Sunday, March 26, 2023
Homeહેલ્થ ટીપ્સશું તમે લીંબુના ફૂલ વિષે સાચી હકીકત જાણો છો? અત્યારે જ જાણો...

શું તમે લીંબુના ફૂલ વિષે સાચી હકીકત જાણો છો? અત્યારે જ જાણો નહિતર ખાધા પછી પછતાસો

લીંબુના ફૂલમાં કેમિકલની  બનાવટ હોય છે:  એક બહુ મોટી અને ખોટી માન્યતા છે કે સાઇટ્રિક ઍસિડ એ લીંબુ-સંતરાં જેવાં ખાટાં ફળોના રસને સૂકવીને બનાવાય છે. ખરેખર લીંબુનો રસ સુકાઈ જાય ત્યારે એમાંથી ખટાશ ખૂબ જ ઓછી થઈ જાય છે. જ્યારે આપણે લીંબુનાં ફૂલ વાપરીએ છીએ એ એ સિન્થેટિક કેમિકલ્સમાંથી જ બનાવાય છે અને એટલે એમાં અતિશય ખટાશ હોય છે. ડાયેટિશ્યન ડૉ. યોગિતા ગોરડિયા કહે છે, ‘ખાટાં ફળોમાંથી મળતા રસનો ક્ટણ્ એટલે કે ઍસિડિક સાંદ્રતા આપણા શરીરના ક્ટણ્ કરતાં ઓછી હોય છે. જ્યારે સિટ્રિક ઍસિડનો ક્ટણ્ ખૂબ જ હાઈ હોવાથી એ શરીર માટે ખૂબ ઍસિડિક પુરવાર થાય છે અને એને કારણે જઠર અને આંતરડાંની અંત:ત્વચાને ઇરિટેટ કરે છે અને વારંવારના વપરાશને કારણે અંત:ત્વચા પર્મનન્ટ ડૅમેજ થાય છે. ’

ખરેખર લીંબુનાં ફૂલ શું છે? તમે જાણો છો લીંબુના ફૂલ એ એક સિટ્રિક ઍસિડ છે જે  લીંબુના છોડ કે લીંબુના વૃક્ષ પર ઊગતા ફૂલ સાથે કોઈ જ લેવાદેવા નથી.લીંબુના ફૂલ  સફેદ,, કરકરી ચમકદાર દળેલી ખાંડ જેવાં દેખાતાં લીંબુનાં ફૂલ એ સિટ્રિક ઍસિડનું ઘન સ્વરૂપ છે. સિટ્રિક ઍસિડમાં  લીંબુ જેવી ખટાશ હોવાથી તેને  લીંબુની અવેજીમાં વાપરી શકાય છે આથી તેને લીંબુનાં ફૂલ કહેવામાં આવે છે. સિટ્રિક ઍસિડ સારીએવી માત્રામાં હોય એવ ફળો જેમ કે લીંબુ, સંતરાં કે નારંગી છે. આ કારણોસર આ બધા ફળોને હેલ્ધી પણ ગણવામાં આવે છે. એનું મુખ્ય  કારણ છે કુદરતી રીતે લીંબું, સંતરાંમાંથી મળી આવતા સિટ્રિક ઍસિડથી શરીરમાં યુરિન બનવાની પ્રક્રિયા સરળ બને છે.  તમને વિચાર આવતો હશે તો પછી  લીંબુનાં ફૂલ શરીર માટે નુકસાનકારક કેવી રીતે બને?

