સૌ ના મનપસંદ દાળવડા બનાવવાની રીત

સૌ ના મનપસંદ દાળવડા બનાવવાની રીત

  • સામગ્રી:-
  • મગની દાળ:-૧ વાટકી
  • લાલ મરચું: ૨ ચમચી
  • મીઠું: સ્વાદ અનુસાર
  • લીલા મરચા :૫ થી ૭ નંગ
  • ધાણાજીરું:અડધી ચમચી
  • હળદર :ચપટી
  • લસણ:૫ થી ૬ કળી (પસંદ હોય તો)

રીત:-· મગની દાળ ને આગલી રાતે પલાળી રાખો.પછી મિક્સર માં અધકચરી વાટવી.તેમાં મીઠું,મરચું,ધાણાજીરું,અને હળદર નાખવી. મરચા અને લસણ વાટીને નાખવું. હવે એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો.અને પછી વડા મુકાય એવું ખીરું બનાવીને એક પછી એક વડા તેલ માં તળવા મુકો. હવે દાળવડા ને મરચા,ડુંગળી અને સોશ સાથે સર્વે કરો.

નોંધ : દાળવડા ના ખીરા માં ખાવા નો સોડા નાખવાની જરૂર નથી

Leave a Comment