દેશી ગાજરની સિઝનમાં સ્ટોર કરી લો આખું વર્ષ મેળવો આ આયુર્વેદિક ફાયદા

0

અત્યારે દેશી ગાજરની સીઝન ચાલી રહી છે. મોકો છે સન ડ્રાઇડ કરીને સ્ટોર કરવાનો.

ગાજરનું રોજ સેવન કરવાથી લોહીની ઉણપ દૂર થઈ જાય છે અને લોહ તત્વોની માત્રા વધે છે.

હૃદયની કમજોરી અથવા ધબકારા વધતા હોય તેને ગાજર બાફીને ખાવાથી ફાયદો થાય છે.

બીમારીમાં ગાજરનો રસ કોઈ પણ બીમારીના દર્દીને લાભકારી બને છે.

ગાજરના પાંદડા પર બન્ને બાજુ ઘી લગાવી તેને ગરમ કરો. પછી તેનો રસ કાઢી 2-3 ટીપાં નાકમાં નાખવાથી આધાસીસીનું દર્દ મટે છે.

ગાજરનુ બાફીને શાક પણ બનાવી શકાય છે અને રસ કાઢીને આનુ જ્યુસ પણ પી શકાય છે.આયુર્વદ મુજબ

ગાજર કોઈ ફળ કે શાકભાજી નથી, પરંતુ રક્તપિત્ત અને કફનો નાશ કરનારી, મીઠા રસથી ભરેલી, પેટની અગ્નિને વધારનારી અને બવાસીર જેવા રોગને રોકનારી એક જડી બુટ્ટી છે.

ગાજર હૃદય સંબધી બીમારીઓમાં લાભકારી છે

આંખોના કોઈ પણ પ્રકારના રોગમાં કાચા ગાજર કે તેનો રસ લેવાથી લાભ થાય છે. આ પ્રયોગ ચશ્માના નંબર ઘટાડી શકે છે.

શરીરનું કોઈ અંગ બળી ગયું હોય તે પર વારંવાર ગાજરનો રસ લગાડવાથી રાહત રહે છે.

ગાજરના ગુણવત્તાનો મુકાબલો કોઈ અન્ય શાકભાજી કરી શકતી નથી. ગાજરને સલાડના રૂપમાં કાચા પણ ખાઈ શકાય છે.

ગાજરની તાસીર ઠંડી હોય છે પરંતુ આ કફનાશક છે. ગાજર લવિંગ અને આદુની જેમ છાતી અને ગળામાં જામેલા કફને ઓગાળી કાઢવામાં સક્ષમ છે.

ગાજરના રસનું દરરોજ સેવન કરવાથી મગજની નબળાઈ દૂર થાય છે.

ગાજરનો ઉપયોગ કરચલીઓ દૂર કરવાની ક્રિમ બનાવવા માટે કરાય છે, જો કે એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ગાજર અને શક્કરિયા કેન્સરના ટ્યૂમરથી છૂટકારો અપાવી શકે છે.

ગાજરનું અથાણું કરી નમક નાખી ખાવાથી ખારજવું-ખુજલીમાં લાભ થાય છે.

ગાજરના રસમાં નમક, ધાણાપત્તિ, જીરું, મરી, લીંબુંનોરસ નાખીને પીવાથી પાચન સંબંધી ગડબડી દૂર થઈ જાય છે.

મગજને મજબુત બનાવવા માટે ગાજરના મુરબ્બાને રોજ સવારે ખાવો જોઈએ.

જેમને બ્લડપ્રેશરની પ્રોબલમ હોય તેમણે ગાજરના રસમાં મધ ભેળવીને પીવું જોઈએ.

ગાજરનો રસ, ટામેટાનો રસ, સંતરાનો રસ અને બીટનો રસ પચીસ ગ્રામની માત્રામાં રોજ લેવાથી બે મહિનામાં ખીલ, ડાઘ અને કરચલીઓ વગેરે દૂર થઈ જશે.

જેમને પથરીની તકલીફ હોય તેમને રોજ ગાજર, કાકડી અને બીટનો રસ સમાન માત્રામાં લેવો જોઈએ.

ગાજરના સેવનથી ઉદર રોગ, કફ તેમજ કબજીયાતનો નાશ થાય છે અને આંતરડામાં જામેલ મેલ ઝડપથી દૂર થઈ જાય છે.

બાળકોને કાચા ગાજર ખવડાવવાથી પેટના કૃમિ નીકળી જાય છે.

દેશી ગાજરને સ્ટોર કરવાની રીત: સૌપ્રથમ ગાજરની ધોઈ તેની છાલ ઉતારી કટપીસ કરી તેમાં બે ચમચી મીઠું એડ કરી એક કલાક રહેવા દેવું ત્યારબાદ તેમાં મીઠું ચડી જાય પછી તડકે સૂકવવા એક દિવસમાં બે દિવસ તડકે સુકાઈ જાય તૈયાર ગોળ કેરીના અથાણા માં એડ કરવા માટેની ગાજર ની સુકવણી તૈયાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here