લીંબુના ફૂલ ખાવાથી શરીરમાં શું નુકસાન થાય?: સિટ્રિક ઍસિડના વધુ પડતા સેવનને કારણે શરીરમાં નીચે મુજબનાં પરિવર્તનો થાય અને સ્વસ્થ્ય પર જોખમ ખડું થાય છેઅતિશય ઍસિડિટીને કારણે સૌથી પહેલાં જઠર-આંતરડાંને અસર કરતું આ કેમિકલ છે  એનાં લક્ષણો ધીમે-ધીમે દેખાડે છે. ‘સિટ્રિક ઍસિડવાળી ચીજો એટલે કે લીંબુના ફૂલ નાખેલ વસ્તુ ખાવાને કારણે હાર્ટબર્ન, પાચનમાં તકલીફ, ઉબકા, ઊલટી, ડાયેરિયા, પેટ ભારે લાગવું જેવી સામાન્ય તકલીફો દેખાય છે. પાચનની તકલીફો વધે. મ્યુકસ કોલાઇટિસ, ઇરિટેબલ બોવેલ સિન્ડ્રૉમ, અલ્સરેટિવ કોલાઇટિસ જેવા રોગોની શક્યતાઓ વધે. જોકે આ કેમિકલને શરીરમાંથી બહાર ફેંકવા માટે કિડનીને વધુ કામ કરવું પડે છે એને કારણે લાંબા ગાળે ત્વચા ડલ થઈ જવી, વાળ રુક્ષ થઈ જવા, બ્લડ-પ્રેશર વધવું, વારંવાર યુરિન પાસ કરવા જવું, યુરિનમાં બળતરા થવી જેવી તકલીફો દેખાય.’ આબધા માટે લીંબુના ફૂલ જવાબદાર છે  હાથ-પગમાં સોજો, ,શ્વાસ લેવામાં તકલીફ, હાથ-પગમાં હળવું કંપન.  સ્નાયુઓમાં નબળાઈ અને સાંધાના દુખાવા,  કૅલ્શિયમની કમીને કારણે નાની ઉંમરે ઑસ્ટિયોઆથ્રાઇટિસ, , દાંતની ઉપરનું ઇનેમલ ઓગળવાથી, , ઝાડા, કબજિયાત, ગૅસની તકલીફ અને પેટમાં દુખાવો,  હાર્ટબીટ્સમાં અનિયમિતતા,  લિવરની કાર્યક્ષમતા ઘટે, અન્ય દવા લેતા હો તો એની અસરકારકતા ઘટે, કઈ ચીજોમાં સિટ્રિક ઍસિડ હોય?, રેડી ટુ મેક શરબતો, જૂસ, સૂપ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, સૂકાં ખટમીઠાં નાસ્તા, પાણીપૂરીનું પાણી, રસ્તા પરના લીંબુ-પાણી,વેફર્સ, ચેવડા, ચિપ્સ, જાતજાતનાં સ્નૅક્સનાં પડીકાં,ટૅન્ગી પાઉડર્સ, તમામ પ્રકારનાં સૉફ્ટ-ડ્રિન્ક્સ, પૅક્ડ કે કૅન્ડ ફ્રૂટ્સ, વેજિટેબલ્સ, દહીં, યૉગર્ટ. ઇન્સ્ટન્ટ આઇસ ટી વગેરેમાં લીંબુના ફૂલ વાપરવામાં આવે છે.

આ કેમિકલ માત્ર બહારના પૅક્ડ ફૂડમાં જ નથી જે આપણા ઘરે પણ વાપરવા આવે છે આપણા ઘર-ઘરમાં ઘૂસી ગયું છે. ટ્રેડિશન ગુજરાતીમાં આપણે જેને આપણે લીંબુનાં ફૂલ તરીકે ઓળખીએ છીએ એ બીજું કંઈ નહીં, પણ આ સિટ્રિક ઍસિડ જ છે. ઘણીય ગૃહિણીઓ રસોઈમાં છૂટથી લીંબુનાં ફૂલનો ઉપયોગ કરે છે. ઘરમાં લીંબુ ન હોય તો દાળમાં ચપટીક લીંબુનાં ફૂલ નાખી દે. પાણીપૂરીમાં લીંબુ, આમલી, કે આમચૂરની અવેજીમાં પણ લીંબુનાં ફૂલ વપરાય છે . પૌંઆ કે મકાઈનો સૂકો ચેવડો ખટમીઠો બનાવવા અને લાંબો સમય ટકી રહે એ માટે એમાં ઉપરથી લીંબુનાં ફૂલ ભભરાવી દેવાય. ટૉમેટો ટૅન્ગી ફ્લેવરની કોઈ પણ ચીજ બનાવવી હોય અને ઘરમાં ટમેટાં, લીંબુ ન હોય તો લીંબુનાં ફૂલથી તમારી ડિશ ચાલી જાય.

ડ્રાય અને સૂકા નાસ્તામાં ખટાશ માટે અને લિક્વિડ શરબતોમાં પ્રિઝર્વેટિવ તરીકે લીંબુનાં ફૂલનો વપરાશ છૂટથી થાય છે. આજે તો દરેક સ્ટેશનોની બહાર લીંબુ શરબતના થેલા લઈને બેઠેલા લોકોની લારીમાં લીંબુ દેખાવનાં જ પડ્યાં હોય છે. શરબતમાં તો લીંબુનાં ફૂલ જ વપરાય છે. એ સસ્તું પણ પડે છે અને સહેલું પણ, કેમ કે એક નાની ચમચી લીંબુનાં ફૂલથી એક લિટર પાણી ખાટું બનાવી શકાય છે. આ આદતો શરીર માટે ખૂબ જ હાનિકારક છે. જ્યાં પણ કુદરતી ચીજોની ખટાશને બદલે લીંબુનાં ફૂલની ખટાશ વાપરવામાં આવે છે ત્યારે એનાથી ખોરાક પ્રિઝર્વ કરવાની ક્ષમતા વધે છે, પણ એ ચીજ સ્વાસ્થ્ય માટે હાનિકારક બની જાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments