રોજ પલાળેલી મુઠ્ઠીભર મગફળીના દાણા ખાશો તો થશે આ અદભૂત ફાયદા

રોજ પલાળેલી મગફળીના મુઠ્ઠીભર દાણા ખાશો તો થશે આ ફાયદા

હેલ્થ ડેસ્કઃ ખોરાકમાં પલાળેલી મગફળીના મુઠ્ઠી ભરીને દાણા રોજ લેવામાં આવે તો શરીરના કેટલાંય રોગો પર કાબૂ કરી શકાય છે. પલાળેલી મગફળીના દાણા બ્લડ સર્ક્યૂલેશનને યોગ્ય કરશે અને હૃદયની બીમારીઓથી બચાવશે. સ્નાયુઓને આકાર આપી મજબૂત કરશે. સવારે મગફળી ખાવાથી શરીરને પ્રોટીન અને કેલ્શિયમ મળી શકે છે.

પલાળેલી મગફળીમાં ઓમેગા 6 ફેટી એસિડ્સ રહેતાં હોય છે, જે ચામડીને સારી રાખે છે. ચામડીનો રંગ ચોખ્ખો રાખે છે. મગફળી ચામડીની કોશિકાઓના ઓક્સીડેશનને રોકે છે, સાથે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે.

બાળકોને સવારમાં મગફળી ખવડાવવાથી તેમની યાદશક્તિ સુધરે છે. મગફળીમાં રહેલા તેલવાળા અંશ ઉધરસને દૂર કરે છે. ભૂખ ઓછી કરે છે સ્વાભાવિક રીતે વજન ઉતારવામાં મદદ કરે છે.

મગફળી ગેસ અને એસિડિટીને પણ ખતમ કરી દે છે. મગફળી ડાયાબિટીસથી બચાવે છે અને સાંધામાં થતાં દુખાવાને ઓછો કરે છે.

પલાળેલી મગફળીના દાણામાં વિટામીન બી6 રહેલું છે, ખોરાકમાં નિયમિત લેવાથી મગજની તાકાત પણ વધે છે.

મગફળીમાં એવું તો શું છે

પોટેશિયમ, મેંગેનીઝ, કોપર, કેલ્શિયમ, આયર્ન, ઝિંક અને સેલેનિયમથી ભરપૂર છે.

સૌથી અગત્યમાં તેમાં વિટામીન ઇ ઘણા પ્રમાણમાં હોય છે. તે સિવાય મગફળી એન્ટીઓક્સિડેન્ટ ગુણ પણ ધરાવે છે

Leave a Comment