જેઠીમધનો ઉકાળો એ શ્વાસનળી સ્વસ્થ રાખે છે અને ખરાશ દૂર કરે છે
જેઠીમધના લાકડાંમાં કેલ્શિયમ , એન્ટિઓક્સિડન્ટ , એન્ટિ બાયોટિક અને પ્રોટીન હોય છે . તેનું સેવન કરવાથી શ્વાસનળી સ્વસ્થ રહે છે . તેને ચાવવાથી ગળાંની ખરાશ દૂર થાય છે . આ રીતે બનાવો જેઠીમધનો ઉકાળો : તેનો ઉકાળો બનાવવા માટે 1 ગ્લાસ પાણીમાં પીસેલા 5 કાળા મરી , 1 ટુકડો જેઠીમધ , 5 પત્તા તુલસી અને 1 નાનો ટુકડો આદુંનો નાથી ધીમા ગેસે ઉકાળો . પાણી ઉકળી અડધું થઈ જાય ત્યારે તેમાં 1/4 ચમચી હળદર ઉમેરી 2 થી 3 વખત ઉભરો આવવા દો . ત્યારબાદ 1 કપમાં ગાળી લો અને મધ નાખી પીઓ .
ગિલોયનો ઉકાળો એ શરદી – ઉધરસમાં રાહત આપે છે અને ભૂખ વધારે છે
ગિલોય અથવા ગળો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે . નબળાઈ , પેટના રોગ , છાતીના સ્નાયુ જકડાઈ જવા અને શરદી ઉધરસમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે . તે ભૂખ વધારવાનું પણ કામ કરે છે . હૃદય રોગમાં પણ તે રાહત આપે છે . ગિલોયની વેલના ટુકડાથી ઘરે જ ઉકાળો બનાવી શકાય છે . માર્કેટમાં ગિલોય સત્વ , ગિલોય ચૂર્ણ અને ગિલોય જ્યુસ અવેલેબલ છે .
આ રીતે બનાવો ગીલોયનો ઉકાળો : સૌ પ્રથમ 2 ઈંચ આદું , 4 તુલસીના પાંદડા , ગિલોયના 4 પાંદડા , કાળા મરી , લવિંગ , એક નાનો ટુકડો તજને 2 કપ પાણીમાં નાખી ઉકાળો . પાણી અડધું થઈ જાય ત્યારે તેને ગાળીને નવશેકું જ પી લો . જે
કાલમેઘનો ઉકાળો અસ્થમા , તાવ , હાઈ બ્લડ પ્રેશર , ઉધરસ સહિતના રોગોની સારવારમાં ઉપયોગી છે
આ રીતે બનાવો। ઉકાળો : આ છોડના તમામ ભાગ કડવા હોય છે . તેથી તેને કડવાહટનો રાજા કહેવાય છે . ઉકાળો બનાવવા માટે આખા છોડને 1 લિટર પાણીમાં ઉકાળો . જ્યારે પાણી અડધું થઈ જાય તો તેને ગાળી લો અને 1 ચમચી મધ ઉમેરો .
ફાયદા : તેનો નાનકડો છોડ હોય છે . તે એન્ટિવાઈરલ , એન્ટિબેક્ટરિયલ , એન્ટિ કેન્સર અને એન્ટિઈફ્લેમેટરી છે . તે ડાયાબિટીસના દર્દીઓ માટે ઘણો ફાયદાકરક છે . અસ્થમા , તાવ , હાઈ બ્લડ પ્રેશર , ઉધરસ , ગળામાં ચાંદાં , અતિસાર , પાઈલ્સ સહિતના રોગોની સારવારમાં તેનો ઉપયોગ થાય છે .
જે લોકોને સંક્રમણ થયું નથી તેઓ ઉકાળાનું સેવન કરે તો વાઈરસથી લડવાની તેમની શક્તિ વધે છે . તે શરીરમાંથી ઝેરી તત્વો બહાર ફેંકે છે અને લોહી શુદ્ધ બનાવે છે . તેને ઘરે જ સરળતાથી બનાવી શકાય છે .
મસાલાનો ઉકાળો : ગળામાં ખરાશ અને ઉધરસમાં રાહત આપે છે શરદી દૂર કરવામાં મદદગાર છે
ફાયદા : ઘરમાં રહેલા મસાલાનો લોકો ઉકાળો બનાવી પીવા લાગ્યા છે . આ ઉકાળો ગળામાં ખરાશ અને શરદી ઉધરસમાં રાહત આપે છે . આ રીતે બનાવો . તેને બનાવવા માટે કાળા મરી , નાની ઈલાયચી અને તજ ભેળવી પાવડર બનાવી લો . ત્યારબાદ પૅનમાં 1 થી 2 કપ ગરમ પાણી લો અને તમામ માસાલો ઉમેરી દો . 1 મિનિટ સુધી તેને ઉકાળો . પાણી ગાળી લઈ તે ઠંડું થઈ જાય ત્યારબાદ તુલસીના 4 પાન અને સ્વાદાનુસાર મધ ભેળવી પીવો .