તમે વારંવાર ડિપ્રેશનમા આવી જાવ છો તો તેનાથી બચવા શું કરવું વાંચીને શેર કરો

ડિપ્રેશનથી બચવા શું કરવું ? અંદર જે લક્ષણો દેખાઈ રહ્યાં છે તે ડિપ્રેશનનાં , આવી વ્યક્તિ પણ લોકો શું કહેશે તેવા ડરે ડિપ્રેશનની સારવાર નથી લેતી અને પરિણામ એ આવે છે કે ડિપ્રેશન વધી જાય છે , જેથી લોકો આત્મહત્યા જેવાં મોટાં પગલાં પણ લઇ લે છે .ડિપ્રેશનની સૌથી ખરાબ એક અસર એ છે કે તે તમારા પ્રત્યે અને ભવિષ્ય માટેની તમારી અપેક્ષાઓ સહિત દરેક બાબત પર નકારાત્મકતા લાવે છે. આથી હું કઇ પણ સારું નથી કરી શકતો એવા સામાન્ય વિચારોથી દૂર રહો. હકારાત્મક ઘટનોને નજરઅંદાજ કરવા અને નકારાત્મક પર ભાર મુકવા જેવી બાબતોથી દૂર રહો. જો કોઇએ મને દગો આપ્યો છે તો હું સંબંધો માટે ફિટ નથી તેવા ઓલ-ઓર-નથિંગ થિંકિંગ મનમાં ન રાખો. યોગ, ઊંડા શ્વાસ લેવા, મસલ રિલેક્સ કરવા જેવી કસરતો કરીને અથવા મેડિટેશન જેવા રોજિંદી કવાયત કરો તો ડિપ્રેશનમાંથી રાહત મળી શકે છે. સ્ટ્રેસ ઘટી શકે છે અને જીવનમાં આનંદ અને સારપતા અનુભવી શકાય છ

 સરખી ઊંઘ આવવી…ભૂખ ઓછી લાગવી છે કારણ વગર અપરાધભાવનો અનુભવ થાય • દરેક સમયે કારણ વગર ઉદાસ રહેવાય આત્મવિશ્વાસની ઉણપ થાક અને સુસ્તીનો અનુભવ થાય આત્મહત્યા કરવાનું મન થાય સતત આલ્કોહોલનું સેવન કરવાનું મન થાય ડિપ્રેશનથી બચવાના ઉપાય જો તમારે ડિપ્રેશનથી બચવું હોય તો પોતાના માટે પણ થોડો સમય કાઢો , અને તમારા રોજિંદા જીવનમાં થોડો બદલાવ લાવી જીવનશૈલીને વ્યવસ્થિત બનાવો ઘણીવાર એવું બનતું હોય કે આપણે જવાબદારીની નીચે એટલાં લદાઇ જઇએ છીએ કે પોતાના માટે વિચારવાનો કે સમય કાઢવાનો , પોતાની ગમતી વસ્તુઓ કરવાનો સમય જ નથી મળતો .

તમે અત્યારે આંખ બંધ કરીને એકવાર વિચારો કે છેલ્લે તમને ગમતી કઇ વસ્તુ તમે તમારા માટે કરી હતી ? આ સવાલનો જવાબ મેળવવા માટે તમારે ખાસ્સો સમય વિચારવું પડે તો તમે સમજી….લેજો કે હવે સમય પાકી ગયો છે કે તમે તમારા માટે થોડો સમય કાઢો અને તમારાં ગમતાં કામ કરો કેમ કે સતત બીજાને ગમતું કરવાથી પણ ઘણીવાર મન વ્યથિત બની જાય અને આપણે ડિપ્રેશનના ભોગ બની છે . તે સિવાય હેલ્દી આહાર લેવાનું રાખો . વ્યાયામને તમારી રોજનીશીમાં ચોક્કસ ઉમેરો અને તેને ફૉલો પણ કરો . સારી ઊંઘ લેવાનું રાખો , કામ બાબતે વધારે પડતી ચિંતા છોડી દઇને ઊંઘ માટે કૉમ્પ્રોમાઇઝ ન કરો . કોઇ વાતે મનમાં મૂંઝવણ હોય તો તમારી નજીકના વ્યક્તિ સાથે શેર કરવાનું રાખો . જો શેર કરશો તો હળવું થશે . રોજે થોડો સમય કાઢી ગમતું મ્યુઝિક , ગમતાં ગીત સાંભળો . ગમતી બુક્સ વાંચો . વધારે એકલું જીવન ન જીવો . ઘણાં લોકોને ભીડ પસંદ નથી હોતી . અલબત્ત , પોતાના માટે થોડો સમય કાઢવો જોઇએ , પણ સાવ એકલતાભર્યું જીવન પણ નુકસાનકારક . રેગ્યુલર કામમાંથી કોઇવાર રજા લો . નાનું એવું વેકેશન વર્ષ એકવાર ચોક્કસ લેવું . આવી નાનીનાની વાતો તમને ડિપ્રેશનથી દુર રાખી શકે છે .

