કાળા પડી ગયેલ ગરદન, ગોઠણ, કોણીની કાળાશ દુર કરવા કોઈપણ કિંમતી સાબુનો બાપ છે આ લોટ

0

કોઈપણ કિંમતી સાબુનો બાપ ચણાનો લોટ વાળ ખરતા હોય , ગુમડા થવા , ખંજવાળ , ખુજલી . ખોડો , કાળા દાગ થવા ચામડીનો કલર ફીકો થવો , ચામડી કડક થવી આ બધી સમસ્યામાં ખુબ ઉપ્યોહ્ગી છે ચણાનો લોટ જે સુગંધી સાબુની ભેટ છે . પ્રકૃતિના નિયમો અપનાવો અવનવા સુગંધી સાબુ વાપરવા અને જાત જાતના શોખ બંધ કરી શુધ્ધ ચણાના લોટથી નહાવાનું શરૂ કરો તમારી ત્વચા નીખરી ઉઠશે અને ચમકશે જે મોંઘા સાબુ વાપરવાથી નહિ થાય , ચણાના લોટનો પેક બનાવીને લગાવાથી ચહેરાની સુંદરતા વધારી શકાઈ છે. અને શક્ય હોય તો આ લોટમાં થોડી હળદર , માખણ અથવા મલાઈ નાખી આખા શરીરે લગાડી સાદા પાણીથી ન્હાઇ લેવું ( માથે પણ નાખવું ). આ રીતે નિયમિત નાહવાથી ચામડી સીલ્કી થશે , શરીરનો કલર ખીલશે . સુગંધી સાબુ અને શેમ્પુ, તેલનો ઉપયોગ બંધ કરો અને ચણાનો લોટ વાપરવાનું શરુ કરો

જો તમારા ચહેરા પર વાળ ઉગે છે તમે હંમેશા માટે ચહેરા પરના વાળ દુર કરવા માંગો છો તો ચણાનો લોટનો આ પ્રયોગ કરો, એક ચમચી ચણાનો લોટ, અડધી ચમચી લીંબુનો રસ અને થોડુક પાણી બરાબર મિક્સ કરીને પેસ્ટ બનાવવી. આ બનાવેલી પેસ્ટને તમારા ચહેરા પર લગાવીને સુકાવા દેવી ચહેરા પર લગાવેલ પેસ્ટ સુકાઇ જાય પછી ચહેરા પર બંને હાથની મદદથી ઉપરની તરફ રગડીને પેસ્ટને કાઢી લેવી અને સ્વચ્છ પાણીની મદદથી ચહેરો ધોઇ નાંખો. અઠવાડિયામાં બે વાર આ પ્રયોગ કરવાથી તમારા ચહેરા પરના વાળ દુર થઇ જાય છે અને ચહેરો નીખરી ઉઠે છે.

ચહેરાની રોનક વધારવા માટે આ પ્રયોગ કરવો એક ચમચી ચણાના લોટમાં એક ચમચી બદામનો પાવડર અને અડધી ચમચી દુધ અને અડધી ચમચી લીંબુનો રસ નાંખીને મિક્સ કરી દેવો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને 30 મિનીટ સુધી રાખવું. 30 મિનીટ પછી સ્વચ્છ પાણીથી ચહેરો ધોઇ નાંખો,. આ પ્રયોગ અઠવાડિયામાં બે વખત કરવાથી તમારો ચહેરો સાફ થાય છે અને ચહેરાની રોનક વધવા લાગે છે.

ઉનાળામાં ડ્રાય થતી સ્કીન થી બચવા માટે એક ચમચી ચણાનો લોટ, અડધી ચમચી દુધની મલાઇમાં અડધી ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી મધ નાંખીને બરાબર મિક્સ કરી લેવું. ૨૦ મિનીટ સુધી આ પેસ્ટને ચહેરા પર લગાવીને રહેવા દો ત્યારબાદ ચહેરો ધાઇ નાંખવો આમ કરવાથી તમારી ડ્રાય ચહેરો ક્લીન થશે અને ચમકી ઉઠશે.

કાળા પડી ગયેલા તમારી ગરદન અને હાથ પગ સાફ કરવા માટે 3 ચમચી ચણાના લોટમાં હળદર, લીંબુનો રસ, અને દહીં નાંખીને પેસ્ટ બનાવી લેવી. તમારા શરીર પરનો જે ભાગ કાળાશ લાગે છે કે કાળા ડાઘ પડી ગયા છે. તે જગ્યા પર આ પેસ્ટને લગાવીને અડધા કલાક સુધી રાખવી અને ત્યારબાદ ધોઇ નાંખો. આ પ્રયોગ અઠવાડિયામાં ત્રણ વખત કરવાથી ધીરે ધીરે તમારા ડોક અને હાથ પગની કાળાશ દુર થશે.

તૈલી ચામડી માટે  એક ચમચી besan માં અડધી ચમચી ચંદન પાવડર અને અડધી ચમચી દહી અને થોડી હળદર અને એક ચમચી લીંબુનો રસ બરાબર મિક્સ કરીને પેસ્ટ બનાવી લેવી . આ પેસ્ટને ફેસપેક તરીકે વાપરવી આમ ચહેરા પર પેસ્ટ લગાવી 10 મિનીટ સુધી રહેવા દો ત્યારબાદ નવશેકા પાણીથી ચહેરો ધોઇ લો. અઠવાડિયામાં એક વાર આ ફેસપેક લગાવવાથી તૈલી સ્કીન ધીરે ધીરે ઓછી થઈ જશે અને તમને તૈલી સ્કીનથી છુટકારો મળશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here