સફેદ વાળ કોઈને ગમતા નથી. કસમયે વાળનું સફેદ થવું પણ એક બીમારી જ છે. એકવાર જો વાળ સફેદ થવાનાં શરૂ થઇ જાય તો દિવસે ને દિવસે તે વધુ સફેદ થવા લાગે છે. વાળની સુરક્ષામાં જો આપણે થોડા સચેત રહીએ તો તેમાં કુદરતી સુંદરતા અને મજબુતાઇ લાવી શકાય છે. ભાગદોડવાળી જિંદગી, વાળની સારી દેખરેખ ના થવાને કારણે અને પ્રદુષણનાં કારણે પણ વાળ કસમયે સફેદ થવા લાગે છે. વાળને ડાઇ કરવી કે કલર કરવો એ એકમાત્ર સમસ્યા નથી. અમુક ઘરગથ્થુ ઉપચાર કરીને સફેદ વાળને કાળા કરી શકાય છે. તો અપનાવો આ ઉપાય જે તમારા વાળને કાળા રાખવામાં મદદ કરશે.એકવાર જો વાળ સફેદ થવાનાં શરૂ થઇ જાય તો દિવસે ને દિવસે તે વધુ સફેદ થવા લાગે છે. વાળની સુરક્ષામાં જો આપણે થોડા સચેત રહીએ તો તેમાં પ્રાકૃતિક સુંદરતા અને મજબુતાઇ લાવી શકીએ છીએ.ભાગદોડવાળી જિંદગી,વાળની સારી દેખરેખ ના થવાને કારણે અને પ્રદુષણનાં કારણે વાળ અકારણ જ સફેદ થવાં લાગે છે.વાળને ડાઇ કરવી કે કલર કરવો એ એકમાત્ર સમસ્યા નથી. અમુક ઘરગથ્થુ ઉપચાર કરીને સફેદ વાળને કાળા કરી શકાય છે.બેસન મેળવેલુ દુધ કે દહીંના મિશ્રણથી વાળને ધોવો દસ મિનિટ સુધી કાચા પપૈયાની પેસ્ટ માથામાં લગાડો. વાળ ખરશે નહી અને ખોડો પણ નહી થાય.આમળાના પાવડરમાં લીંબુ મેળવીને નિયમિત રૂપથી લગાડો સફેદ વાળ કાળા થઇ જાય છે.દરરોજ માથામાં ડુંગળીની પેસ્ટ લગાડો. સફેદ વાળ કાળા થઇ જશે.તલ ખાઓ.તેનું તેલ પણ વાળને કાળા કરવામાં ઘણું અસરકારક છે.અડધા કપ દહીંમા ચપટી કાળી મરી અને ચમચી ભરીને લીંબુ રસ મેળવીને વાળમાં લગાડો.7 મિનિટ પછી ધોઇ લો.વાળ કાળા થવા લાગશે.રોજ ઘીથી માથાની માલિશ કરીને પણ વાળ સફેદ થવાની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે.ગમે તેટલા સુંદર વાળ હોય ખોડો તેમાં ડાઘ લગાડે છે.ખોડાને કારણે વાળની ખરવાની સમસ્યાં પણ સર્જાય છે.આયુર્વેદમાં ખોડો દૂર કરવા માટે ઘણા ઘરગથ્થુ ઉપચારો છે,જેનાથી આ તકલીફમાંથી મુક્તિ મેળવી શકાય છે. ખોડો દૂર કરવા માટે તમે નીચે મુજબના ઉપાયો કરી શકો છો.સૌ પ્રથમ તો ભોજનમાં નિયમિત સલાડ, લીલા શાકભાજી અને ફળને પોતાની દિનચર્યામાં સમાવો.આંબળાં, અરીઠાં અને શિકાકાઇ ત્રણે સરખા પ્રમાણમાં લઇને તેમાં ત્રણગણું પાણી નાખીને ધીમા તાપે ખૂબ ઉકાળવું.પાણી ઉકળીને અડધું રહે ત્યારે તેને ગાળી લઇને તેનો શેમ્પૂ તરીકે ઉપયોગ કરો.
દીવેલ અને ઓલિવ ઓઇલ સરખા પ્રમાણમાં લઇને તેને ભેગું કરીને થોડું ગરમ કરો અને સહેજ હુંફાળું હોય ત્યારે જ તેનાથી વાળના મૂળમાં હળવા હાથે મસાજ કરો.રાત્રે વાળમાં તેલથી મસાજ કર્યા પછી સવારે એક ચમચી આંબળા પાઉડરને ગુલાબજળમાં મિક્સ કરી તેને વાળના મૂળમાં લગાવીને અડધા કલાક પછી વાળ ધોઇ નાખો.
મેથીના દાણા પેટ અને વાળ બંને માટે ઉપયોગી છે.રાત્રે મેથીને પલાળીને સવારે તેની પેસ્ટ બનાવી વાળના મૂળમાં લગાવો.અડધા કલાક પછી વાળ ધોઇ નાખો. આનાથી વાળ કાળા અને મુલાયમ થશે.
15 દિવસમાં ગમે એવા સફેદ વાળને કાળા કરવા અચૂક અપનાવજો આ ઉપાય
- Advertisement -