(૧)ગ્લાન્ડરની બ્લેડ ખરાબ થઇ ગઈ છે બરાબર પીસાટું નથી તો એક જગમાં મીઠું નાખીને થોડીવાર ફેરવવું આવી રીતે મીઠામાં ચલાવવાથી બ્લેડ સરખી ચાલવા લાગશે આમ તમારા રસોડામાં blender ની બ્લેડ ખરાબ થઇ જાય ત્યારે આ ઉપાય જરૂર કરજો. ચેરી ટમેટાંના ટુકડાને કાપી નાખવાની સૌથી સરળ રીત એ છે કે તેમને બે પ્લાસ્ટિકના ઢાંકણા વચ્ચે સેન્ડવીચ અને એક જ સમયે તેમને બધા દ્વારા લાંબા છરી ચલાવવી.
આદુ બધાના ઘરે હોય જ છે. મોટાભાગે દરેલ મહિલા આદુની છાલ ફેંકી દેતા હોય છે પરંતુ હવે તમે છાલ ફેંકવાનું કામ ન કરતા પણ, તમે તે છાલ ને ગેસ પર અથવા ઓવનમાં 1 મિનિટ માટે રોસ્ટ કરીને ક્રશ કરી લો અને સાથે 5 થી 6 ઈલાયચી ને પણ સાથે ક્રશ કરી લો , આદુ અને એલચી ને મિક્ષ કરીને ચા પત્તીમાં મિક્ષ કરી શકો છો. આમ કરવાથી જયારે ચા બનાવો છો ત્યારે એક આદુની ફ્લેવર પણ આવશે અને ચા ટેસ્ટી પણ બનશે . આદુની છાલનો વેસ્ટ માંથી બેસ્ટ ઉપયોગ પણ થશે
તમે ભાત બનાવીયા હોય અને ભાત ખાતા વધીયા હોય તો ફેંકી ન દેશો તમે એક દિવસ વાસી ભાત માંથી પણ ફ્રેશ વાનગી બનાવી શકો છો વાસી ભાત ને એકદમ ફ્રેશ બનાવવા માટે આ ઉપાય કરો, સૌ પ્રથમ પાણી ગરમ કરો ગરમ પાણીમાં ભાત નાખી 2 મિનિટ ઉકરવા દો અને પછી પાણીમાંથી ભાત કાઢી લો. એક ચમચા માં થોડું તેલ ગરમ કરો ત્યારબાદ ગરમ તેલમાં જીરું એડ કરો અને આ જીરુંના વઘારને ભાત પર સ્પ્રેડ કરી લો. તો આ રીતે તૈયાર છે મહેમાન ને આપી શકાય તેવા જીરા રાઈસ. એકદમ ફ્રેશ ભાતની વાનગી
જ્યારે આપણે બજારમાંથી કોફી લાવીએ છીએ અને તેને ખોલી નાખીએ છીએ ત્યારે ઘણી વાર કોફી જામી જાય છે અને આપણે ખુબ પરેશાન થઇ જાય છીએ . પરંતુ આ ઉપાય કરશો તો કોફી ક્યારેય નહિ જામે કોફી જામી ન જાય તે માટે તેમાં થોડાં ચોખાના દાણા નાખી બરાબર કોફીમાં મિક્સ કરી લો. આમકરવાથી કોફી જામી નહિ જાય અને એવીજ રહેશે. ઘણી વાર આપને ખાંડ ને ડબ્બા માં ભરીને મૂકી હોય અને બીજે દિવસે જ્યારે ખાંડનો ઉપયોગ કરવાનો થાય ત્યારે તેમાં કીડી- મકોડા જોવા મળતા હોય છે. કોઇપણ સંજોગોમાં તે દુર નથી થતા તો જો તમારે પણ ખાંડ માં કીડી- મકોડા ચઢી જતા હોય તો ખાંડ માં થોડાં લવિંગ મુકી દેવાના. આમ કરવાથી તમારી ખાંડ માં કીડી- મકોડા ક્યારેય ચઢસે નહિ. અને તમારી ખાંડ પણ સુરક્ષિત રહેશે અને તમે પાણી ટેન્શન ફ્રી રહેશો
મિત્રો કેવી લાગી આ દરેક ઘરમાં કામ આવે તેવી રસોઈ ટીપ્સ અને કિચન ટીપ્સ સારી લાગે તો કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરશો અને તમારે કોઇપણ ટીપ્સ જાણવા માંગતા હોય તો જરૂર કમેન્ટ કરશો બને એટલી કોશીસ કરશું તમારી મદદ કરવાની