાશ દુર થાય છે. આ ઉપાય એક અઠવાડિયા સુધી નિયમિત  કરવાથી ફાયદો થાય છે.

ગાંઠિયો વા હોય તો પણ આ ઔષધી ખુબ ઉપયોગી છે : આ ઔષધિનો  (દ્રોણપુષ્પી)નો ઉકાળો બનાવીને નિયમિત શેક કરવાથી ગઠીયો વા પણ દુર થાય છે. : આ ઔષધિનો  (દ્રોણપુષ્પી) ફૂલ, મૂળ, ફળ, પાન અને છાલ લઈને વાટીને ઉકાળો બનાવી લેવો  આ ઉકાળાના  10 થી 30 ml માત્રામાં 1 થી 2 gram પીપળી ચૂર્ણ ભેળવીને પીવાથી ગાઠીયો વા માટી જાય  છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles