હેડકી, કફના રોગો, ખાંસી, ગળાના રોગો , શરદી, છીંકો, ઉબકા, ગેસ સામે રાહત આપે છે લવિંગ વાંચો અને શેર કરો

લવિંગ : ( ૧ ) લવિંગ તીખું , કડવું , હલકું , નેત્રને હિતકારી , ઠંડું , જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર , આહારનું પાચન કરનાર , ભોજન પર રુચિ ઉપજાવનાર અને કફ , પિત્ત , લોહીના રોગો , તરસ , ઊલટી , આફરો , શૂળ , ઉધરસ , હેડકી , શ્વાસ અને ક્ષયને મટાડે છે . લવિંગ , એલચી , તજ , નાગકેસર , કપુર , જાયફળ , શાહજીરુ , વાળો , સુંઠ , કાળું અગર , વાંસકપુર , જટામાંસી , નીલકમળ , પીપર , ચંદન , ચણકબાબ , તગર આ દરેક ઔષધ વીસ – વીસ ગ્રામ અને સાકર બસો ગ્રામ લઈ બારીક ચૂર્ણ કરવું . અને લવિંગાદિ ચૂર્ણ કહે છે .

એક ચમચી ચૂર્ણ બે ચમચી મધમાં સવાર સાંજ લેવાથી કફના રોગો , ખાંસી , હેડકી , ગળાના રોગો , શરદી , છીંકો વગેરે મટે છે . ઘી સાથે લેવાથી શરીર પુષ્ટ થાય છે . ( ૨ ) પાતળા ઝાડા થતા હોય તો લવિંગ નાખી ઉકાળી ઠંડુ કરેલ પાણી પીવાથી લાભ થાય છે . એકાદ બે લવિંગ મોંમાં રાખવાથી મોંમાં લાળ અને હોજરીમાં પાચક રસોનો સ્ત્રાવ થવાથી પાચનક્રિયા સુધરે છે . મરડો , ઝાડા , આફરો , ઉદરશૂળ , દમ – શ્વાસનો હુમલો વગેરે પણ લવિંગથી મટે છે .

ખાદ્યસામગ્રી સાથે તેના ઉપયોગ ગૅસ વાછૂટ અને મળની દુર્ગધ દૂર થાય છે . લવિંગથી મંદાગ્નિ , અરુચિ , ઉબકા , કફના રોગો , તરસ , ગેસ , આફરો વગેરે મટે છે .

Leave a Comment