આંતરડામાં ચાંદા અને ગર્ભાશય ખસી ગયું હોય તો આ ઔષધી નો ઉપયોગ કરવો

લજામણી ? એને રિસામણી પણ કહે છે . એના છોડ બારે માસ ગુજરાતમાં થાય છે , પરંતુ શિયાળામાં વધારે જોવામાં આવે છે . તે જમીન ઉપર પથરાતા વેલા જેવા છોડ છે ,

તેના પાનને સહેજ સ્પર્શ થતાં પાન બીડાઈ જાય છે , એના છોડ ઉપર બારીક કાંટા હોય છે . ફૂલ ગુલાબી રંગનાં , શિંગો ચપટી અને લાંબી હોય છે , એનાં મૂળ મોટાં હોય છે ઔષધમાં મૂળ જ વાપરવા જેવાં હોય છે . તે રક્તવાહિનીનો સંકોચ કરાવીને ૨ ક્તસ્ત્રાવ બંધ કરે છે , લજામણી કડવી , શીતળ , તુરી , કફપિત્તહર , ૨ ક્ત અને પિત્ત બંને વિકારોમાં ઉપયોગી , પિત્તના અતિસારને મટાડનાર , રક્તાતિસાર – અલ્સરેટિવ કોલાયટીસ ( મોટા આંતરડામાં ચાંદાં પડવાં ) માં ખૂબ જ ઉપયોગી તથા યોનિરોગોને હરનાર છે .

ગર્ભાશય ખસી ગયું હોય તો લજામણીનું મૂળ ઘસીને લગાડવાથી ફાયદો થાય છે , ઝાડામાં લોહી જતું હોય તો મૂળ પાણીમાં ઘસીને અથવા મૂળનું ચૂર્ણ વાલના દાણા જેટલું દૂધ અથવા છાસ સાથે પીવાથી રક્તસ્ત્રાવ બંધ થાય છે , લજામણીનો તુરો શીતળ રસ પિત્તનાશક હોવાથી આ રોગમાં ખૂબ જ પ્રશરસ્ત છે . વરણ ઘા પર તેનાં પાન વાટી ચોપડવાથી ઘા જલદી મટી ઝાય છે .

Leave a Comment