July 4, 2022
Breaking News

શિયાળામાં થતી ડ્રાય સ્કીન અટકાવવાના ઉપાયો

ત્વચાની સારસંભાળ રાખવા માટે જરૃરી ન હોય એવા ઉત્પાદનો પાછળ પૈસાનો વેડફાટ કર્યા વગર તમે ચહેરો ફ્રેશ અને યુવાન દેખાય એવું ઈચ્છતા હોય તો નીચે સૂચવેલા ઉપાયો અજમાવો. આનાથી તમે ઓછા ખર્ચમાં ધાર્યા પરિણામો મેળવી શકશો.ઉત્પાદનો પર આપેલી સૂચનાનાં પાલનમાં છૂટછાટ લઈ શકાય.
ઉત્પાદનના પેકેટ પર આપવામાં આવેલી સૂચનાઓ સરેરાશ વપરાશકર્તા માટે છે. તમને શ્રેષ્ઠ પરિણામ ન પણ મળે. ઉદાહરણ તરીકે આંખની નજીક આવેલા હાડકાં સુધી ‘આઈક્રીમ’ લગાડવાથી સલાહ આપવામાં આવે છે. હવે જો તમે યુવાન હો અને ચહેરો ભરાવદાર હોય તો ઠીક છે. પરંતુ આધેડ અથવા વૃધ્ધ હો તો આ સ્પોટ શ્રેષ્ઠ નહીં નીવડે. ચહેરાના કયા હિસ્સામાં ‘એજ’ દેખાઈ આવે છે. એ નક્કી કરો.પ્રાયોરિટી નક્કી કરો
જો તમારું બજેટ મર્યાદિત હોય તો માત્ર આવશ્યક ઉત્પાદનો જ વસાવો. ગુણવત્તાયુક્ત ક્લીન્સર, મોઈશ્ચરાઈઝર અને સનસ્ક્રીનમાં એસપીએફ મુખ્ય છે. ચહેરાની કાંતિ જાળવવા. સનસ્ક્રીનના લપેડાં કરવાની જરૃર નથી. પણ એને લગાડયા વિના ઘરની બહાર ન નીકળો. આ એક આવશ્યક એન્ટી એજિંગ ઘટક છે. મોંઘા નેકક્રીમ ભલે ન હોય પણ ભરબપોરે એન્ટી એજિંગ ક્રીમ વિના બહાર ન નીકળવું.
ઈચ્છિત સમયગાળામાં પરિણામ ન મળતાં એન્ટી એજિંગ ઉપાયો બંધ ન કરો
હોમો સેપીયન્સ સ્વભાવે અધીરા છે. અને જે ઉત્પાદનો તત્કાળ પરિણામ આપે એનો વપરાશ કરે છે. શક્ય છે કે તત્કાળ ફાયદો જણાય પણ એ કૃત્રિમ અને ઉપરછલ્લો હશે. સૌથી પાવરફૂલ એન્ટી એજિંગ ઘટકો ત્વચાની અંદર સુધી જાય છે. જેમની ત્વચાને (સન ડેમેજ) થયું હોય એમને અપેક્ષિત પરિણામ મેળવવા માટે મહિનો-માસ રાહ જોવી પડશે. આથી મહિના સુધી ધીરજ ધરવી.

સાચી ‘સ્ક્રીન ટાઈપ’ ઓળખો મેકઅપની પસંદગી કરો
ઘણી મહિલાઓ માને છે કે એમની ત્વચા સૂક્કી છે. હકીકતમાં આ મહિલાઓને વધુ તૈલીય પદાર્થ નહિ પરંતુ પાણીની જરૃર હોય છે. ત્વચા પૂરતાં પાણીના અભાવે ‘ડિહાઈટ્રેડેડ’ હોય છે. સાચી ત્વચા ઓળખવા અથવા બંને ટાઈપ વચ્ચેનો તફાવત જાણવા ફાઉન્ડેશનની મદદ લો. સ્કિન જો ડિહાઈડ્રેટેડ હોય તો મેકઅપમાં કરચલીઓ પડશે અને ખરેખર ડ્રાય હોય તો મેકઅપ જલદી ફિક્કો પડશે અને ચહેરો મલાન થઈ જશે. ત્વચા ખરેખર ડ્રાય હોય તો સારો ઓઈલ બેઝ ક્રીમ પસંદ કરો. ડિહાઈડ્રેડ હોય તો પાતળો જેલ જેવો ક્રીમ પસંદ કરો.

માર્કેટમાં જે ઉત્પાદનો વિશ્વસનીય છે એ પસંદ કરો.
કરચલીઓ દૂર કરવી હોય તો પેટન્ટ લીધી હોય એવી કંપનીઓના પૂરવાર થયેલા એન્ટી એજિંગ ક્રીમ વાપરો. આ મોંઘા હશે પરંતુ પરિણામ દાખવશે. ગુણવત્તાયુક્ત મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરચલીઓને દૂર તો નહિ કરે પરંતુ પાછળ ઠેલશે.

ડોઝ ડબલ કરવાથી પણ પરિણામ ચોક્કસ મળશે
તમને સ્પષ્ટ પ્રતીતિ થાય છે કે ‘અંડર આઈ એરિયામાં ઝડપથી ‘એજ’ વર્તાય છે. તુરંત મોંઘા આઈ કેર ક્રીમને ન ખરીદો. હાલમાં તમે જે પ્રસાધનોનો વપરાશ કરો છો એનો ડોઝ બમણો કરી દો. મોઈશ્ચરાઈઝર આંખની કિનારી સુધી લઈ જાઓ અને પછી ઉપર જે આઈક્રીમ વાપરો છો એને લગાડો. ક્રીમ સહેજ ઝાઝો લ્યો. પાંચ દિવસમાં પરિણામ મળશે. અલબત્ત, ઈચ્છિત પરિણામ ન મળે તો મોેંઘા આઈ ક્રીમ સિવાય વિકલ્પ નથી.

‘ઓલ સ્કીન ટાઈપ’ માટે .યોગ્યના બણગાં ફૂંકતા ઉત્પાદનોનો વપરાશ ટાળો જેથી ખુબ લાભ થશે
બજારમાં એવા ઘણા સારા, મોંઘા પણ એવો દાવો કરતાં ઉત્પાદનોની ભરમાર છે જે કહે છે કે આ ઉત્પાદનોનો વપરાશ કોઈપણ પ્રકૃતિની ત્વચા ધરાવતી વ્યક્તિઓ કરી શકે છે. આ તમામ બ્રાન્ડ જીવનશૈલી વેચે છે, પરિણામો નહીં. ત્વચા કેવી છે એની આકારણી કર્યા વગર કોઈપણ પ્રકારનાં ઉત્પાદન ન ખરીદવા.

ત્વચાની બદલાતી જરૃરિયાતો ચકાસી લો અને ધ્યાન માં લો
આગળ કહ્યું એ પ્રમાણે કોઈ નવી પ્રોડક્ટ ખરીદતા પહેલાં ત્વચાની ચકાસણી કરો. લાંબા સમયથી તમે ત્વચા પર અસરકારક ડ્રાય ્ને સંવેદનશીલ પ્રોડક્ટ લગાડતા હો તો શક્ય છે કે પછી ત્વચા ડ્રાય ન રહી હોય. અમુક સરળ પછી ઓછું ઓઈલ ધરાવતા ક્રીમનો વપરાશ હિતાવહ છે. હવે તો દેશભરમાં વસંત બેઠી છે અને ઠંડક ન હોવાને કારણે ડ્રાય ત્વચા ન પણ હોય.

Leave a Reply

Your email address will not be published.