બજાર જેવા દાબેલા ચણા ઘરે બનાવવાની રીત

આપણે સૌ ગાર્ડનમાં ફરવા જાય કે પીકનીકમાં જાય એટલે દબેલા ચણા ન ખાય તો મજા ન આવે દાબેલા ચણા ખાવા જ પડે. પરંતુ આપણે બજાર માંથી

દાબેલા ચણા (ચણા જોર ગરમ ) બનાવવા મે જરૂરી સામગ્રી: 2 કપ કાબુલી ચણા, 1 નંગ લીંબુ, 1 ઓનીયન ચોપ્ડ, , 2 ચમચી ધાણાજીરુ પાઉડર, મીઠું જરુર મુજબ, 1 ચમચી કોરીએન્ડર ચોપ્ડ, 1/4 ચમચી બ્લેક સોલ્ટ, 1/4 ચમચી આમચુર પાઉડર, 1 ટમાટર ચોપ્ડ, પાણી જરુર મુજબ, 2 ચમચી લાલ મિર્ચ પાઉડર

બજાર જેવા દાબેલા ચણા બનાવવાની રીત: દાબેલા ચણા બનાવવા માટે સૌ પ્રથમ આગલે દિવસે રાત્રે ચણાને ઓવરનાઈટ ડુબડુબા પાણીમાં પલાળી રાખો હવે બીજે દિવસે સવારે કુકરમાં ચણા ડુબે એટલુ પાણી લઈ ઊકળતા પાણીમાં તેને નાખો. તેમાં મીઠું એડ કરી 2 વિસલ વગાડી ચણાને બાફી ઠંડા કરી લો. હવે પિસ્ડલ વડે ચણાને દબાવીય ચપટા કરી લેવા હવે ફુલ ડે(આખો દિવસ ) સનલાઇટ(સૂર્યપ્રકાશમાં )માં તપાવી લો.. આ બધા ચપટા થયેલ ચણાને ફુલ ફ્લેમ પર 1 મિનિટ સુધી તેલમાં ફ્રાય કરી ક્રીસ્પી કરી ચણા જોર(ચણા ચોર) રેડી કરી ઠંડા કરી લો. હવે ચનામાં ચોપ્ડ ટમાટર(ઝીણા સમારેલ ટામેટા),ઓનીયન,લાલ મિર્ચ, ધાણાજીરુ,મીઠું,બ્લેક સોલ્ટ,આમચુર પાઉડર અને કોરીએન્ડર એડ કરી બરબર મિક્સ કરી ચણા જોર ગરમ રેડી કરી લો.

તો તૈયાર છે યમી ચણા જોર ગરમને સર્વિંગ પ્લેટમાં એડ કરી ચણા જોર તેમાં સમારેલ ડુંગળી, લીંબુનો રસ , સમારેલા ટમાટર અને કોરીએન્ડર(કોથમીર)થી ગાર્નીશ કરી સર્વ કરો. ખાવાની મજા આવી જશે બાળકોને બજારમાંથી ચણા જોર લેવા કરતા ઘરે આ રીતે બનાવશો તો ડબ્બલ સ્વાદ આવશે અને આંગળા ચાટતા રહી જશો

Leave a Comment