આમ તો દરેક ગુજરાતી ઘરોમાં ઢોકળા વારંવાર બનતા જ હશે, પરંતુ ક્યારેય ઢોકળા એકદમ કઠણ ને ખાવામાં પણ ટેસ્ટી ના લાગે એવા બનતા હોય છે. તો ચાલો આજે તમને એકદમ સ્પોંઝ ઢોકળા કેવી રીતે બનાવાય તેની ટિપ્સ સાથે પરફેક્ટ રીત કહેવા જઈ રહ્યા છીએ. તો નોંધી લેવાનું ભૂલતા નહી.
સામગ્રી :
1 વાટકી ચોખા,
1/2 વાટકી, ચણાની દાળ
1 મૂઠી અડદ દાળ,
ખાવાના સોદા, એક ચપટી ,
નમક, સ્વાદ અનુસાર ,
હળદર ને લાલા મરચું જરૂર મુજબ,
લસણની પેસ્ટ, 1 ચમચી,
તેલ , જરૂર મુજબ,
ઢોકળા બનાવવા માટે ઢોકળિયું,
રીત,
સૌ પ્રથમ દાળ, ચોખા અને અડદની દાળ ને માપ અનુસાર લઈને બે ત્રણ પાણીમાં ધોઈ નાખો ને 6 ક્લાક માટે એક વાસણમાં પાણી નાખો ને6 ક્લાક માટે પલાળો.
પછી મિકસરમાં દળી લો ને એ ધ્યાન રાખો કે વધારે પાતળું કે વધારે ઘટ્ટ રખવાનું નથી, તેમાં એક ચમચી દહી પણ એડ કરો ને પાણીનો ભાગ પીસતી વખતે કાઢી નાખવો, એકલૂ દહી નાખવાથી ઢોકળા એકદમ સ્પોંઝી બને છે અને આથો પણ સરસ આવે છે.
હવે આ બેટરને એક વાસણમાં ઢાંકીને 5 ક્લાક માટે મૂકી રાખો જેથી આથો એકદમ સરસ આવશે ને ઢોકળા પણ ખાટા બનશે.
પછી જ્યારે ઢોકળા બનાવો ત્યારે આ બેટરમાં નમક, હળદર ને સોડા અને લસણની પેસ્ટ નાખી હલાવો. પછી ઢોકળિયાની દિશને તેલ થી ગ્રીસ કરો ને એમાં આ બેટર ચમચા વડે નાખો ને ઢોકળિયામાં એ ડિશ અને વાટકી ગોઠવો ને 15 મિનિટ સુધી ગેસ પર વરાળે ચઢવા દો.
15 મિનિટ પછી ગેસ બંધ કરો ને ચેક અકરો કે ઢોકળા બરોબર ચઢી ગયા છે કે નહી
ને પછી તમે આ ઢોકળાને ચાકુની મદદથી પીસ કરી સર્વિંગ પ્લેટમાં લો ને ગરમા ગરમ તેલ કે લસણની ચટણી સાથે સર્વ કરો.
રસોઈની રાણી : તૃપ્તિ ત્રિવેદી (અમદાવાદ)