હતાશ વ્યક્તિઓ પોતાની હતાશા માટે પોતાની જાતને, અન્ય કોઈ વ્યક્તિઓને કે પરિસ્થિતિઓને દોષ દેવાનું વલણ ધરાવતાં હોય છે. ખરેખર આ વલણ વ્યક્તિની હતાશ મનોદશામાં સરવાળે વધારો કરે છે અને વ્યક્તિને વધુ નકારાત્મક બનાવે છે. યાદ રાખો દોષ દેવાની વૃત્તિ એ ભાગેડુ વૃત્તિનો એક પ્રકાર છે, જે સરવાળે વ્યક્તિ માટે નુક્શાનકર્તા છે. ડિપ્રેશનમાં તમારી જાતને મદદ કરવા દોષ દેવાની વૃત્તિથી દૂર રહીને તમારી હતાશાને સ્વીકારો અને તેની યોગ્ય સારવારની સાથે સાથે જાતે જ પ્રયક્ન કરવો પડે એ બાબત સ્પષ્ટતા પૂર્વક સ્વીકારી લો.

હતાશા દૂર કરવામાં તમારી જાતને મદદ કરવા માટે ત્રીજી અગત્યની સમજ એ છે કે તમારી સારવારમાં સૌથી અગત્યનો ભાગ તમે પોતે જ ભજવી શકો છો. તમારા કુટુંબીજનો, મિત્રો, સ્નેહીઓ કે તમારા ડોક્ટર તમને જેટલી મદદ કરી શકે છે તેના કરતાં ઘણી વધુ મદદ તમે તમારી જાતને કરી શકો છો. ડોક્ટર દવા કરશે, કાઉન્સેલિંગ કરશે અને બીજા ટેકો આપશે, હિંમત આપશે પણ બધો જ બદલાવ તો તમારે જાતે જ લાવવાનો છે તેવી સ્પષ્ટ સમજ તમારા મનમાં હોવી જોઈએ.

તમે હમેશા તમારા મગજને ફ્રેશ કરવા આટલું કરો

  • કુદરતી વાતાવરણમાં થોડોક સમય વિતાવો
  • કળા, સંગીત કે લેખન થકી તમારી જાતની અભિવ્યક્તિ કરો
  • તમારા પ્લસ પોઇન્ટ્સની યાદી બનાવો
  • પાલતુ (પેટ) સાથે રમો
  • મિત્રો કે પરિવાર (સોશિયલ મીડિયાના સમયમાં આ અત્યંત મુશ્કેલ છે) સાથે સામ-સામી વાર્તાલાપ’
  • એક લાંબો કૂલ બાથ લો.
  • એક સારું પુસ્તક વાંચો.
  • કોમિક ફિલ્મ કે ટેલિવિઝન શો જુઓ
  • સંગીત સાંભળો
  • ડિપ્રેશન સાથે તાલ મિલાવવો એ કેચ-૨૨ સિચ્યુએશન છે- તમારે ડિપ્રેશનમાંથી રિકવર થવા માટે કામ કરવાની જરૂર છે. પરંતુ તમે જ્યારે ડિપ્રેશનમાં હોય ત્યારે પગલું લેવું એ ખરેખર પડકારજનક છે. પરંતુ આ માટેનું સૌથી સારું પગલું કેટલાંક સારી રીતે ચકાસેલાં વ્યૂહોને અનુસરીને તેમાંથી બહાર આવવાનું જ છે. .

Leave a Comment