તમારા બાળકની દેખભાળ કેવી રીતે કરશો

0

ખોરાક વધારે લેવા છતાં બાળકનું વજન ન વધે તો તેનો બાંધો પાતળો હશે. તેની ચિંતા ન કરશો.

વજન ક્યારે કેટલું વધ્વં જોઈએ ? બાળકના બાળપણમાં વજનનો વધારો સૌથી ઝડપી હશે મોટી ઉમર થાય તેમ બાળકનું વજન વધતું બંધ થઇ જાય છે . બાળકના શરૂઆતના પાંચ મહિના દરમિયાન જન્મ સમયના વજનથી બાળકનું બમણું વજન થઈ જાય છે ? જયારે બાળક એક વર્ષનું થાય ત્યારે તેનું વજન ત્રણ ગણું થાય પહેલાં ત્રણ મહિનામાં દર મહિને ૧ કિલો વજન વધે ત્યાર પછી ૩ થી ૬ મહિના દર મહિને ૫૦૦ ગ્રામ અને પછી બે વર્ષ સુધી દર મહિને આશરે ૨૫૦ ગ્રામ વજન વધેછે . જેમ જેમ  બાળક મોટું થાય તેમ તેમ  વજનનો દર મહિને વજનનો  વધારો ઓછો થાય તમારા બાળકનું વજન શું હોઈ શકે તે આ મુજબ ગણી શકાય.

બાળક તંદુરસ્ત છે  વજન નથી વધતું તો શું કરવું: બાળકનું નિયમિત વજન કરાવવું જોઈએ અને નિયમિત બાળકના વજનનો ચાર્ટ બનાવો, આ બાળકો મોટે ભાગે માનસિક કારણોને લીધે ખાતા નથી હોતા. ત્રણ મહિના પછી થોડો ઘન ખોરાક આપતાં રહો. દાળ-ભાત-ખીચડી જેવા અનાજમાં થોડું ઘી તથા ખાંડ નાંખી તેની કેલરી વધારો બાળકને ભાવતો ખોરાક આપો. ૧ વર્ષ સુધી અવશ્ય ધાવણ ચાલુ રાખો. ૧ વર્ષ પછી દૂધનું પ્રમાણ વધારશો નહિ. ઘન ખોરાક જ વધારો, ધાવણ છોડાવી દો.

વજન કેમ ન વધે ?: અપૂરતો પ્રોટીન અને કેલરી યુક્ત આહાર મુખ્ય કારણ છે ગરીબ, નિરસ્તા પાતળું દૂધ, ખોરાક આપવાની અયોગ્ય સમજણ અને ઢબ, માનસિક બિમારીઓ જન્મજાત ખોડખાંપણ વિગેરેના કારણે બાળકને પૂરતા પોષણદ્રવ્યો ન મળતા હોવાથી વજન ન વધે. આંતરડાના કીડનીના અને અન્ય ચેપી રોગો, અંતઃસ્ત્રાવની ત્રુટિ જેવા રોગોને લીધે વધેલી કેલરી અને પ્રોટીનનો બગાડ થાય છે. પ્રસુતિ વખતે માતાની સંભાળ અને રોગો, જેનેટીક જન્મજાત હૃદય અને ફેફસાના રોગો બાળકનું વજન ન વધવાના કારણો હોઈ શકે. ડૉક્ટર તમારા બાળકના વજનનો રેકોર્ડ, ઉંચાઇ ચાંડીની જાડાઈ માથાનો ઘેરાવો, હાડકાંનો વિકાસ તથા જરૂરી લેબોરેટરી તપાસ પરથી બાળકનું વજન કેટલું ઓછું અને શા કારણે છે તે જણાવશે.

તમારા બાળકનો દર મહિને કેટલો ખોરાક વધે છે તેની નોંધ રાખવી જોઈએ. બીજા વર્ષમાં બાળક જીદ્દી રહેશે તેને ભાવતો-ગમતો ખોરાક આપવો  બધી જાતની દાળ, ફણગાવેલ  મગ, બાફેલા પોચા ચણા, શીરો, સુખડી આ બધા  વિ. પ્રોટીન વધુ પ્રમાણમાં  ધરાવે છે. ૬ મહિના પછી ઇંડાનો જર્દીનો ભાગ પણ  બાફીને જે દૂધમાં આપી શકાય ઈંડામાં ભરપુર પ્રમાણમાં પ્રોટીન રહેલ છે . દિવસમાં ૩ થી ૪ વખત જ ખોરાક આપો, બને તો માંગે ત્યારે જ આપો દબાણ, ભય, લાલચ આપશો નહિ. આજે નથી ખાધું તો કાલે ખાશે. પોતાની જાતે ખોરાક માંગશે તો વધુ ખાશે

માર  મારવાથી ફોન આપીને ખવડાવવાથી બાળકની માનસિક સ્થિતિ બગાડશે,બાળકને ખોરાક માટે પ્રેમ નહિ રહે અને આ આદત તેને મોટા થઈ જાય ત્યારે પણ અસર કરશે  બીજા અને ત્રીજા વર્ષ ઓછું વજન વધે અને ડૉક્ટરી તપાસ નોર્મલ હોય તો ફીકર ન કરશો જેમ બાળક મોટું થાય તેમ ખોરાક આપવાનો જથ્થો વધારી દેવો જોઈએ અને જેટલી વખત આપતા હોય તે ઘટાડો. કેટલીકવાર બિમારી પછી ભૂખની દવા ડૉક્ટર લખી આપશે. અને બાળક  ૪ વર્ષ થાય ત્યારે બાળકને કોઈ શારીરિક શ્રમ પડે તેવા સ્પોર્ટસમાં મોકલો આથી શારીરિક શ્રમના લીધે બાળકને ભૂખ લાગશે અને બાળક પોતાનો ખોરાક વધારેશે જેમ કે  સ્વીમીંગ, દોડવું, કરાટે કે ક્રિકેટ જેવી મનગમતી પ્રવૃત્તિ તેની ભૂખ વધારશે. શાળામાં નાસ્તામાં રોટલી, ભાખરી જેવા કેલરીયુક્ત આહાર લઈ શકે તેવું કરો. બાળકને સ્કુલે બધું ભાવશે  બાળકને કુદરતી ભૂખ રહે. ખાવામાં પ્રેમ રહે અને ખાવામાં વિશ્વાસ રહે એ રીતે ખોરાક આપવો એ વજન વધારવાની મુખ્ય દવા છે !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here