દરેક ના ઘર માં ફૂલ ડિશ હોઈ કે પછી શાક રોટલી તો સાથે સાથે સાઈડ માં આવું કૈક ખાવા જોઈ છે. તો ઉનાળા માં ગુવાર શીંગ ને સરસ તડકા માં સુકવી ને પછી વરસાદ હોઈ કે શિયાળો હોઈ ખીચડી ,કઢી કે ફુલ ડિશ સાથે આ સુકવણી ખાસ તળી ને સાઈડે ખાવા માં રાખીએ છીએ.અને ખાવા ની ઓર મજા પડે છે.
દેશી ગાજરને સ્ટોર કરવાની રીત:
સૌપ્રથમ ગાજરની ધોઈ તેની છાલ ઉતારી કટપીસ કરી તેમાં બે ચમચી મીઠું એડ કરી એક કલાક રહેવા દેવું ત્યારબાદ તેમાં મીઠું ચડી જાય પછી તડકે સૂકવવા એક દિવસમાં બે દિવસ તડકે સુકાઈ જાય તૈયાર ગોળ કેરીના અથાણા માં એડ કરવા માટેની ગાજર ની સુકવણી તૈયાર
શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા
રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવો

મેથીની સુકવણી: મેથીના પાનને સારી રીતે સાફ કરી લો અને ધોઇ લો. ત્યારબાદ આ પાનને કાણાંવાળા વાસણમાં લઇ લો જેથી કરીને બધુ પાણી નિકળી જાય. જ્યારે મેથીના પાનમાંથી પાણી નિકળી જાય એટલે માઇક્રોવેવમાં 3 થી 4 મિનિટ માટે માઇક્રોવેવ કરી લો. ત્યારબાદ પ્લેટમાં લઇ લો અને પછી મેથીના પાન કટ કરી લો. પછી ફરીથી બીજી વાર માઇક્રોવેવમાં મુકીને 3 થી 4 મિનિટ સુધી ગરમ કરી લો. હવે ફરીથી પ્લેટમાં લઇ લો. આમ કરવાથી મેથી ઘણી બધી સુકાઇ જશે.
આ પણ વાંચો : આખુ વર્ષ સ્ટોર કરી શકાય તેવો આમચૂર પાવડર બનાવવાની રીત
અતિ વિશ્વાસ પાત્ર પ્રયોગ , કોઇપણ આડઅસર વગર કબજીયાત દુર થશે વાંચો અને મિત્રો સાથે શેર કરો
અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ
આ બધી જ પ્રોસેસ થઇ જાય પછી ફરીથી મેથીને પલટાવીને માઇક્રોવેવમાં 2 થી 3 મિનિટ માટે ગરમ કરી લો. પછી આ મેથીને પ્લેટમાં લઇ લો. આમ કરવાથી મેથીના પાન સુકાઇ જશે. આ મેથીના પાનને ઠંડા થવા માટે મુકી દો. પછી આ પાનને હાથમાં મસળીને પાવડર તૈયાર કરી લો. આ રીતે માઇક્રોવેવની મદદથી કસૂરી મેથી તૈયાર કરી લો. હવે આ મેથીને એર ટાઇટ ડબ્બામાં ભરી લો. તો ઇચ્છો છો તો આનો પાવડર બનાવીને પણ સ્ટોર કરી શકો છો
કોથમીરની સુકવણી: કોથમીર પાનને સારી રીતે સાફ કરી લો અને ધોઇ લો. ત્યારબાદ આ પાનને કાણાંવાળા વાસણમાં લઇ લો જેથી કરીને બધુ પાણી નિકળી જાય. જ્યારે કોથમીરના પાનમાંથી પાણી નિકળી જાય એટલે માઇક્રોવેવમાં 3 થી 4 મિનિટ માટે માઇક્રોવેવ કરી લો. ત્યારબાદ પ્લેટમાં લઇ લો અને પછી મેથીના પાન કટ કરી લો. પછી ફરીથી બીજી વાર માઇક્રોવેવમાં મુકીને 3 થી 4 મિનિટ સુધી ગરમ કરી લો. હવે ફરીથી પ્લેટમાં લઇ લો. આમ કરવાથી કોથમીર ઘણી બધી સુકાઇ જશે. આ બધી જ પ્રોસેસ થઇ જાય પછી ફરીથી કોથમીરને પલટાવીને માઇક્રોવેવમાં 2 થી 3 મિનિટ માટે ગરમ કરી લો. પછી આ કોથમીરને પ્લેટમાં લઇ લો. આમ કરવાથી કોથમીરના પાન સુકાઇ જશે. આ કોથમીર ના પાનને ઠંડા થવા માટે મુકી દો. પછી આ પાનને હાથમાં મસળીને પાવડર તૈયાર કરી લો. આ રીતે માઇક્રોવેવની મદદથી કોથમીરની સુકવણી તૈયાર કરી લો. હવે આ કોથમીરને એર ટાઇટ ડબ્બામાં ભરી લો. તો ઇચ્છો છો તો આનો પાવડર બનાવીને પણ સ્ટોર કરી શકો છો. આ કોથમીર આખું વર્ષ દરમિયાન વાપરી શકો છો.
રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

આદુની સુકવણી: આદુની સુકવણીને સુંઠ પાવડર પણ કહેવામાં આવે છે આદુની સુકવણી કરવા 5 કિલો આદુ રેસા વગર નો જરૂર પડશે પછી તમારે જેટલું આદુની સુકવણી કરવી હોય તેટલું આડું લેવું. આદુ નો ખરાબ ભાગ કોહવાયલો તે કાઢી સાફ કરો ત્યાર બાદ આદુ ના નાના ટુકડા કરી લો જેથી આદુ જલદી સુકાય જાય અને દળવા નો થાય ત્યારે સુકાયેલ આદુ ખાંડવો ના પડે. આદુ ખુબ સારા પાણી થી ધોઈ લો રેસા માટી કચરો નીકળી જાય. એક મોટી જારી વાળી ચારણી મા નિતારી લો એક કોટન ના કપડા પર નાખી સાવ કોરૂ કરી લો. હવે આદુ ને તડકે સૂકવી દો કડક ન થાય ત્યાં સુધી. સૂંઠ તૈયાર છે તેને ફરીથી ચારણી મા ચાળી લો આદુ. ના સુકાયેલ ફોતરા કચરો નીકળી ગયા સાવ ચોખ્ખું થઈ જાય એક કન્ટેનર માં સ્ટોર કરી લો. પાંચ કિલો આદુ માં થી ૮૦૦ ગ્રામ સુંઠ તૈયાર થસે
ગુવારની સુકવણી : ગુવારની સુકવણી કરવા સૌ પ્રથમ ગુવારને તાજા પાણીથી ધોઈ લેવો ત્યારબાદ ઉનાળા માં તાજા ગવાર ને લઈ ને ધોઈ ને ખૂબ જ તાપ માં સુકવામાં આવે છે પછી તેને સુકવણી તરીકે તળી ને,અથવા સેકી ને ખાઈ શકાય છે. કડાઈ માં તેલ મૂકી ને સૂક્વેલ ગુવારસિંગ ને તેલ માં તળો. તળી ને બાઉલ માં લઇ ને તેની પર મીઠું અથવા સંચળ પાઉડર નાખો. અને સર્વ કરો તો. સાઈડ માં હોય તો ખાવાની મજા પડી જાય છે. બાળકો શાક ન ખાતા હોય પણ આ ચોક્કસ થી ખાઈ છે.
ગુલાબની સુકવણી કરવાની રીત: સૌ પ્રથમ બધા ગુલાબી પાંદડી છૂટી પાડી લો.ત્યાર બાદ તેને હળવા હાથે ૨ થી ૩ પાણી થી ધોઈ લો.ત્યાર બાદ એક પ્લેટ મા કે પેપર મા છૂટી કરી ને ઘર મા જ સૂકવી લો.૨ – ૩ દિવસ માં સુકાઈ જશે.હવે તેને ઝિપ્લોક બેગ અથવા બોટલ મા ભરી ને ફ્રીઝ મા મુકી દો.જ્યારે જરૂર પડે ત્યારે વાપરી શકાય. તો તૈયાર છે ગુલાબ ની સૂકવણી.
લીલી દ્રાક્ષની સુકવણી કરવાની રીત: સૌ પ્રથમ લીલી દ્રાક્ષ સરખી સાફ કરી ધોઈ લો.તપેલામાં ગરમ પાણી કરી ચારણી ઉપર દ્રાક્ષ મૂકી 5 મિનીટ વરાળ આપો.કલર બદલે એટલે કાઢી લો. હવે ચોખ્ખા કપડા મા છૂટી ગોઠવી તડકા મા બે દિવસ સૂકવવા દો.ત્રીજે દિવસે ડિશ મા લઈ ને ઘરમાં એક દિવસ સૂકવી લો. તૈયાર છે કિસમિસ.. એરટાઈટ બરણીમાં ભરી લો.કોઈપણ મીઠાઈ, શીરો ના ઉપયોગ મા લો.